Trending News
સ્થાનિક સમાચાર

ભુજના વાણિયાવાડમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

03 February




બે યુવકોને ઝડપી લેવાયા : મુખ્ય આરોપી હાજર ન મળ્યો


ભુજ : સામાન્ય રીતે આઈપીએલની મેચોમાં પુરબહારમાં સટ્ટો ખેલાતો હોય છે પરંતુ ક્રિકેટનો સટ્ટો હવે બારેમાસ બની ગયો હોય તેમ અન્ય દેશોની મેચોમાં પણ નસીબ અજમાવવાના કીમીયા અપનાવાઈ રહ્યા છે. તેવામાં ભુજના વાણિયાવાડમાં એલસીબીએ દરોડો પાડીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ વાણિયાવાડમાં જૈન ડેલા ખાતે મયુર એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જયાં આરોપી પ્રમુખસ્વામીનગરના રાજા પરબતભાઈ રબારી અને ફલેટ માલિક અક્ષય અશ્વિનભાઈ શાહ મોબાઈલમાં અલગ અલગ એપ્લીકેશનમાં ભારત - ઈંગ્લેન્ડ મેચ પર સટ્ટો રમતા હતા. ગોલ્ડન ૭૭૭૭ ડોટ કોમ નામની વેબસાઈટમાં હાર - જીતનો ક્રિકેટનો સટ્ટો રમતા હતા. જેથી ટીવી, બે મોબાઈલ, સેટઅપ બોકસ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પુછપરછ કરતા ભુજના પ્રતિક ઠક્કરના કહેવાથી સટ્ટો રમતા હોવાનું જણાવ્યું હતું. હાલ એલસીબીએ ગુનો દાખલ કરાવી મુખ્ય આરોપીને પકડી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એલસીબીના પીઆઈ એસ. એન. ચુડાસમાના માર્ગદર્શનમાં ટીમ દ્વારા આ દરોડો પાડવામા આવ્યો હતો. જેમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

Comments

COMMENT / REPLY FROM