કાસેઝમાં ફેબ્રીકના કૌભાંડીઓ સામે અમદાવાદ DIR નવા કડાકા-ભડાકા કરવાના મુડમાં : બે કન્ટેઈનરો તપાસના રડારમાં’
યુનિટમાથી સેમ્પલ લઈ દિલ્હી કસ્ટમની લેબમાં મોકલ્યા’
કાસેઝના ફેબ્રીકના મિસડીકલેરેશ કારો પર દિલ્હી ડીઆરઆઈની મેરેથોન તવાઈ : પીવીસી કોટિંગ મટીરીયલ પીયુ દેખાડને લવાયા હોવાની આશંકા સાથે સબંધિત યુનિટમાં બે કન્ટેનરોને થંભ જાવનો અપાયો આદેશ : વધુ ઘટસ્ફોટ થશે
મુંદરામાં અટકાવાયેલા ૭૦ કન્ટેઈનરની તપાસનો રેલો આવ્યો હતો કાસેઝ ભણી : ડીઆરઆઈની ટુકડીએ કાસેઝમાં આદરી હતી મેરેથોન છાનબીન : દાણચોરી કરનારી ટોળકીમાં ફેલાયો છે ફફડાટ
કંડલાની કસ્ટમ લેબના બદલે સેમ્પલો સીજીએલ-કસ્ટમની દિલ્હી લેબમાં મોકલવામાં આવતા એજન્સી ચોકકસથી દાણચોરી ટોળકી સામે મોટી કાર્યવાહી કરવાના મુડમાં હોવાનો દેખાય છે વર્તારો : નહી તો કંડલામાં પણ કસ્ટમની લેબમાં સેમ્પલીંગ ચેક થઈ શકતા હતા, પરંતુ કસ્ટમ લેબ-કંડલા અગાઉ પણ રૂપીયાથી સેમ્પલો બદલી દેવા સહીતના વિષયોમાં રહી ચૂકી છે ચકચારી, વ્હાઈટ સ્પીરીટના ૧ર૩ કન્ટેનરોના કેસમાં કંડલા કસ્ટમ લેબના એક કર્મચારી પર ગરજી ચુકી છે ગાજ, આવામાં દિલ્હી સીજીએલને સેમ્પલ મોકલનાર દિલ્હી ડીઆરઆઈ રીપોર્ટ આવ્યા બાદ કરશે નવા ખુલાસા
ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી હુંડયામણ ભારતમાં લાવી અને દેશના જીડીપીને વધુ ઉંચો લાવવાની દીશામાં દેશભરમાં સેઝ એટલે કે સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનની સ્થાપનાઓ કરી હતી. આ સેઝ એકમોની સ્થાપના બાદ સરકારી તિજોરી કેટલી છલકાઈ એ તો સરકાર જ જાણે પરંતુ આ પેકીના સેજ એકમો કચ્છમાં આવેલા છે તેમાં તો પાછલા અમુક સમયથી દાણચરો તત્વો પોતાના મલીન ઈરાદાઓ પાર પાડી અને બેનામી અધધ આવક રળી રહયા હોય તેવા ગંભીર પ્રકારના કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે.તાજેતરમાં જ આવા જ કીસસાઓ પૈકીના એક એવા ફેબ્રીક કોમોડીટીમાં દાણચોરી થવા પામી હોવાની છાનબીન દેશભરના અલગ અલગ પોર્ટ પર દીલ્હીની ડીઆરઆઈ દ્વારા સેન્ટ્રલ કક્ષાએથી જ ટીમો મોકલીને તપાસ કરવામા આવી રહી હતી. જેમાં કચ્છના મુંદરા બંદર પર પણ ૭૦ જેટલા કન્ટેઈનરોને અટકાવી દેવામા આવ્યા હતા અને તેની છાનબીન હવે દિલ્હી ડીઆરઆઈ દ્વારા હાથ ધરવામાં આવતા ધારણા અનુસાર જ કાસેઝના અમુક યુનિટવાળાઓ સુધી તપાસનો રેલો પહોચી જવા પામ્યો હતો. જાણકાર સુત્રોમાંથી મળતી માહીતી અનુસાર અમદાવાદ ડીઆરઆઈ દ્વારા કાસેઝમાં યુનિટમાં પાછલા પાંચ-છ દીવસથી મેરેથોન તપાસનો ધમધમાટ આવા જ ફેબ્રીકકાંડને લઈને ચલાવાઈ રહી હતી. આ અગે મળતી વધુ વિગતો અનુસાર ફેબ્રીકમાં ઉંચી ડયુટીવાળી વસ્તુ હળવી