Trending News
સ્થાનિક સમાચાર

તો કાસેઝમાં મુંબઈના યશના મિક્ષ-ઓઈલના પણ મોટા કાળા કારોબારના નેટવર્કનો થશે ભાંડાફોડ

31 January

દિલ્હી DRI  ફ્રેબ્રીકકાંડમાં કડકાઈથી ત્રાટકશે 





દિલ્હી ડીઆરઆઈ કક્ષાએથી દેશવ્યાપી ફ્રેબ્રીક એન્ટી ડમ્પીંગ ડયુટીચોરો પર બોલાવેલી તવાઈ વખતે સુચક ઈશારે




મુંદરામાં પણ ૭૦ કન્ટેઈનરો ખુલવાની ગણાઈ રહી છે ઘડીઓ, દિલ્હી ડીઆરઆઈના એસઆઈઓ કક્ષાના અધિકારી આદરી રહ્યા છે છાનબીન : જો સચોટ અને ઝીણવટભરી તપાસ કરવામા આવશે તો આ ૭૦ કન્સાઈનમેન્ટમાં કયાંક ને કયાંક ઝોનમાં યુનિટ ધરાવનારા રશીદ-યશના જ નામો આવશે બહાર, બન્ને મુંબઈ બેઝ છે, તેમાંથી યશ તો ઝોનમાં અલગ અલગ પ્રકારના મિસડીકલેરેશનકાંડ તથા ખાસ કરીને તેલનો મોટો સ્મગલર્સ હોવાની છે ચર્ચા




બેઝઓઈલના બહાને મીક્ષ ઓઈલ-હાઈડ્રો કાર્બનો જોખમી જથ્થો ઠાલવનાર યશની પાછળ કોનો દોરીસંચાર? સ્થાનિક ઝોનમાં યશ વતીથી યુએસી મીટીગોમાં કોણ રહે છે હાજર? સ્થાનિકે આ મુંબઈવાળા યશનું કસ્ટમ કલીયરીંગનું કામ કોણ સંભાળે છે? : જો કડક અને ઉંડાણપૂૃવકની તપાસ કરવામાં આવશે તો કઈકના પગ તળે રેલો આવશે




ગાંધીધામ :  દેશના મહાબંદરો પૈકીના એક એવા મુંદરામાં પાછલા અમુક સમયથી એક મુકીને બીજી કોમોડીટી-ચીજવસ્તુઓની મિસડીકલેર કરીને મોટાપાયે આયાત કરવામાં આવતા હોવાના ઘટનાક્રમો અલગ અલગ એજન્સીઓ ઉઘાડા પાડી રહી છે. કયાંક સ્થાનિક તો મોટાભાગે બહારની એજન્સીઓ આવા ઘટનાક્રમોનો ખુલાસો કરી દે છે. તાજેતરમાં જ પણ દિલ્હી ડાયરેકટર ઓફ રેવેન્યુ ઈન્ટેલીજન્સની ટુકડી દ્વારા પણ મુંદરામાં ચીનથી આવેલા ફેબ્રીકના ૭૦ જેટલા કન્ટેઈનરોને હોલ્ડ પર રખાવી દીધા છે અને તેની છાનબીન તથા પરીક્ષણ કરવાની ઘડીઓ ગણાવવા પામી રહી છે. ત્યારે બીજીતરફ જાણકારો કહી રહ્યા છે કે, જો મુંદરામાં આ પ્રકરણમાં ડીઆરઆઈ કડક, તટસ્થ અને જીણવટભરી તપાસ હાથ ધરશે તો ચોકકસથી આ કન્સાઈનમેન્ટનો રેલો ઝેાન સુધી લંબાવવા પામી શકે તેમ છે. એટલુ માત્ર જ નહી પરંતુ ઝોનમાં પણ મુંબઈના મુખ્ય સુત્રધારો યુનિટ ધરાવી રહ્યા છે તેમના સુધી ગાળીયો પહોચી શકે તેમ છે. ખૈર, આ કેસમાં તો દિલ્હી ડીઆરઆઈ પદ્વતીસરની તપાસ આદરી જ રહી છે પરંતુ તેની સાથે સાથે જ જો ખેરખર ઝોન સુધી તપાસ પહોચે અને મુંબઈના યશ દ્વારા અહી જે યુનિટ વસાવાયેલ છે તેમાં તપાસ આદરવામાં આવે તો ન માત્ર ફેબ્રીકમાં કરોડોની એન્ટી ડમ્પીંગ ડયુટીચોરીનો કેસ ખુલશે બલ્કે મુંબઈથી બેઠા બેઠા કચ્છમાં ઝોન મારફતે મિક્ષ ઓઈલ-તેલ-બેઝઓઈલનો પણ મોટો કાળો કારોબાર ધરાવતા આ યશના કારનામાઓ બહારઆવવા પામી જશે તેમ જાણકારો કહી રહ્યા છે. જાણકારો કહી રહ્યા છે કે, યશ મુંબઈમાં બેઠો છે. ઝોનમાં તેણે એક યુનિટ વસાવેલ છે અને અહી તે બેઝઓઈલના નામે મિક્ષ હાઈડ્રોકાર્બન સહિતના ઈંધણો-કેમીકલ ઠાલવી રહ્યો છે. યશ ન માત્ર ફેબ્રીક બલ્કે તેલના બેનામી ધંધામાં પણ હથરોટી ધરાવી રહ્યો હોવાનુ મનાય છે. રશીદ તો માત્ર ફ્રન્ટ રનર એટલે કે આગળનો મહોરો જ છે પરંતુ મુળ ખેલાડી યશ જ હોવાનુ મનાય છે. જરૂર છે હવે ડીઆરઆઈ દિલ્હીની ટુકડી જીણવટભરી તટસ્થ અભ્યાસ સાથેની તપાસ હાથ ધરે. મુંદરામાં પરીક્ષણ થયા બાદ સત્તાવાર રીતે ફેબ્રીકની એન્ટી ડમ્પીંગ ડયુટી ચોરોનો પર્દાફાશ થવા પામશે અને તે કન્ટેઈનર કયા જવાના હતા એટલી માત્ર છાનબીન થશે તો મુંબઈ બેસી અને દેશના અલગ અલગ બંદરો પર કાળાકારોબાર ધમધમાવતો યશનો ચહેરો પણ બેનકાબ થવા પામી શકે છે તેવી ચોકકસ ભીતી જાણકારો દર્શાવી 
રહ્યા છે. 




