પહેલા બાબુઅલી હવે ખાવર? કચ્છની સામેપાર બદીન પટ્ટો નાપાક આતંકી આક્કા હાફિઝ નો મનાય છે ગઢ ?
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના એક જ અડવાડીયામાં આંતરરાષ્ટ્રીય કચ્છ સરહદના બે છેડેથી ઘુસપેઠનો કારસો કહેવાય વોર્નિંગ બેલ સમાન - ખાવર નામનો શખ્સ જે સામેપારના બદીન વિસ્તારમાંથી આવ્યો છે ત્યાં આતંકવાદી હાફીઝ સૈયદના સતત રહેતા હોય છે આંટાફેરા
દેશના સૌથી મોટા ભુગોળ ધરાવતા કચ્છ જિલ્લાના બે છેડેથી નાપાક ઘુસપેઠનો પેંતરો શું સુચવી જાય છે?કચ્છનું વહીવટીતંત્ર- દેશમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓ સંકલન સાધી-સંયુકત રીતે આદરે ઉંડાણભરી તપાસ : પહેલા સરક્રીક-હરામીનાળા પાસેથી બાબુઆલી નામનો શખ્સે દબોચાયો, તો હવે રાપર બાલાસર સરહદેથી ખાવર ઝડપાયો? નાપાક મુલક કોઈ રેકી તો નથી કરાવી રહ્યુ ને? : બેલા-બાલાસર સરહેદે નાપાક મુલકથી ઘુસપેઠ કરવી છે ખુબજ કપરું કાર્ય? અગાઉ ઝડપાયેલ બાબુઅલીની પુછતાછમાં પણ રાજસ્થાનથી ગુજરાત સુધીના હથિયાર રેકેડનો પર્દાફાશ થયો હતો, આ ખાવરની પણ કરવી જોઈએ કડક તપાસ
દેશના સૌથી મોટા ભુગોળ ધરાવતા કચ્છ જિલ્લાના બે છેડેથી નાપાક ઘુસપેઠનો પેંતરો શું સુચવી જાય છે?કચ્છનું વહીવટીતંત્ર- દેશમાં ધામા નાખી બેઠેલી એજન્સીઓ સંકલન સાધી-સંયુકત રીતે આદરે ઉંડાણભરી તપાસ : પહેલા સરક્રીક-હરામીનાળા પાસેથી બાબુઆલી નામનો શખ્સે દબોચાયો, તો હવે રાપર બાલાસર સરહદેથી ખાવર ઝડપાયો? નાપાક મુલક કોઈ રેકી તો નથી કરાવી રહ્યુ ને? : બેલા-બાલાસર સરહેદે નાપાક મુલકથી ઘુસપેઠ કરવી છે ખુબજ કપરું કાર્ય? અગાઉ ઝડપાયેલ બાબુઅલીની પુછતાછમાં પણ રાજસ્થાનથી ગુજરાત સુધીના હથિયાર રેકેડનો પર્દાફાશ થયો હતો, આ ખાવરની પણ કરવી જોઈએ કડક તપાસ
પૂર્વ કચ્છ એસપીશ્રી આઈબીના કેમ ન લે કડક ઉધડા? : ગાંધીધામ ખાતે આઈબીમાં કોની પાસે છે જવાબદારી? બાલાસર પાસે ઝડપાયેલા ઘુસપેઠીયા અંગે આઈબીના અધિકારી-ટીમે શું આગોતરો અહેવાલ આપ્યો હતો?જો આપ્યો હોય તો પીઠ થબથબાવી જોઈએ પરંતુ આઈબીએ કોઈ જ આવી હલચલનો અહેવાલ સબંધિત પોલીસ મથકને આપ્યો ન હોય તો અહીના આઈબી અધિકારીના કડકમાં કડક પુછાણ લેવા જોઈએ? તેઓ અને તેમની ટીમ અહી કરે છે શું? કેમ આવી હલચલની ગંધ તેમને આવતી નથી?
