વાગડ પટ્ટામાં ખનીજ-માટી ચોરો ફાટીને ફુલેકે ચડયા : મારાજ નામનો શખ્સ-ખાખીના હરપાલની બલિહારી.!
વાગડના બાલાસર-ગાગોદર-આડેસર-ખારોઈ-મોમાયમોરા-ફતેહગઢ સહિતના પટ્ટાઓમાં મોટા પ્રમાણમાં બિનધાસ્ત પણે ખનીજચોરીનું મોટું નેટવર્ક ધમધમતું હોવાની ચર્ચા ભ્રષ્ટ હરપાલ મહેરબાન તો ખનીજચોરો પહેલવાન : વહીવટદાર હરપાલને તગડા સેકસન-હપ્તાઓ મળતા હોવાની ચર્ચા : માટી-ખનીજચોરીનો ધંધો મારાજ નામના શખ્સની દેખરેખ હેઠળ જ ધમધોકાર દિવસ-રાત ર૪ કલાક ધમધમતું હોવાની ચર્ચા
ખાટલે મોટી ખોટ : પૂર્વ કચ્છ પોલીસતંત્ર-ખાણખનિજ વિભાગ, સ્થાનિક મહેસુલતંત્ર કેમ અંધારામાં? જાણકારોનો વેધક સવાલ : રોયલ્ટી ચોરી ઉપરાંત ઓરવલોડનું પણ વકરી ચૂકયુ છે મોટું દુષણ : આરટીઓ તંત્રની ચુપકીદી પણ અકળાવનારી : સરકારની તિજોરીને પડી રહ્યો છે કરોડોનો ધુમ્બો,ખનીજ તસ્કરો બની રહ્યા છે ખાણ માફીયાઓ, જવાબદાર સરકારી અધિકારીઓને સાપ સુંગી ગયાની અવસ્થા..!
ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરની ત્રિવિધ સુંદરતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળામાં પણ અઢળક ખનીજોનો ખજાનો ધરબાયેલો પડયો છે. પરંતુ આ ખનીજમાંથી સરકારને જેટલા પ્રમાણમાં રોયલ્ટીની આવક થવી જોઈએ તેનાથી તો અનેકઘણી અહીથી ખનીજચોરી કરવામાં આવી રહી છે. આવુ એટલા માટે કહી શકાય કે, કચ્છવ્યાપી ખનીજચોરીની ફરીયાદો અને ઘટનાઓ દર બીજા દીવસે અખબારોમાં ચમકતી જ રહેતી હોય છે. વિચાર કરો છતા પણ તે અટકવાનુ નામ જ નથી લેતી? અને અટકે પણ કયાંથી? ખનીજના ચીભડ ચોરો છે તેમને માફીયા જ તંત્રના અમુક બની બેઠેલા ભ્રષ્ટ તત્વોની મીલીભગત કે છત્રછાયા જ બનવી રહી છે.દરમ્યાન જ અંતરંગ વર્તુળોમાથી સામે આવતી ચર્ચાઓ અનુસાર વાગડ પટ્ટામાં પણ ખનીજ-ચોરો અને માટી ચોરોને ફરીથી મોકળુ મેદાન મળી જવા પામ્યુ હેાય તેમ રોજની સેકડો ગાડીઓ આડેધડ રોયલ્ટી વિનાની ઓવરલોડ દોડાવાઈ રહી છે. કહી શકાય કે વાગડ પટ્ટામાં ખનીજ-માટી ચોરો ફાટીને ફુલેકે જ ચડી જવા પામ્યા હોય તેવી સ્થિતી બની ગઈ છે. વાગડમાં આ પ્રકારની તસ્કરીનું કામ મારાજ નામનો શખ્સ સંભાળી રહ્યો છે અને આ ધંધાને ખાખીના હરપાલની છુટ હોવાનુ પણ કહેવાઈ રહ્યું છે. જાણકારોની વાત માનીએ તો વાગડમાં ખનીજ અને માટી ચોરીમાં કરોડોની રોયલ્ટી ચોરી આચરવામા આવી રહી છે જેનાથી સરકારની તિજોરીને મોટુ આર્થીક નુકસાન થવા પામી રહ્યું છે. આ ખનીજચોરો એટલા માથાભારે થઈ ગયા છે કે, લીઝ ઉપરાંતની આજુબાજુની સરકારી જમીનો તો ખેડી જ રહ્યા છે પરંતુ કઈક લોકોના ખેતરો પણ ખોદી નાખી અને ત્યા પણ તહેસ નહેસ મચાવી દીધા છે. વાગડ પટ્ટામાં ખાસ કરીને બાલાસર, ગાગોદર, આડેસર, ખારોઈ, મોમાયમોરા, ફતેહગઢની આસપાસના પટ્ટામાં ખનીજચોરોએ માજા મુકી દીધી હોવાનુ મનાય છે.