.............




કચ્છઉદયના અહેવાલનો ત્વિરત પડઘો



મુંદરામાં દિલ્હી ડીઆરઆઈ દ્વારા ફેબ્રીકના ૭૦ કન્ટેઈનર અટકવાયા છે, જો એજન્સી ઘનિષ્ઠ તપાસ કરશે તો કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક જોનમાં ફેબ્રીકના કૌભાંડોને અંજામ આપનારા યુનિટ સુધી રેલો લંબાશે તેવી આલબેલ રજુ કરતો અહેવાલ તા. ર૪/૧/રપના પાના ન. ૮ પર  રજુ કરવામા આવ્યો હતો અને તે બાદ હવે ડીઆરઆઈએ કાસેઝમાં તપાસ કન્દ્રીયત કરતા કચ્છઉદયના અહેવાલનો ત્વિરત પડઘો જીલાતો જોવાઈ રહ્યો છે.



..............



દિલ્હી ડીઆરઆઈ કાસેઝમાં ત્રાટકી ? ફેબ્રિકવાળા
યુનિટ તપાસના રડારમાં : મોટું કૌભાંડ ખુશલે..?


ગાંધીધામ : મુંદરામાં દિલ્હી ડીઆરઆઈની ટુકડી ત્રાટકી અને ફેબ્રીકના ૭૦ જેટલા કન્ટેનરો અટકાવી દીધા હતા. આ કન્ટેઈનરોમાથી ૮૦ ટકા કન્ટેનરો કાસેજના યુનીટમાં જવાના હોવાની લાલબત્તી આ જ પ્લેટફોર્મ પરથી ધરવામા આવી હતી અને હવે ગઈકાલે સવારે ૧૧ વાગ્યાથી દિલ્હી ડીઆરઆઈની ટુકડી અહીના ફેબ્રીકવાળા યુનિટમાં ક્રોસ વેરીફીકેશન-તપાસ આદરી રહી હોવાના અહેવાલો મળ્યા છે. પીવીસી ડીકલેર કરી પીયુ કોટેડ એટલે કે ઉચી ડયુટીવાળા ફેબ્રીક ગેરકાયદેસર રીતે લાવવામા આવી રહ્યા હોવાની ગંધના આધારે આ તપાસ ચાલી રહી છે. ગત રોજ સવારથી શરૂ કરાયેલી આ તપાસ લંબાણપૂર્વક ચાલી હોવાથી મોટુ કૌભાં અહીથી બહાર આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

Comments

COMMENT / REPLY FROM