Trending News
સ્થાનિક સમાચાર

લશ્કરી વડાની ઓંચિત કચ્છ મુલાકાતથી અનેક તર્કવિતર્કો

03 February


નાપાક આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા કચ્છ કાંઠે બધું સમુસુથરૂં નથી : સરહદી ક્ષેત્રના તજજ્ઞોની લાલબત્તી


ર૬મી જાન્યુઆરી પહેલા જે હરામીનાળા-સરક્રીકમાંથી બાબુઅલી નામનો નાપાક પાકીસ્તાની ઘુસપેઠીયો ઝડપાયો તે જ વિસ્તારની લશ્કરી વડાએ લીધી મુલાકાત


આર્મી ચીફ દ્વારા કોસ્ટગાર્ડ-વાયુસેનાના અધિકારીઓ સાથે સંકલન ભરી યોજાયેલી બેઠક અનેકવિધ રીતે સુચક : ભુજમાં પણ શ્રી દ્વીવેદીએ વહીવટીતંત્ર, પોલીસ વિભાગ ઉપરાંતની એજન્સીઓ સાથે અલાયદી બેઠકમાં ચર્ચા વિમર્શ કરવાનો ઘટનાક્રમ વ્યુહાત્મક રીતે બન્યો મહત્વપૂર્ણ




આર્મી ચીફ દ્વારા બોલ્ડ ઈગલ બ્રિગેડના નેતૃત્વ તળે પૂર્વ સૈનિક અધિકારીઓ-કર્મચારીઓ સાથે પણ કરી મુલાકાત




ગાંધીધામ : નાપાક મુલક ભારતમાં કચ્છ કાંઠે ઉંબાડીયાઓને સતત અંજામ આપતુ જ રહેતુ હોય છે. કયારક સીધુ તો કયારેક પરોક્ષ કડીઓ કચ્છથી નાપાક ગીતીવીધીઓમાં જોડાતી જ રહે છે. દરમ્યાન જ આર્મી ચીફ જનરલ, લશ્કરી વડા ઉપેન્દ્ર દ્વીવેદીએ તાજેતરમાં જ સરહદી કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓ કચ્છ-ગુજરાતની મુલાકાતે આવી પહોચ્યા હતા. અહી કચ્છની વાત કરીએ તો તેઓએ છેવાડાની સરહદી ભુમી વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓની આ મુલાકાત ઓંચીતી અથવા તો રૂટીન ન કહી શકાય. આ મુલાકાતને મહત્વપૂર્ણ રીતે જ મુલવવામા આવી રહી છે. જાણકારો કહી રહ્યા છે કે આર્મીચીફની કચ્છ મુલાકાત સુચક છે. સેનાના વડાએ આમ તો ભુજમાં વિનાશક ભુકંપ પામેલ સ્મૃતિવન સંગ્રહાલય નીહાળ્યુ હતુ. પરંતુ તેની સાથે જ આર્મી ચીફ સ્થાનિકના વહીવટી અધિકારીઓ કલેકટરશ્રી ઉપરાંતના નિવૃત સૈનિકા સાથે મુલાકાત કરી હતી. તો વળી તેઓએ ક્રીક સેકટરના વિસ્તારોની મુલાકાત લીધી છે તે વધુ મહત્વપૂર્ણ કહી શકાય તેમ છે. અહી આર્મી ચીફના વડાએ ફોર્મેશન ઓપરેશનની તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી. આર્મી ચીફે ફોર્મેશનના ઈન્ફ્રાસ્ટ્રકચર વિકાસ અને ટેકનોલોજીનું નિરિક્ષણ કર્યુ હતુ. એટલુ માત્ર જ નહી પરંતુ તેઓ વાયુસેના, કોસ્ટગાર્ડ તથા સીમા સુરક્ષા દળના અધિકારીઓ સાથે પણ અલાયદી મુલાકાત કરી હતી. આર્મી ચીફએ રણવિસ્તારમાં નીતીવિષયક ઓપેરશન સ્થિતીની તૈયારીઓની પણ જાત વિગતો અંકે કરી હોવાનુ મનાય છે.  તેઓએ આર્મીની તમામ રેન્કના અધિકારી-કર્મચારીઓ સાથે પણ મુલાકાત કરી અને તેમના નૈતીક બળને ઉચકયુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.  અહી સૌથી મોટી સુચક વાત એ છે કે આર્મી ચીફે તમામ એજન્સીઓના વડાઓ તેમજ પોલીસ અને વહીટીતંત્રના પદાધિકારીઓની સાથે પણ વિચરા વીર્મશ કર્યા છે. ત્યારે આર્મી ચીફશ્રી દ્વિવેદી અહી માત્ર તેમના વિભાગની રૂટીન મુલાકાત પુરતા જ અવ્યા છે તેમ માનવાના બદલે તેઓની આ મુલાકાત કચ્છ સરહદી સીમા ક્ષેત્ર માટે ખુબજ મહત્વપૂર્ણ કદમ કહી શકાય તેમ છે. કારણ કે , તેઓ એવા સમયે કચ્છમાં આવ્યા છે કે, જયારે કચ્છ સીમાએથી લાંબા સમયથી બાદ બે અલગ અલગ છેડેથી અતિ પ્રતિબંધીત અને સંવેદનશીલ કહી શકાય તેવા વિસ્તારોમાથી નાપાક ઘુસપેઠીાઓ ઝડપાઈ જવા પામ્યા છે. એક શખ્સ સરક્રીક હરામીનાળામાંથી ઘુસ્યો હોવાની કબુલાત આપી ચુકયો છે જયારે કે હકીકતમાં તે એ પટ્ટામાથી આવ્યો છે કે નહી તે ઘણા સંદેશ ઉભી કરનારી વાત એજન્સીઓ માટે બની રહી હતી અને તે બાબુઅલી નામના શખ્સની પુછતાછમાંથી જ થયેલા ખુલાસા અનુસાર રાજસ્થાનમાથી ગુજરાતમાં હથિયારોની ખેંપનો મોટો જથ્થો ઝડપાઈ જવા પામ્યો હતો. આ વાત ખુબજ ચિંતાપ્રેરક એટલા માટે બની જવા પામી હતી કે, ર૬મી જાન્યુઆરીનો પ્રજાસત્તાક પર્વ હતો, અને તે પહેલા જ બાબુઅલી અને ગુજરાતમાં હથિયારોની ખેપ ઝડપાવવા પામી ગઈ હતી તો વળી ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દીવસે જ બધી જ એજન્સીઓ રાષ્ટ્રીય તહેવારમાં લાગેલી હતી અને કચ્છની પૂર્વ સરહદે બાલાસર વિસ્તારમાથી પાકીસ્તાના અતિ ગંભીર અને આતંકી આક્કા હાફીઝના જયા વધુ આંટાફેરા હોય તેવા બદીન વિસ્તારમાથી આવેલો ખાવર નામનો પાકીસ્તાની શખ્સ દબોચાયો હતો. આ બન્ને ઘટનાઓ બાદ ત્વિરત જ લશ્કરી વડા શ્રી દ્વીવેદી કચ્છમાં આવી પહોચ્યા, સીમાવર્તી સીમાડાઓ ખુંદયા, સંવેદનશીલ વિસ્તારોમાં ફર્યા, એજન્સીઓ સાથે બેઠક કરી તે તમામ હલચલ કચ્છ કાંઠે બધું સમુસુથરૂં નથી તેમ ચિહ્નિત કરી રહ્યુ હોય તેવુ માનવુ કદાચ વધુ પડતુ નહી કહેવાય.



