Trending News
સ્થાનિક સમાચાર

રાપર ભાજપ દ્વારા નગરપાલિકાના ચુંટણી કાર્યાલયનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું

05 February


રાપર :  વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકાની ચૂંટણી આગામી ૧૬ ફેબ્રુઆરીએ યોજાનારી છે ત્યારે નગરપાલિકા મા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ બરાબરનો જામશે ત્યારે આજે રાપર નગરપાલિકાના ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનુ ઉદ્ઘાટન સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાપર નગરપાલિકાના ઇન્ચાર્જ વસંતભાઇ કોડરાણી, ડોલરભાઈ ગોર, વિનુભાઇ થાનકી, મેહુલ જોશી, નિલેશ માલી ,ઉમેશ સોની, ભિખુભા સોઢા, દિલીપભાઇ જાદવ, લાલજી કારોત્રા, હઠુભા સોઢા, જાનખાન બલોચ, અવિનાશ પ્રજાપતિ સહિતના પદાધિકારીઓ તથા નગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત હોદ્દેદારોએ રાપર શહેરના વિવિધ વિકાસલક્ષી કામોની ઝાંખી આપી હતી અને આગામી દિવસોમાં ભાજપ દ્વારા તમામ બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ભાજપના તમામ હોદ્દેદારો અને સદસ્યો તથા તમામ પાંખના લોકોને ઘરો ઘર પ્રચારમા લાગી જવા માટે હાકલ કરી હતી સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, રાપર નગરપાલિકાના ઇન્ચાર્જ વસંતભાઇ કોડરાણી, ડોલરભાઈ ગોર વિગેરેએ પ્રાસંગિક પ્રવચન કરી ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે હાકલ કરી હતી.

Comments

COMMENT / REPLY FROM