ગાંધીધામમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા
જૂની સુંદરપુરીમાં ગઈકાલે મધરાત્રે બે વાગ્યાના અરસામાં બન્યો બનાવ : ત્રણ શખ્સોએ હથિયારના ઉપરાઉપરી ઘા માયા’
ગાંધીધામ : શહેરના જૂની સુંદરપુરીમાં મોડી રાત્રે યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ ત્રણ જેટલા શખ્સોએ હથિયારના ઉપરાઉપરી ઘા ઝીકી યુવાનને મોતને ઘાટ ઉતારતા ચકચાર મચી ગઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે બે વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. જુની સુંદરપુરીમાં સમાજવાડી પાસે શાળાની દિવાલ નજીક બનેલી આ ઘટનામાં ત્રણ જેટલા શખ્સોએ રર વર્ષિય ગોપાલ વેલજી પીંગોલ (મહેશ્વરી) નામના યુવાન સાથે બોલાચાલી કરી ઉશ્કેરાઈને હુમલો કર્યો હતો. શરીરે ઉપરાછાપરી ઘા મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે સારવાર નસીબ થાય તે પહેલા મોત થયું હતું. આ બનાવમાં રવી નારાણ માતંગ, કરણ નારાણ માતંગ અને સુનીલ અભુ સંજોટ નામના શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. દેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવા સાથે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Comments