.................


રાષ્ટ્રહિતાર્થે કચ્છઉદયનો અહેવાલ પુનઃ એકવાર
સાર્થક બન્યો : દિલ્હીસ્તરે પડયો ધ્રુજારો



રપમી જાન્યુઆરીના કચ્છઉદયમાં આખ ઉઘાડનારો અહેવાલ રજુ કરાયો હતો જેમાં લાલબત્તી ધરાઈ હતી કે ર૬મીએ જો જો કચ્છમાં કોઈ ભાંગફોડીયાઓ નાપાક અડવિતરા ન કરે અને ર૬મી જાન્યુઆરીના જ બાલાસરથી પાકીસ્તાની ઘુસપેઠીયો પકડાયો, તેની સાથે જ કચ્છઉદય દ્વારા વહીવટીતંત્ર-જિલ્લા કલેકટરને પણ ટાંકીને તમામ એજન્સીઓને સંકલન બેઠક યોજી સરહદે ચાલતા ગંભીર ઘટનાક્રમોને એકત્રિત કરી સરકારનુ-લશ્કરી વિભાગનુ સચોટ ધ્યાન દોરવા સુચન કરાયુ હતુ,તે બાદ હવે લશ્કરી વડાએ હરામીનાળા-સરક્રીકની મુલાકાત લીધી, વાયુસેના, કોસ્ટગાર્ડ સાથે મુલાકાત કરી, ભુજમાં તમામ એજન્સીઓ-વહીવટીતંત્ર-પોલીસ સાથે સંકલન સાધતી ચર્ચાઓ કરતા આ અહેવાલનો દિલ્હી સ્તરે ત્વરિત પડઘો પડતા રાષટ્રીય હિતના અહેવાલમાં કચ્છઉદય પુનઃ એકવાર સાર્થક નીવડયુ છે.

Comments

COMMENT / REPLY FROM