શું આઈબી વિભાગ પણ બેજઓઈલ-તેલની હેરફેર, ખનીજમાફીયા-માટીચોરોની જ બાતમીઓ પર એક યા બીજા કારણોસર વધારે રાખી રહ્યુ છે નજર? દેશની સુરક્ષા-સલામતી તેમના માટે જાય તેલ લેવાનો જ થાય છે તાલ? : જાણકારોનો સવાલ
ગાંધીધામ : તાજેતરમાં ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા બાલાસર વિસ્તારમાથી એક પાકીસ્તાની શખ્સને ગેરકાયદેસર ઘુસપેઠ કરતા ઝડપી લેવાયો હતો તેની પ્રાથમિક પુછતાછમાં તે પાકીસ્તાનના સિંધ પ્રાંતના બદિન વિસ્તારનો ખાવર નામનો વ્યકિત હોવાનુ ખુલવા પામયું છે.આવા સમયે લાલબત્તી ધરવામા આવી રહી છે કે, બદીન વિસ્તાર છે તે ભારતમાં ર૬/૧૧ જેવા મોટા આતંકવાદી હુમલાને અંજામ આપનારા નાપાક આતંકવાદીઓનો મુખ્ય આક્કા, મુખ્ય સુત્રધાર, મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફીઝ સઈદનો ગઢ હોવાનુ માનવામા આવે છે. હાફીઝ સઈદ કચ્છની સામે પાર સિંધમાં આવેલા આ વિસ્તારમાં સમયોતરે જોવા મળી આવતો હોય છે. તે બદીન વિસ્તારમાં ચેરીટી એટલે કે સખાવતો કરવાના બહાને દેખા દેતો હોય છે. સરહદી ક્ષેત્રના જાણકારો તો એમ પણ કહી રહ્યા છે કે, જયારે જયારે હાફીઝ સઈદ બદીન વિસ્તારમાં ચેરીટીના નામે દેખાય છે ત્યારે ત્યારે ભારતમાં કચ્છ-ગુજરાતમાં કયાંક ને કંયાક નાપાક અડપલાઓ-અળવીતરાઓને અંજામ અપાયાનો ભુતકાળ બોલી રહ્યો છે. એથીય વધુ જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, જયારે ભુજમાં પોલીસ મથક પર સરપટ ગેટ પાસે ર૦૦થી વધુના ટોળાઓ પથ્થરમારાની ચોકાંવનારી ઘટનાને અંજામ આપી દીધો હતો તેનાથી અમુક દીવસો પહેલા પણ આ હાફીઝ સઇદ બદીન વિસ્તારમાં ચેરીટી-દાન-સખાવતી કરતા જોવામાં આવ્યો હતો. ભુજની પથ્થરમારાની ઘટનાથી તેનો કોઈ જ સબંધો હતો કે નહી તે તો ભગવાન જાણે, પરંતુ જોગ-સંજોગ કહીએ કે, બદીનમાં હાફીઝ દેખાયો અને તે બાદ અહી એકાદ અઠવાડીયામાં જ એજન્સીઓ, પોલીસની ઉંઘ હરામ કરી નાખતી અતિ ગંભીર અને સંવેદનશીલ એવી આખે આખા પોલીસ મથક પર જ હુમલા, પથ્થરમારાની ઘટના બની જવા પામી હતી. તે વખતે પણ સરહદી ક્ષેત્રના જાણકારો દ્વારા આઈબી વિભાગની ભુમિકાઓ પર અનેક અણીયાણા સવાલો ઉભા કર્યા હતા અને હાલમાં પણ જયારે પશ્ચીમ કચ્છ તથા પૂર્વ્ કચ્છમાં ઉપરાછાપરી દસેક દીવસના ગાળામાં જ જમીન સરહદે બે પાકીસ્તાની શખ્સો ગેરકાયદેસર ઘુસપેઠ કરતા ઝડપાઈ જવા પામ્યા છે ત્યારે આઈબીની ભુમીકાઓ પર સવાલ ઉભા થવા પામી રહ્યા છે.
તે વખતે પણ પોલીસ ટુંકી પડી જવા પામી હતી, ભુજ શહેરમાં એકચોટ તો નાશભાગની સ્થીતી ઢળતી સાંજે ઉભી થઈ ગઈ હતી, તેવો હિચકારો પથ્થરમારો પોલીસ તંત્ર-મથક પર થવા પામ્યો હતો ત્યારે આ પ્રકારની ઘટના બનશે કે બની રહી છે તેવો અહેવાલ તે વખતે આઈબીએ કેમ જે તે પોલીસ મથકને કે સરકારને ન આપ્યો? તે વખતે આઈબીવાળાઓ શું કરી રહ્યા હતા? અનેકવિધ વેધક સવાલો તે વખતે ઉભા થવા પામ્યા હતા. હામાં પણ બાલાસર સરહદેથી બીએસએફ દ્વારા જયારે આ પ્રકારના શખ્સને દબોચી લેવામા આવ્યો છે તો પૂર્વ કચ્છમાં આઈબી વિભાગે બાલાસર સહિતના પોલીસ મથકોને આવી હલચલ કે આવા શખ્સની ઘુસપેઠ બાબતે કોઈ અહેવાલ આગોતરી રીતે આપ્યો હતો ખરો? શું તેમના નેટવર્ક અને સોર્સમાથી આવી માહીતીઓ તેમને મળે છે ખરી? જો અહેવાલ આપી દીધો હોય આગોતરો તો પૂર્વ્ કચ્છ એસપીશ્રી અને સરકારે આવા અધિકારીની પીઠ ચોકકસથી થબથબાવી જોઈએ, ર૬મી જાન્યુઆરી જેવા દિવસે જ પાકીસ્તાની શખ્સ ઘુસી આવે અને તે પણ બદીન જેવા વિસ્તારનો રહેવાસી હોય, તો આ મામલે આઈબી વિભાગે ચોકકસથી આગોતરી મોનીટરીંગ અને માહીતીઓ રાખવી જ જોઈએ. પરંતુ જો આઈબી ઉંઘતું જ રહ્યુ હોય અને આ શખ્સને બીએસએફએ પકડી પાડયો હોય, આઈબી પાસે આ શખ્સને લઈને કોઈ જ વધુ માહીતીઓ ન હોય તો ખરેખર ચિંતાજનક વાત કહી શકાય તેમ છે.
