Trending News
સ્થાનિક સમાચાર

આજે સંઘવી પરિવારનું દશમું રતન ગુરુ ચરણોમાં ભેટ થવા જઈ રહ્યું છે.

06 February



         જ્યાં આખું વિશ્વ ભોગવાદમાં ગુલતાન બન્યું છે, સત્તા-સંપત્તિ-સૌંદર્યમાં મસ્તાન બન્યું છે,ધર્મ તો દૂર...ધર્મના ‘ધ’ થી પણ જોજનોની દૂરી રાખી છે, જ્યાં જુઓ ત્યાં ચોતરફ બસ ! રાગની જ મહેફિલ જામી છે...  એવા પડતા કાળમાં આત્મકલ્યાણની તીવ્ર તમન્ના સાથે એકાંતની સાધના કાજે ભૌતિકવાદની ભીડમાંથી નીકળવાનું બેજોડ સાહસ કરનારા સાવજને શૌર્યભરી સલામી ! આજે સંપૂર્ણ વિશ્વ જયારે સોશિયલ મીડિયામાં ઓનલાઇન છે ત્યારે ભુજનો કિશોર કેવીન ભગવાન મહાવીરના રસ્તે આગળ વધી આત્માર્થી બનવા તરફ ઓનલાઇન થઈ રહ્યો છે. ત્યારે જગતના સઘળા જીવો માટે કરૂણાસભર હૃદયે નિર્મોહના માર્ગે આગળ વધવા મક્કમ છે. આ પૂણ્યાત્માની શુદ્ધિ, શૌર્ય, એનું સાહસ અને સંયમ કાબિલે તારીફ છે.મૃદુ શાંત વિવેકી ધીર ગંભીર કેવીન છે ૧૬ વર્ષનો જે જિનશાસનમાં સંયમજીવન સ્વીકારશે એટલે કે જૈન દિક્ષા ગ્રહણ કરશે. જૈન ભાગવતી દિક્ષા એટલે કે જીવનપર્યંત પાંચ મહાવ્રતોનું ત્રણ કરણ અને ત્રણ યોગથી પાલન કરવું (અહિંસા,સત્ય,અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) અને સાધુ જીવનના આપણાં સૌને અતિ કઠિન લાગતા નિયમો જેવા કે ઘરે ઘરે જઈને ગોચરી (ભિક્ષા) વહોરાવીનેજ વાપરવી, જીવનપર્યંત પગપાળા જ વિહારો કરવા પોતાની પાસે કોઈ પણ જાતનો પરિગ્રહ (પૈસા, જર, જમીન કે અન્ય કોઈ પણ વસ્તુ) ન રાખવા મોબાઈલ અને લાઈટનો પણ ઉપયોગ ન કરવો. આજીવન ન્હાવું નહી, કોઈ પણ જીવને (નાના કે મોટા) કોઈ પણ જાતની હાની ન પહોચાડવી આ દરેકે દરેક ક્રિયાનું ખુબજ જયણાં પૂર્વક ધ્યાન રાખીને ચોકસાઈ પુર્વક સમગ્ર જીવન ધર્મોપાશનામાં વ્યતીત કરવું. અને આવુંજ જીવન જીવીને આ ભવની સાથે સાથે પરભવનું ભાથું બાંધવા સંયમમાર્ગે  તારીખ  ૭મી ફેબ્રુઆરી ૨૦૨૫ના જઈ રહ્યો છે. આપણાં ભુજનો ૧૬ વર્ષના યુવક કેવીને આ અનુમોદનીય કાર્ય કર્યુ પરંતુ આ કાર્યની પાછળ છે માતા-પિતા દ્વારા મળેલ સંસ્કાર.જૈન ધર્મનો મુળ આધાર આગમ છે કારણકે તે તિર્થંકર દ્વારા ફરમાવેલ ગણધરો દ્વારા ગુંથાયેલ અને સાધુ-સાધ્વીઓ ભગવંત દ્વારા મનન કરાયેલ છે.સાધુ ભગવંતોના દર્શન પણ કયારેક કયારેક કરનાર આજે ખુદ વંદનીય બનવા તરફ અગ્રેસર થઈ રહ્યો છે. ફક્ત સંયમજીવન તરફ આકર્ષાઈને નહીં પરંતુ જાણી-સમજી વિચારી અને ખૂબજ સ્પષ્ટ વિઝન સાથે તે આ માર્ગ પર અગ્રેસર થવા જઈ રહ્યો છે. જેના પાયામાં છે ગુરુદેવ આચાર્યશ્રી મહાશ્રમણજી તથા મુખ્ય મુનિશ્રી મહાવીરકુમારજી દ્વારા સંભળાવવામાં આવેલ જુદા જુદા મહાપુરુષોના સંપૂર્ણ જીવનચરિત્રો અને અલ્પજીવનને સાર્થક કરી તિર્થંકરોના માર્ગને અનુસરોવવા માટેનું મનનીય કથાશ્રવણ મુળ વાગડ ફતેહગઢ  (તા.રાપર) ના નાનચંદ ઝવેર નાથા સંઘવી પરિવારના  જૈન સમાજની ગૌરવરૂપ ધટના છે જેમાં પરિવારનું આ દશમું રતન દિક્ષિત થવા જઈ રહેલ છે. વાગડ બે ચોવીસી સમાજના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવા આ ધટના બનવા જઈ રહી છે કે પરિવારનું ૧૦મુ રતન તેરાપંથ ધર્મસંઘમાં સંયમના માર્ગે પ્રયાણ કરી રહ્યું છે.આ સમગ્ર પ્રસંગ મર્યાદા મહોત્સવ આચાર્યશ્રી મહાશ્રમણજી પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ ના નેજા હેઠળ ભુજના આંગણે આ દિક્ષા મહોત્સવ ઉજવવાનો છે ગઈ કાલે બપોરે  ઘનશ્યામ નગરમાં દિક્ષાર્થી કેવીનના ઘરેથી તેમની શોભાયાત્રા સમસ્ત જૈન સમાજના ભાઈ બહેનોના જયનાદ સાથે શહેરના પ્રમુખ માર્ગો ઉપરથી જૈનમ જયતિ શાસનમ્ તથા દિક્ષાર્થીના જયઘોષ સાથે આચાર્યશ્રી મહાશ્રમણજીની નિશ્રામાં પહોંચી હતી.આ સમસ્ત આયોજનમાં મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિ તથા તેરાપંથ સભા,યુવક પરિષદ્, મહિલા મંડલ,અણુવ્રત સમિતિ,કિશોર મંડલ, કન્યા મંડલ,જ્ઞાનશાળા તથા વાગડ બે ચોવીસી યુવક મંડલ તથા સર્વે સભ્યોનો સહકાર રહ્યો હતો.તેવું એક યાદીમાં આચાર્યશ્રી મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કરછના પ્રીન્ટ મિડિયા પ્રભારીશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM