Trending News
સ્થાનિક સમાચાર

અંજારના રાપર ખોખરામાં  ૪૩.પ૯ લાખનો દારૂ ઝડપાયો

02 February



બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કરાઈ કાર્યવાહી : ગામના એક શખ્સની ધરપકડ અન્ય એક ફરાર


અંજાર : તાલુકાના રાપર ખોખરા વિસ્તારમાં બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા દરોડો પાડીને દારૂ ઝડપી લેવામાં આવ્યો હતો. ૪૩.પ૯ લાખના શરાબને ઝડપી લેવામાં આવ્યો છે. 
આ બાબતે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાપર ખોખરા ગામે રહેતા રમેશ ભીમજી કોલીના કબજા ભોગવટાની વાડીમાં ગેરકાયદે રીતે દારૂ છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં ન્યુ બોમ્બે સ્પેશ્યલ વ્હિસ્કીની ર૯૮૮ બોટલ કિંમત રૂા. ૧૧,ર૦,પ૦૦ અને રોયલ બ્લયુ વ્હીસ્કીની ર૩૯પર કવાટરીયા કિંમત રૂા. ૩ર,૩૩,પર૦ તથા પાંચ હજારનો મોબાઈલ મળી આવ્યા હતા. દારૂ સાથે મનીષ પાંચાભાઈ કોલીની ધરપકડ કરવામાં આવી હતી જયારે જયેશ પાંચાભાઈ કોલી હાજર મળી આવ્યો ન હતો. અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ સાયબર ક્રાઈમ પોલીસે પોતાની પાસે રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છમાં દારૂની બદી વધી રહી છે. તેવામાં રાપર ખોખરા સુધી દારૂ પહોંચી આવ્યો હતો. વાડીમાં રાખેલો આ દારૂ સગેવગે થાય તે પહેલા ઝડપાઈ ગયો છે. રેન્જ પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે સ્થાનીકે કોનો તપેલો ચડે છે તે આગામી સમયમાં બતાવશે. 

 

Comments

COMMENT / REPLY FROM