રાપર નગરપાલિકા મા કોગ્રેસ દ્વારા અગિયાર ઉમેદવારી પત્રો રજુ કર્યા
રાપર : વાગડ વિસ્તારમાં હાલ રાપર ભચાઉ શહેર મા ચુંટણી નો માહોલ બરાબર નો જામ્યો છે ત્યારે આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી તથા રાપર મામલતદાર એચ.બી.વાઘેલા સમક્ષ કોગ્રેસ દ્વારા પાંચ વોર્ડ માટે અગિયાર ઉમેદવારી પત્રો રજૂ કરવા મા આવ્યા હતા આ સમયે કોગ્રેસ આગેવાન ભચુભાઇ આરેઠીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઇ સોલંકી શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ રાજુભાઈ ચૌધરી મિતુલ મોરબીયા પ્રકાશ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રક્રિયા ચુંટણી અધિકારી સુરેશભાઇ ચૌધરી મામલતદાર એચ.બી.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફિસર રવાજી જાડેજા કે.સી.સુથાર, શિરસ્તેદાર, પ્રાંત કચેરી, તથા નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત મહેશ ઠક્કર બી.આર.જાડેજા વી.એ.મહેશ્વરી, ગીરીશભાઇ પ્રજાપતિ, એસ.બી.ઘાસુરા, વી.જે.રબારી, વી.એ.ચીભડીયા, એસ.એન.પટેલ, પી.જે.સોનગરા, જે.એચ.ચૌઘરી, મેહુલભાઇ દવે, બી.પી.પરાલિયા એસ.કે.જાદવ કે.બી.મારવાડા મહેશ સુથાર વિગેરે એ કામગીરી કરી હતી આગામી બે દિવસમાં ફોર્મ ભરવાની કામગીરી ભાજપ અને કોંગ્રેસ તથા આપ દ્વારા કરવામાં આવશે આમ રાપર નગરપાલિકા મા દિવસે દિવસે રાજકીય ગરમાવો જોર પકડી રહ્યો છે.કોગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવા મા આવ્યા હતા જેમા વોર્ડ ૬- ફૂલીબેંન ધનજી ગોહિલ રજપૂત, રાજુ બેન જેઠાભાઈ ચૌધરી, વોર્ડ ૫- રાજુભાઈ મહાદેવભાઈ ચૌધરી, હેતલબેન મિતુલભાઈ મોરબીયા, મિતુલભાઈ જયંતીલાલ મોરબીયા, ભક્તિબેન રાજુભાઈ ચૌધરી, વોર્ડ ૭ - લખમણભાઇ ગોરાભાઈ ચૌહાણ, વોર્ડ ૧- મુસ્તાક મહંમદ નોડે , નવી બેન વીરાભાઈ ડોડીયા, વોર્ડ ૫ -પુંજાભાઈ ગેલાભાઈ ચૌધરી રાજુ બેન પુંજાભાઈ ચૌધરી રજૂ કરવામાં આવ્યા હતા.

Comments