..............
પ્રાંથળ પટ્ટો વાગડ-હમીરપર-મોટી ફતેહગઢ-ગાગોદર-બાલાસર વિસ્તારમાં માટીચોરો બેફામ : ખાખી નાકામ?
ગાંધીધામ : રાપર પંથકમાં આડેસર, હમીરપર, મોટી ફતેહગઢ, ગાગોદર, તથા બાલાસર પોલીસ મથ વિસ્તારમાં પ્રાંથક પટ્ટામાં રાત દીવસ ચાઈનાકલેની માટી ઉપાડી હેરાફેરી થતી હોવા છતા સબંધિત અમુક ખાખીધારીઓ અને ખાણખનિજ વિભાગ જાણે કે, હાથ પર હાથ રાખીને જ બેઠુ હોય તેવો તાલ થવા પામી રહ્યો છે. ન માત્ર ખનીજ ચોરી આચરવામા આવી રહી છે બલ્કે અહીથી ઓવરલોડ વાહનોના ધમધમાટના પગલે પણ આ ગામોમાં અકસ્માતની ઘટનાઓમાં પણ વધારો થવા પામ્યો છે.અહી વાહનો-જેસીબી-લોડર દીવસ રાત ચાલી રહ્યા છે છતા પણ તેને સમ ખાવા પુરતુ પણ કોઈ અટકાવવા આવતુ નથી? તેનું રહસ્ય શું છે? આ પટ્ટામાં ગેરકાયદેસર રીતે ચાઈનાકલેનું ખનન કરી અને રોજની રપ૦થી વધુ જેટલી ગાડીઓ અહીથી હેરફેર થવા પામી રહી છે છતા પણ કેમ કોઈ અટકાવતુ નથી? વાગડથી મોરબી સુધી ટ્રેકો જતી હોવા છતા ખાણખનિજ ખાતુ , રાપર પોલીસ, વહીવટીતંત્ર શા માટે સંયુકત રીતે તપાસ નથી કરતા?
...................
સુરજબારી ટોલગેટ પાસે ઉઘરાણાનો ડબ્બો
કયા ખાતાનો છે? કોણ કરે છે હપ્તાવસુલી...?
ગાંધીધામ : કચ્છમાં ખનીજનુ પરીવહન મોટા પ્રમાણમાં કરવામા આવી રહ્યુ છે ત્યારે અહીથી ખનીજ-માટી ચોરી ધુમ થઈ રહી હોવાની સ્થિતી સર્જાયેલી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, અહી મોટા પ્રમાણમાં આ રીતની ગાડીઓની બિનધાસ્ત હેરફેર કરી શકાય તે માટે સુરજબારી ટોલનાકા પાસે ઉઘરાણાનો ડબ્બો રાખવામા આવી રહ્યો છે? આ ડબ્બો કયા સરકારી વિભાગનો છે? કોણ ઉઘરાણા કરી રહ્યું છે?

Comments