Trending News
સ્થાનિક સમાચાર

યુકેની ઓક્ષફોર્ડ યુનિવર્સિટી ખાતે મુકવામાં આવેલ શિક્ષાપત્રી જયંતીનું પૂજન, મહાઆરતી સાથે રાસની રમઝટ

05 February


યુ.કેઃ દેશ અને દુનિયામાં સત્સંગ અને સનાતન ધર્મ ના પ્રચાર અને પ્રસાર ના અર્થે સ્વામિનારાયણ સંપ્રદાય ના સંતો વિચરણ કરતા હોય છે ત્યારે ભુજ સ્વામિનારાયણ મંદિર ના મહંત સ્વામી શ્રી. ધર્મનંદનદાસજી, ઉપ મહંત સ્વામી શ્રી ભગવદ્‌જીવનદાસજી, પાર્ષદ જાદવજી ભગત, સ.દ.ગુરૂ સ્વામી શ્રીહરીદાસજી વિગેરે વડીલ સંતોની  પ્રેરણાથી અંજાર મંદિરના મંડળધારી સંત શ્રી. ગૌલોકવિહારીદાસજી તેમના સંતમંડળ સાથે બ્રિટન દેશના પ્રવાસે છે.શનિવાર ના રોજ શિક્ષાપત્રી જયંતિ નિમિતે યુ.કે ખાતે આવેલ ઓક્ષફોર્ડ યુનિવર્સિટીમાં ભગવાન શ્રી , સ્વામિનારાયણે ( શ્રી સહજાનંદ સ્વામીએ) લેખિત શિક્ષાપત્રી જે સાલ ૧૮૩૨માં એ વખતના બ્રિટીશ ગવર્નરના કમિશ્નર શ્રી સરમાલ્કમ જ્યારે ગુજરાત ના રાજકોટ ખાતે પધારેલ ત્યારે તેમને આ શિક્ષાપત્રી અર્પણ કરવામાં આવેલ, આ શિક્ષાપત્રી ના મુળભૂત સિદ્ધાંતો ની વાત કરીએ તો સર્વજીવહિતાવહ, મનુષ્ય ને માનવતાનો રાહ બતાવનાર, સર્વ શાસ્ત્રોઅને પુરાણોનો સાર આ શિક્ષાપત્રી માં સમાયેલો છે. અનેક વર્ષો વિતી ગયા બાદ આજપણ આ શિક્ષાપત્રી યુકે ઓક્ષફોર્ડ યુનિવર્સિટી ખાતે જાળવણી પૂર્વક રાખવામાં આવેલી છે, શિક્ષાપત્રીની ૧૯૯ મી જયંતી વસંત પંચમી ના પવિત્ર દિવસે લંડન સ્વામિનારાયણ મંદિરેથી સ્વામી ભક્તિપ્રિયદાસજીશાસ્ત્રી સ્વામી. ગોલોકવિહારીદાસજી, શ્રી. ઘનશ્યામવલ્લભદાસજી, શ્રી. ધનશ્યામસેવકદાસજી, શ્રી. પ્રેમવલ્લભદાસજી, શ્રી. વાસુદેવપ્રિયદાસજી આદિ સંતો સાથે  બોલ્ટન,વિલ્સડન,  અને કેન્ટન હેરો મંદિરે થી ૧૫૦ જેટલા હરીભક્તોએ સાથે મળીને દર્શન કરવા પધારેલ , એ સમયે યુનિવર્સીટીના વ્યવસ્થાપકો દ્વારા શિક્ષાપત્રીને વિશાળ હોલમાં દર્શન માટે (સેપ્ટી) રક્ષણ પૂર્વક ખુલ્લી રાખવામાં આવતા સૌ પ્રથમ સમુહમાં જનમંગલ નામાવલી સાથે ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું, દિવડાઓ અને મોબાઈલ લાઈટ સાથે સમુહ આરતી, શ્લોકોનું ગાયન, પ્રાર્થના સાથે વચનામૃતનું વાંચન સાથે સંતોએ પ્રસંગોચિત આશિર્વચનો પાઠવ્યા હતા.ઉપસ્થિત દરેક ભક્તોએ આ ઐતહાસિક ઘરોવર સમાન શિક્ષાપત્રીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી,આ ધાર્મિક માહોલ વચ્ચે ગુજરાતીઓની આગવી ઓળખ સમાન રાસ ગરબાની રમઝટ યુકે ની આ સુપ્રસિદ્ધ ઓક્ષફોર્ડ યુનિવર્સિટી ના કેમ્પસ માં સત્સંગી હરીભક્તો એ બોલાવી હતી.આ પ્રસંગે બોલ્ટન મંદિર ના પ્રમૂખ પ્રકાશભાઈ હાલાઈ, ઉપપ્રમૂખ હરીશભાઈ વરસાણી અન્ય હોદેદારો માંજીતેન્દ્રભાઈ ખીમાણી, હરીશભાઈ રાઘવાણી, યુવક - યુવતી મંડળ ના જયંત કાબરીયા, સાગર વરસાણી, મિતેશ હાલાઇ, શરદ રાઘવાણી, ઈલા વરસાણી, મંજુ હાલાઇ વિગેરે હરીભક્તોએ કાર્યક્ર્‌મ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Comments

COMMENT / REPLY FROM