કાર્યદક્ષતા ક્ષેત્રે ભુજ કોમર્શિયલ બેંકને બેંકો બ્લુ રિબિન ૨૦૨૪ પ્રતિષ્ઠીત એવોર્ડ એનાયત
ભુજ : કોલ્હાપુર સ્થિત એવીસ પબ્લીકેશન દ્વારા “બેંકો” નામે રેફરન્સ ડાયરી પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એકટ ૧૯૪૯ અન્વયે સમયાંતરે થતાં સુધારા વધારાનો ઉલ્લેખ કરવામાં આવે છે. તેમના દ્વારા દર વર્ષે રાજય સહકારી બેંકો, ડિસ્ટ્રીક સહકારી બેંકો તેમજ અર્બન કો-ઓપ. બેંકો પાસેથી વહીવટી આંકડાકીય તથા અન્ય બેન્કિંગ સંલગ્ન માહિતી મેળવી પરફોર્મન્સનાં આધારે જે તે બેંકને પુરસ્કૃત કરવામાં આવે છે, બેંક દ્વારા નાણાકીય વર્ષ્ષ ૨૦૨૩-ર૪ની ઓડીટેડ આંકડાકીય માહિતી મોકલેલ જેને અનુલક્ષીને આ એવોર્ડ મળેલ છે. “બેંકો”ની એવોર્ડ વિતરણ કરવા માટે જયુરી કમિટી હોય છે, જેમાં અલગ અલગ કેટેગરીમાં આવેલ અરજીઓ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવે છે. કમિટી દ્વારા પૂરતી ચકાસણી કર્યા બાદ એવોર્ડ એનાયત કરવામાં આવતું હોય છે. ભુજ કોમર્શિયલ કો-ઓપ. બેંકને વર્ષ ૨૦૨૩-૨૪ માટે બેસ્ટ ટુર્નારાઉન્ડ બેંકની શ્રૃંખલામાં બેંકનાં પરફોર્મન્સનાં આધારે ઓલ ઇન્ડિયા અર્બન બેંકસ કેટેગરીની બેંકોમાં પ્રતિષ્ઠીત પુરસ્કાર “બેંકો બ્લુ રિબિન ર૦૨૪” એવાર્ડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં પૂર્વ ચીફ જનરલ મેનેજર (સીજીએમ) ભારગેશ્વર બેનરજીનાં હસ્તે સમાંરભમાં એવોર્ડ એનાયત કરવામાં આવવ્યો હતો. આ સમારંભમાં બેન્કમાંથી ઉપસ્થિત બેંકનાં ચેરમેન ધીરેન ભાનુભાઇ ઠક્કર, મેનેજીંગ ડાયરેક્ટર ગૌતમભાઇ આર. ઠક્કર, ડાયરેકટર કલ્પેશભાઇ આર. ઠક્કર, હિતેષભાઈ સી. ઠક્કર અને મનીષભાઇ પી. ઠક્કર તેમજ બેંકના જનરલ મેનેજર ધીરેનભાઇ એસ. મજેઠીયા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ બેંકો બ્લુ રિબીન સેરેમની ૨૦૨૪ અંબાવેલી સિટી - લોનાવાલા મહરાષ્ટ્ર ખાતે યોજવામાં આવી હતી. આ પ્રતિષ્ઠીત એવોર્ડ બેંકને મળ્યું તે બદલ બેંકનાં બોર્ડ ઓફ ડાયરેકટર્સ અને સમસ્ત સ્ટાફગણ ગૌરવ અનુભવેલ છે તેવું બેંકકની યાદીમાં જણાવાયું છે.
-----

Comments