ડયુટીની ડીકલેર કરી અને મંગાવાના કારસાનો જયારે દેશવ્યાપી ખુલાસો થયો છે, તપાસ ચાલી રહી છે ત્યારે દિલ્હી ડીઆરઆઈની એક ટુકડીએ મુંદરામાં ૭૦ કન્ટેઈનરોને હોલ્ડ કરાવ્યા બાદ કાસેઝમાં પણ જે તપાસ આદરી હતી તેમાં દિલ્હી ડીઆરઆઈના અધિકારીઓએ પાછલા પાંચ છ દીવસ સુધી તબક્કાવાર સબંધિત યુનિટના દસ્તાવેજો-ક્રોસ વેરીફીકશન, સ્ટોક, યુનીટ હોલ્ડર્સ સહીતના નિવેદનો લેવાનો આદરેલ ધમધમાટથી દાણચોરી કરનારી ગેંગમાં રીતસરનો ફફડાટ જ ફેલાઈ જવા પામ્યો હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. વધુમાં જાણવા મળ્યુ છે કે, આ યુનિટમાં હાલતુરંત જે-તે કોમોડીટીના બે કન્ટેઈનર ભરેલા માલને સ્થગિત કરવાનો એટલે કે બાજુ પર મુકી દેવાની સુચના આપી દેવમા આવી છે અને તેમાથી એજન્સીએ સેમ્પલો કલેકટ કર્યા છે અને તે સેમ્પલોને દિલહી સીજીએલ-કસટ્મની સેન્ટ્રલ લેબ ખાતે મોકલી આપ્યા છે. અહી જાણકારો કહી રહયા છે કે, કંડલાની કસ્ટમ લેબના બદલે સેમ્પલો સીજીએલ-કસ્ટમની દિલ્હી લેબમાં મોકલવામાં આવતા એજન્સી ચોકકસથી દાણચોરી ટોળકી સામે મોટી કાર્યવાહી કરવાના મુડમાં હોવાનો વર્તારો દેખાય છે. નહી તો કંડલામાં પણ કસ્ટમની લેબમાં સેમ્પલીંગ ચેક થઈ શકતા હતા, પરંતુ કસ્ટમ લેબ-કંડલા અગાઉ પણ રૂપીયાથી સેમ્પલો બદલી દેવા સહીતના વિષયોમાં રહી ચૂકી છે ચકચારી, વ્હાઈટ સ્પીરીટના ૧ર૩ કન્ટેનરોના કેસમાં કંડલા કસ્ટમ લેબના એક કર્મચારી પર ગરજી ચુકી છે ગાજ, આવામાં દિલ્હી સીજીએલને સેમ્પલ મોકલનાર દિલ્હી ડીઆરઆઈ રીપોર્ટ આવ્યા બાદ આ કેસમાં ચોકકસથી મોટા ઘટસ્ફોટ કરી શકે છે અને લાંબા સમસથી પીવીસી-પીયુ કોટેડના ઘોટાળા આચરી ફેબ્રીકનાબેનામી ધંધાઓ ધમધમાવનારા અમુકના ચહેરાઓ ન માત્ર બે નકાબ થાય બલ્કે તેમની પાસેથી કરોડોની તગડી રિકવરી પણ કરવામાં આવે તો નવી નવાઈ નહી કહેવાય.
.....................................
એન્ટી ડમ્પીંગ ડયુટીનો થશે મોટો પર્દાફાશ?
ગાંધીધામ : ફેબ્રીકમાં પીવીસી ડીકલેર કરી અને પીયુ કોટીંગ લાવનારા તત્વોના ખેલ હવે પુરા થવાની તૈયારીમાં જોવાઈ રહ્યા છે. કચ્છમાં કાર્યરત સેઝ એકમોમાં ફેબ્રીકના કાળા કામો-દાણચોરી મુંબઈના મુખ્ય સુત્રધારોના ઈશારો આચરવામા આવી રહી હતી. પરંતુ હવે દેશવ્યાપી મુંબઈ-ચેન્નઈ-કોલકત્તા, દિલ્હી, કચ્છમાં કંડલા-મુંદરા સહિતમા આવા કન્ટેઈનરો એજન્સીના રડારમાં આવી જવા પામ્યા છે અને તપાસ પુરજોશમાં ધમધમી રહી છે. કાસેઝના યુનિટમાં પણ ડીઆરઆઈએ તપાસ કરી અને કન્ટેઈનરો હોલ્ડ પર રખાવ્યા છે ત્યારે જો સેમ્પલ પોજિટીવ જ આવ્યા તો એન્ટી ડમ્પીંગ ડયુટીના મોટા કાંડનો પર્દાફાશ થવા પામી શકે છે તેમ જાણકારો કહી રહ્યા છે.

Comments