એપીસેઝનો કર બાદનો નફો ૩૨ ટકા વધી રૂ.૮,૦૦૦ કરોડને પાર
અમદાવાદ અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (એપીએસઇઝેડ)એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પૂરા થતાં ત્રીજા ક્વાર્ટર અને નવ મહિનાના પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ ૨૫ના નવ માસ દરમિયાન આવકમાં ૧૪%નો વધારો થયો છે અને વાર્ષિક ધોરણે ઈબીઆઈટીડીએ ૧૯% વધ્યો છે જ્યારે કર બાદનો નફો ૩૨% વધ્યો છે. નાણા વર્ષ-૨૪ના આ સમયમાં ઈબીઆઈટીડીએ માર્જિન ૬૦% હતો તે નાણા વર્ષ-૨૫માં વધીને ૬૨% થયો છે.ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં ગોપાલપુર અને એસ્ટ્રો ઓફશોરનો રૂ.૪,૬૦૦ કરોડથી વધુનો સોદો આખરી કરવામાં આવ્યો છે. ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા સંચાલિત ટ્રકિંગ મેનેજમેન્ટ સોલ્યુશન (ટીએમએસ) શરુ કરવામાં આવ્યું છે. ગત નાણા વર્ષ ૨૪માં ટીટીએમ ઈબીઆઈટીડીએનું ચોખ્ખું દેવું ૨.૩ટ સામે ૨.૧ટ થયું છે. નાણાકીય વર્ષ- ૨૫માં ઈબીઆઈટીડીએ ગાઇડન્સ વધીને રૂ. ૧૮,૮૦૦-૧૮,૯૦૦ કરોડ થયું છે. એપીસેઝના પૂર્ણસમયના ડાયરેકટર અને સીઇઓ અશ્વીની ગુપ્તાએ નાણા વર્ષ ૨૫ના ૯ માસ દરમિયાન પ્રાપ્ત કરેલી પ્રગતિની અદ્દભૂત ગતિને ઉત્સાહવર્ધક ગણાવતા આનંદ વ્યક્ત કરી કહ્યું હતું કે, કંપનીના વ્યવસાયના ૩ મુખ્ય ક્ષેત્રો વોલ્યુમ -પ્રાઇસ મિશ્રણમાં વધારાને અનુરુપ બજારના હિસ્સામાં ફાયદા સાથે લોજિસ્ટિક્સ વર્ટિકલમાં ટ્રેક્શન અને ટેકનોલોજી સંચાલિત કામકાજ અને તેનાથી કાર્યક્ષમતા તથા તેની અપવાદરૂપ અમલવારીના લાભ દ્વારા આ પ્રગતિ પ્રાપ્ત થઇ છે.લોજિસ્ટિક્સ ક્ષેત્રે અમારી પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીએ વર્ષની શરૂઆતમાં એક નવું ટ્રકિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું, જે બાકીની લોજિસ્ટિક્સ મૂલ્ય સાંકળમાં એકીકૃત કરવામાં આવી રહ્યું છે જે અમને એક સાચી સંકલિત ટ્રાન્સપોર્ટ યુટીલિટી બનાવશે એમ તેમણે કહ્યું હતું. તદુપરાંત એસ એન્ડ પી ગ્લોબલ સીએસએ દ્વારા વૈશ્વિક પરિવહન ઉદ્યોગની ટોચની દશ કંપનીઓમાં અદાણી પોર્ટસને માન્યતા આપવામાં આવી છે.વાર્ષિક ધોરણે કામકાજમાંથી આવક ૧૪% વધીને રૂ .૨૨,૫૯૦ કરોડ થઈ છે. બંદરોની આવક ૧૧% વધીને રૂ.૧૭,૧૭૨ કરોડ અને લોજિસ્ટિક્સની આવક ૨૨% વધીને રૂ.૧,૮૫૨ કરોડ થઈ છે. એપીસેઝ ૨૦૪૦ સુધીમાં નેટ ઝીરોને હાંસલ કરવાનું લક્ષ્યાંક બનાવી રહી છે. કંપની નવી રીન્યુએબલ ક્ષમતામાં ૧૦૦૦ મેગાવોટ ઉમેરવાના માર્ગે આગળ વધી રહી છે. નાણાકીય વર્ષ ૨૫ના નવ માસમાં ઓલ-ઇન્ડિયા કાર્ગો માર્કેટનો હિસ્સો ગત વર્ષના સમાન ગાળાના ૨૬.૫% સામે ૨૭.૨% હતો. ઉકત સમાન ગાળા દરમિયાન કન્ટેનર માર્કેટનો હિસ્સો નાણાકીય વર્ષ ૨૪ ના ૪૪.૨% સામે ૪૫.૨% ઉપર રહ્યો હતો.
--------

Comments