Trending News
સ્થાનિક સમાચાર

અમદાવાદની ઝડતી સ્કવોડે પાલારા ‘ખાસ જેલ’માંથી મોબાઈલ પકડયો

05 February



પીલ્લર વચ્ચેના પોલાણમાં મોબાઈલ છુપાવીને રાખ્યો હતો


ભુજ : ભુજની પાલારા ખાસ જેલમાં અવારનવાર નિયમોનો ભંગ થતો જોવા મળે છે. અવારનવાર અહીંથી મોબાઈલ મળી આવે છે. જે બાદ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરવામાં આવે છે પરંતુ મુળ સુધી પહોંચવામાં આવતું નથી. આવો જ એક ઘટનાક્રમ ફરી એકવાર સામે આવ્યો છે. 
અમદાવાદથી ઝડતી સ્કવોડની ટીમ પાલારા જેલમાં આવી હતી. ખાસ જેલમાં સર્કલ નંબર ર ના યાર્ડ નં. ૧૧ અને ૧ર ની વચ્ચે તપાસ કરતા મોબાઈલ મળી આવ્યો હતો. યાર્ડની દિવાલના બે પીલ્લર કે જે બેરેક નંબર ૧૧ ના દરવાજાની સામે પડે છે. તે પીલ્લરની વચ્ચે પોલાણમાં પ્લાસ્ટીકની થેલીમાં વીટીને રાખેલ મોબાઈલ મળી આવ્યો હતો. વીવોનો પ-જી મોબાઈલ ચેક કરતા તેમાં સીમકાર્ડ મળી આવ્યું ન હતું. આ મોબાઈલ કબજે કરી અજાણ્યા ઈસમ સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો. 
અત્રે મહત્વનું છે કે, આ ઘટનાક્રમ આજકાલનો નથી. વર્ષો જુનો છે. દર વખતે ટીમ આવે મોબાઈલ પકડે બાદમાં બી ડિવિઝનમાં ફરિયાદ લખાવે અને બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર કેસ શોધવા ખાતર મોબાઈલ શોધી લેવામાં આવતા હોય છે. ભૂતકાળમાં જેલની અંદર ચાલતા ભ્રષ્ટાચાર બાબતે સપાટો બોલાવવા એક સાથે પોલીસની ટુકડીઓ ત્રાટકી હતી. ભુજની જેલમાં પણ પશ્ચિમ કચ્છ પોલીસે અનેક વખત ચેકીંગ કરી મોબાઈલ પકડયા છે પરંતુ બાદમાં કાર્યવાહી થતી નથી. જેથી તંત્રની કામગીરી લોકોનો વિશ્વાસ પણ ડગમગી ગયો છે. 
જેલમાં તમાકુ, બીડી, ગુટખા સહિતના વ્યસનો તો સામાન્ય બની ગયા છે. દરેક સેવાનો લાભ લેવા માટે પ્રસાદી ધરવી પડતી હોય છે. પાલારા ખાસ જેલમાં રાજયના વિવિધ કુખ્યાત ગુનેગારો સજા કાપે છે. સરકારે સરહદી જીલ્લો હોવાથી ખાસ જેલનો દરજ્જો આપ્યો છે પરંતુ અમલદારોએ હેતુ બદલી સુવિધા માટેની ‘ખાસ’ જેલ બનાવી દીધી છે. 

 

Comments

COMMENT / REPLY FROM