સ્થાનિક સ્વરાજ્યનો જંગ : રાપર પાલિકા માટે ૧૮ ઉમેદવારી પત્રક ભરાયા
રાપર : નગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુરુવારે રાપર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસના ૧ર ઉમેદવારોએ પોતાના ફોર્મ દાલખ કર્યા બાદ આજે આ લખાઈ રહ્યું છે ત્યારે વધુ છ ઉમેદવારી પત્રકો રજૂ થયા છે. રાપર નગરપાલિકાના ૭ વોર્ડની કુલ ર૮ બેઠકો પૈકી અડધાથી વધુ બેઠકો માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. આજે સાંજ સુધી વધુ કેટલાક ઉમેદવારો પોતાના ફોર્મ દાખલ કરી તેવી સંભાવના જોવાઈ રહી છે. ગુરૂવારે રાપર નગર પાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી, રાપર મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ કોગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે ૧૧ ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. આ વેળાએ કોંગ્રેસ આગેવાન ભચુભાઇ આરેઠીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઇ સોલંકી, શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ, રાજુભાઈ ચૌધરી, મિતુલ મોરબીયા, પ્રકાશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પ્રક્રિયા ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી મામલતદારના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા, કે.સી. સુથાર, નાયબ મામલતદાર એસ.એસ. રાજપુત, મહેશ ઠક્કર, બી.આર. જાડેજા, વી.એ. મહેશ્વરી, ગીરીશભાઇ પ્રજાપતિ, એસ.બી. ઘાસુરા, વી.જે. રબારી, વી.એ. ચીભડીયા, એસ.એન. પટેલ, પી.જે. સોનગરા, જે.એચ. ચૌઘરી, મેહુલભાઇ દવે, બી.પી. પરાલિયા, એસ.કે. જાદવ, કે.બી. મારવાડા, મહેશ સુથાર વિગેરેએ કામગીરી કરી હતી. આગામી બે દિવસમાં ફોર્મ ભરવાની કામગીરી ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા કરવામાં આવશે. આમ રાપર નગર પાલિકામા દિવસે દિવસે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ ઉમેદવારી પત્રોમાં વોર્ડ ૬માં ફૂલીબેન ધનજી રજપૂત, રાજુબેન જેઠાભાઈ ચૌધરી, વોર્ડ ૫માં રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી, હેતલબેન મિતુલભાઈ મોરબીયા, મિતુલભાઈ જયંતીલાલ મોરબીયા, ભક્તિબેન રાજુભાઈ ચૌધરી, વોર્ડ ૭માં લખમણભાઇ ગોરાભાઈ ચૌહાણ, વોર્ડ ૧માં મુસ્તાક મહંમદ નોડે, નવીબેન વીરાભાઈ ડોડીયા, વોર્ડ ૫માં પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરી, રાજુબેન પુંજાભાઈ ચૌધરી રજૂ કરવામાં આવ્યા હતા. આજે વોર્ડ નં.૭ મા મેગીબેન ડાયાભાઈ કોલી, વોર્ડ નં.૧ માનાબેન મોરારભાઈ ચાવડા, વોર્ડ નં.૭ મા હિતેશ દેસરભાઈ સંઘાર અને વોર્ડ નં.૪ મા
જાગૃતિબેન વિનોદભાઈ, વોર્ડ નં.૩માં કાનીબેન રાજાભાઈ આરેઠિયા, વોર્ડ નં.પમાં ગીતાબેન ઈશ્વરલાલ સોની સહિત ૬ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. આ વેળાએ કોંગ્રેસના અગ્રણી બચુભાઈ આરેઠીયા અને તાલુકા પ્રમુખ ભીખુભા સોલંકી સહિતના અગ્રણીઓ હાજર
રહ્યા હતા.
............
મતદારયાદીમાં થયેલ સુધારણા કોને ફળશે ?
રાપર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ તે પૂર્વે થયેલ મતદારયાદી સુધારણામાં રાપર નગરપાલિકાના વોર્ડ સીમાકન સાથે મતદારોની સંખ્યામાં ફેરફાર થયો હતો. વોર્ડ નં.પનો વિસ્તાર વધતા વોર્ડ નં.૪ ના કેટલાક તદારોનો વોર્ડ નં.પ માં સમાવેશ થયો હતો. વોર્ડ નં.૧ ના સીમાંકનમાં ફેરફાર થતા વોર્ડ નં.૧ મા મતદાર વધ્યા છે. વોર્ડ નં.રના કેટલાક મતદારોનો આ વખતે વોર્ડ નં.૧ મા સમાવેશ થયો છે. ચૂંટણી પૂર્વે મતદારોની સંખ્યામાં થયેલ ફેરફારથી ક્યા પક્ષને ફાયદો થશે તેની ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે.

Comments