Trending News
સ્થાનિક સમાચાર

મુંબઈની ફલાઈટ રદ્‌ થતા ભુજ એરપોર્ટે પ્રવાસીઓ રઝળી પડ્યા

30 January


એલાયન્સ એરની સેવા ફરી એકવાર ખાડે ગઈ : અવારનવાર મુંબઈથી સેવા રદ્‌ કર્યા બાદ હવે ભુજથી પણ વિમાની સેવા કેન્સલ થતા લોકોને તગડું નુકશાનઃ તગડા ભાડા વસુલવા છતાં સેવા ન આપવાની નીતિ સામે એરપોર્ટ ઓથોરીટીના ચાર હાથ : ચૂંટાયેલા નેતાઓ, સંસ્થાઓનું મૌન અકળાવનારૂં



ભુજ : કોઇ મહત્ત્વનું કામ હોય અને એના માટે વિમાનનું મોંઘું ભાડું ચૂકવીને આપણે પહોંચીએ છીએ પરંતુ એરલાઈન્સવાળા આવી પરિસ્થિતિને સમજતા નથી અને પેસેન્જરનું જે થવાનું હોય તે થાય, પણ ફ્લાઈટ રદ થઇ ગઇ છે એવું કહેવાની જાહેરાત કરી હાથ ખંખેરી દેવામાં આવે છે. જેનાથી આર્થિક ફટકો ભોગવવા સાથે યાતના ભોગવવાનો વારો આવે છે. ભુજ - મુંબઈ વચ્ચે એર ઈન્ડિયા અને એલાયન્સ એરની બે વિમાની સેવા છે. પરંતુ એલાયન્સ એરની વિમાની સેવા ચાલુ મહિનાથી ખાડે ગઈ હોય તેમ ચાર થી પાંચ વખત મુંબઈથી એરપોર્ટથી ફલાઈટ રદ્‌ કરવામાં આવી જેથી ભુજથી ઉડાન ભરી અને હવે તો હદ ત્યારે થઈ ભુજ એરપોર્ટે પણ પ્રવાસીઓ પહોંચી ગયા ત્યારે ફલાઈટ રદ્‌ કરી દેવામાં આવી હતી.  વિદ્યાવિહારની સ્કાયલાઈન ઓએસીસમાં રહેતા અને એસી ડક્ટિંગનો બિઝનેસ કરતા અરવિંદ ભાનુશાલી અને તેમના જ્ઞાતિના ચાર સભ્યો ધાર્મિક કામ માટે ભુજ આવ્યા હતા. પાંચ દિવસનાં રોકાણ બાદ તેઓ બુધવારે કામ પૂરું કરીને ફ્લાઈટમાં મુંબઈ જવા નીકળવાના હતા. બુધવારે ભુજથી મુંબઈ માટેની ફ્લાઈટની તેમણે ટિકિટ કઢાવી હતી, પણ ટેક્નિકલ કારણસર ફ્લાઈટ રદ્‌ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. આને કારણે આ ફ્લાઈટના ૬૦ પેસેન્જરને ભારે રઝળપાટ અને ભાગદોડ કરવાનો વારો આવ્યો હતા. નિયમ પ્રમાણે ફલાઈટ ેકેન્સલ થાય તો સારી હોટલમાં રોકાણ, બીજી વિમાની સેવામાં ટીકીટ અથવા રીફંટ આપવાની જોગવાઈ છે પરંતુ અહીં પ્રવાસીઓને કોઈ સુવિધા આપવામાં આવતી નથી. રીફંડ પણ ઘણા દિવસો પછી જમા થાય છે. એલાયન્સ એરની હવાઈ સેવા ખાડે ગઈ છે. પરંતુ એરપોર્ટ ઓથોરીટીના તેમના પર ચાર હાથ જોવા મળી રહ્યા છે. તેમજ પ્રવાસીઓને હાલાકી પડતી હોવા છતાં ચૂંટાયેલા નેતાઓ, સંસ્થાઓ પણ મૌન સેવીને બેસી ગયા છે. આ ચુપકીદી પણ અકળાવનારી બની રહે છે.

 

Comments

COMMENT / REPLY FROM