તાલુકા પંચાયતની ત્રણ બેઠકોની પેટા ચૂંટણીનો ધમધમાટ
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ
ભુજ : કચ્છની બે નગરપાલિકાઓ ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મોટી રાત્રે ઉમેદવારોની સૂચિજાહેર કરી હતી. જેમાં તાલુકા પંચાયતની ત્રણ બેઠક માટે પાર્ટી હાઈકમાન્ડે પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા નિષ્ઠાવાન કાર્યકરોને તક આપી છે. ભચાઉ તાલુકાની લાકડિયા-ર બેઠક પર હરિભા વિશ્રામભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકાની મોટી ભુજપુર-ર બેઠક પર નારણ કાનાભાઈ સાખરા અને માંડવી તાલુકાની દરશડી બેઠક પર વિનોદભાઈ પુંજાભાઈ જબુઆણીને ટિકિટ આપી હતી. ત્રણેય ઉમેદવારોએ આજે વિજય મુહૂર્તમાં પોતાના નામાંકન પત્ર દાખલ કર્યા હતા.

Comments