Trending News
સ્થાનિક સમાચાર

રાપર પ્રાંત કચેરીએ રાજકીય મહાકુંભ જેવો માહોલ

01 February


રાપર : રાપર પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે પ્રાંત કચેરીએ રાજકીય મહાકુંભ જેવો માહોલ જોવા મળ્યો હતો. ભાજપના તમામ ર૮ ઉમેદવારો ઉપરાંત કોંગ્રેસના બાકી રહેતા ઉમેદવારોએ પોતાના નામાકંન પત્રો દાખલ કર્યા હતા. રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો ઉમેદવારોના સમર્થનમાં હાજર રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.  કોંગ્રેસના વોર્ડ ૧ ના ઉમેદવાર રાજેશ કારોત્રા, સુરેશ કારોત્રા, વોર્ડ નં. ર માં રેહાના સલીમ, રીઝવાન નોડે, અશોક રાઠોડ, કિશન રાઠોડ, વોર્ડ નં. ૪ માં જાગૃતિ ગોસ્વામી, રાજેશ ડોડીયા, વોર્ડ નં. ૬ માં દિનેશ ઠક્કર, રાજેશ મસુરીયાએ પોતાના નામાંકન પત્ર દાખલ કર્યા હતા.  વોર્ડ નં. ૩ માં અપક્ષ ઉમેદવાર ખીમીબેન ઠાકોર, શાંતિબેન પરમારે ફોર્મ ભર્યા હતા. આ વેળાએ કોંગ્રેસના આગેવાન ભચુભાઈ આરેઠીયા, ભીખુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી, મામલતદાર એચ.બી. વાઘેલા, ચીફ ઓફીસર રવાજી જાડેજા સહિતના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM