Trending News
સ્થાનિક સમાચાર

ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ સમયની માંગ 

05 February


ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજ દ્વારા મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત

ભુજ : ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડેરેશન, ભુજ દ્વારા ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા આગામી બજેટમાં સમાવવામાં આવે તેવી મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ લેખિતમાં રજૂઆત કરવામાં આવવી છે.
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડેરેશન, ભુજના પ્રેસિડેન્ટ અનિલભાઈ ગોર દ્વારા જણાવવામાં આવેલ છે કે, ભૂકંપ બાદ કચ્છનો સમગ્રલક્ષી વિકાસ થયેલ છે તેના સાથે સાથે ભુજ શહેર પણ વિકાસ પામ્યું છે. ભુજ શહેર કચ્છ જિલ્લાનું મુખ્યમથક છે. ભુજ ખાતે કચ્છ જિલ્લાની તમામ સરકારી કચેરીઓ, બીએસએફ, આર્મી, એરફોર્સ અને કેન્દ્ર તથા રાજ્યની વિવિધ  ેજન્સીઓ - સરકારી ખાતાની મુખ્ય કચેરીઓ આવેલ છે. આ તમામ ખાતાઓ-એજન્સીઓના કર્મચારીઓ ભુજમાં વસવાટ કરે છે. કચ્છમાં ભુજ તથા તેની આજુબાજુ અનેક મોટા-મધ્યમ ઉદ્યોગો આવ્યા અને તેના કર્મચારીઓ પણ ભુજમાં વસવાટ કરી રહ્યા છે. ભુજ શહેર વિસ્તારની દ્રષ્ટિએ એક મહાનગર બની ગયું છે. આમ મહાનગરપાલિકાના માપદંડ અને ક્રાઈટેરીયા મુજબ ભુજને મહાનગરપાલિકા મળવી જોઇએ. નગરપાલિકાની કાર્યક્ષમતા મર્યાદિત હોવાથી સમયની માંગ છે કે ભુજના વિકાસમાં મહાનગરપાલિકાના દરજ્જાની ખૂટતી કડી દૂર થાય અને ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે, જેથી તેના નાના-મોટા અનેક પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ સ્થાનિકે થઈ શકે. સરકારની વિવિધ અને મોટી ગ્રાન્ટ મળે તો ભુજનો હજુ પણ ઝડપી વિકાસ શક્ય બની શકે.
 ભુજ શહેરના લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન, ભુજ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે કે આવનારા બજેટમાં ભુજ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે. ભુજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કેશુભાઇ પટેલ તરફથી પણ ઉપરોકત મુદ્દાઓ બાબતે ચેમ્બર ઓફ કોમર્સ, ભુજને માર્ગદર્શન તથા સહકાર મળી રહ્યો છે અને તેમના તરફથી પણ પ્રયાસો થઈ રહ્યા છે તેવું મંત્રી જગદીશ ઝવેરી દ્વારા જણાવાયું હતું.
----

Comments

COMMENT / REPLY FROM