Trending News
સ્થાનિક સમાચાર

અંજારના સતાપર ચોકડી અને કળશ સર્કલ પાસે ટ્રાફિકજામ

30 January



અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અવાર નવાર થતો ટ્રાફિકજામના પ્રશ્નનો ઉકેલ લાવવા પોલીસ સહિત તંત્રને તાકીદ કરી 



અંજાર : અહીંના સતાપર રેલવે ફાટક પાસે મધ્ય રાત્રીના ૩ વાગ્યાથી ટ્રાફિકજામ થતાં અંજાર પોલીસ, મામલતદાર ઘરના સ્થળે આવી પહોંચ્યા હતા અને યોગેશ્વર ચોકડીવાળો માર્ગ ચાલુ કરી ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ સતાપર ચોકડી પાસે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે એકતરફ જ રસ્તો ચાલુ છે, જેના કારણે અવાર નવાર ટ્રાફિકજામ થાય છે. તો આજે મધરાત્રે ૩ વાગ્યાની આસપાસ પ્લેટો ભરેલા ટ્રેઈલર રસ્તા પરથી પસાર થતું હતું, ત્યારે રસ્તામાં પ્લેટો વિખેરાઈ જવાના કારણે પાછળ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને જોત જોતામાં લાંબી લાઈનો લાગી ગઈ હતી. જેના કારણે ભારે વાહનો બીજી જગ્યાએ ચલાવવામાં આવ્યા હતા. તે વચ્ચે કળશ સર્કલ પીજીવીસીએલ ભુજ -અંજાર વાળા રસ્તા પર સવારે ટ્રેઈલર રસ્તા વચ્ચે બંધ પડી જવાના કારણે ભુજના માર્ગ પર પણ ટ્રાફિકજામ થયો હતો. જેની જાણ અંજાર પોલીસને થતાં તાત્કાલિક યોગેશ્વર ચોકડીથી ભારે વાહનોના પ્રવેશ સબંધી જાહેરનામું છે, પરંતુ આ રસ્તાને ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે તાત્કાલિક પોલીસ દ્વારા આ માર્ગેથી વાહનો ચલાવવામાં આવી રહ્યા છે. હાલે આ લખાય છે, ત્યારે પણ ટ્રાફિકજામને હળવો કરવા માટે પોલીસ દ્વારા કામગીરી કરાઈ રહી છે. તો આ બાબતે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ આ વિસ્તારમાં અવાર નવાર થતો ટ્રાફિકજામના પ્રશ્નનો ઉકેલ લાવવા પોલીસ સહિત તંત્રને તાકીદ કરી હતી. સાથે હાલે ટ્રાફિકજામને તાત્કાલિક હળવો કરવા માટે કહ્યું હતું.

Comments

COMMENT / REPLY FROM