અને આ માટે પૂર્વ કચ્છ એસપીશ્રીએ ગાંધીધામ સહિત પૂૃવ કચ્છમાં આઈબી વિભાગ, લોકલ એલઆઈબી વિભાગ શું કરી રહ્યુ છે? શું દેશહિતને લાગતા વિષયો બાબતે તેઓએ સર્તકતા દાખવવાની નથી હોતી? આઈબી વિભાગ માત્ર અને માત્ર બેઝઓઈલ, દારૂ, માટી ખનીજની બાતમીઓ જ આગોતરી એકઠી કરવામાં રટ્ટ નથી પડયાને? દેશ હિતનો વિષય જાય તેલ લેવા? એમ તો કોઈ નથી કરી રહ્યુ ને..? કારણ કે, જયારે પૂર્વ કચ્છમાથી બાબુઅલી નામનો ઘુસપેઠીયાઓ પકડાયો ત્યારે તે સરક્રીક એટલે કે ભારત અને પાકીસ્તાન વચ્ચે અતિ વિવાદીત રહેલ હરામીનાળા વીસ્તારની વાત આવી હતી, ઉપરાંત તેની હલચલ શંકાસ્પદ જ દેખાઈ હતી અને તેના પગલે જ વધુ આગવી કોઠાસુઝથી તપાસ કરાવમા આવતા આ બાબુઅલીની કડીઓ રાજસ્થાનથી ગુજરાતમાં ઓસ્ટ્રેલીયન બનાવટની આધુનીક રીવોલ્વર સહિતના હથિયારો, કારતુસ સાથે ખુલવા પામી હોવાનુ રેકર્ડ પર આવી ગયુ છે. ત્યારે હવે બાલાસર પાસેથી જે ખેવર નામનો શખ્સ પકડાયો છે તેનો વિસ્તાર બદીન છે, સિંધ પ્રાંતમાં આવેલો છે અને આ વિસ્તાર મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી હાફીઝ સઈઝનો વિસ્તાર છે. અહી તે છાશવારે આંટાફેરા કરતો રહેતો હોય છે. એટલે હાલતુરંત તો આ ઝડપાયેલા શખ્સથી શંકાસ્પદ કંઈ નથી મળ્યુ તે હાશકારા રૂપ વાત છે પરંતુ તેની પણ આગવી કોઠાસુઝ સાથે વિવિધ એજન્સીઓએ કડકાઈથી પુછતા કરવી જોઈએ તે જ દેશના હિતમાં રહેલુ બની રહેશે.
......................
ઘુસપેઠીયો ખાવર કોઈ ષડયંત્રના ભાગરૂપે તો
વાગડ સીમાએથી નથી ઘુસ્યો ને.?
ઘુસપેઠીયા ખાવરનો મકસદ શું હતો? રાત્રીના અંધારામાં શું કરવા માંગતો હતો?
ગાંધીધામ : ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસના રોજ, ગુજરાતના કચ્છ જિલ્લામાં, ભારતીય સરહદ સુરક્ષા દળ (મ્જીહ્લ) એ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરી છે. મ્જીહ્લ જવાનોએ કચ્છ સરહદ પર શંકાસ્પદ હિલચાલ જોઈ અને ઝડપી કાર્યવાહી કરી અને તે વ્યક્તિને પકડી લીધી છે. ખાવર નામનો આ વ્યકિત પ્રજાસત્તાક દીનની ભારતની ઉજવણીના સમયે જ રાત્રીના સમયે અંધારમાં બાલાસર સરહદેથી ઘુસપેઠ કરવા પાછળનો મકસદ ઈરાદો શુ હતો? આ તો રાત્રીના અંધારામાં હીલચાલને બીએસએફના જવાનો સમજી ગયા અને એલર્ટ દાખવી આ શખ્સને પકડી લીધો છે, જો તે પકડાયો ન હોત અથવા તો આ રીતે અહીથી પકડાયા નહી હોય અને ઘુસપેઠ કરી ગયા હશે તેવા નાપાક તત્વોનો આંક કેટલો હશે? ભારત-પાકિસ્તાન સરહદ એક સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં ઘૂસણખોરીના પ્રયાસો વારંવાર થાય છે, અને આવા કિસ્સાઓમાં સુરક્ષા દળોએ સતત સતર્ક રહેવું જરૂરી છે.

Comments