Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા-ગાંધીધામ-સામખીયાળી-લાકડીયા હાઈવે પર અમુક  ઢાબાસ્ટાઈલ હોટલો અસામાજીક પ્રવૃતીઓના અડ્ડા.!

30 January

પોલીસતંત્ર સામુહીક ઝુંબેશરૂપ તવાઈ બોલાવે..!




ભચાઉ પાસેની આશીષ હોટેલના સંકુલમાથી ચોરાઉ કેમીકલના કૌભાંડનો પર્દાફાશ થતી વખતે વધુ એક વખત લાલબત્તી



સામખીયાળીથી લઈ અને ગાંધીધામ તથા ગાંધીધામથી માંડી અને મુંદરા સુધીના હાઈવે પટ્ટામાં કઈક ઢાબા સ્ટાઈલ હોટેલોના ખુલી ગયા છે હાટડા : અગાઉ અંજારના ખેડોઈ પટ્ટામાથી હાઈવે હોટલમાથી ૧૦ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો પકડાઈ ચૂકયો છે, હાલમાં પણ ઠેર-ઠેર આવી અમુક હોટેલામાં ચોરાઉ તેલ-દારૂની ભઠ્ઠીઓ સહિતના બેનામી ધંધાઓ બિનધાસ્ત થાય જ છે, તો બહારના રાજયમાથી આવતા વાહનોમાં ડ્રગ્સના પડીકાઓ પણ મોટા પ્રમાણમાં ઠલવાઈ રહ્યા હોવાનું ચર્ચાય છે


ખોટલે મોટી ખોટ : ખાખીધારીઓ  આવી હોટલો પર જિલ્લાવ્યાપી સરપ્રાઇજ તવાઈ બોલાવી અને ડ્રગ્સ સહિતના ગુપ્ત નેટવર્કને તોડવાની જવાબદારી નિભાવે તે વધુ ઈચ્છનીય? ખરેખર ખાખીધારી અધિકારીઓને ડ્રગ્સના નેટવર્કને આખેઆખુ ભાંગવામાં રસ જ ન હોય તેવો દેખાય છે તાલ




ગાંધીધામ : તાજેતરમાં જ ભચાઉ સમીપે હાઈવે હોટેલ પર આશીષ હોટેલના પાર્કીંગમાં તેના જ સંચાલન સંભાળનારા શખ્સની સંડોવણી વાળા ચોરાઉ આધાર પુરાવા વિનાના કેમીકલ-ફીનોલના જથ્થાને પકડી પાડવામા અવ્યો છે. પોલીસે આ જથ્થો પકડવાની જે જાગૃતી દાખવી છે તે આવકારદાયક કહી શકાય તેમ છે પરંતુ કચ્છમાં હાઈવે હોટેલો ન માત્ર આવા ચોરાઉ તેલના જથ્થાઓની હેરફેર અથવા તો સગેવેગ કરવાની કે પછી ચોરીઓ કરવાનુ માધ્યમ બની રહી છે બલ્કે આ પહેલા પણ અનેકવિધ આવી અમુક હાઈવે ઢાબા સ્ટાઈલ હોટેલો બેનામી ધંધાઓના અડ્ડા સમાન જ બની રહી હેાય તેવા ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે. કચ્છમાં પાછલા અમુક સમયથી ઢાબા સ્ટાઈલ હાઈવે હોટલો જાણે કે વિવિધ દુષણોના અડ્ડારૂપ જ બની જવાપામી હોય તેવી ઘટનાઓ અહી સતત સામે આવવા પામી રહી છે. સામખીાયળીથી લઈ અને ગાંધીધામ સુધી તથા સુરજબારીથી માંડી અને સામખીયાળી સુધી તથા ગાંધીધામથી વાયા અંજાર -મુંદરા હાઈવે સુધીમાં ઠેર ઠેર કઈક ઢાબા સ્ટાઈલ હાઈવે હેાટલો ધમધમી રહી છે. આ હોટેલો જાણે કે, નશાના કારોબાર અને મદાક પદાર્થોની હેરફેરના મોટા માધ્યમો બની ગયા હોય તેવી સ્થિતી સર્જાતી જોવાઈ રહી છે. ઉડતા પંજાબની જેમ જાણે કે ઉડતા કચ્છ બનવાની રાહ પોલીસતંત્ર જોઈ રહ્યુ હોય તેમ ડ્રગ્સના ધમમતા આ નેટવર્કને તોડવાની દીશામાં કોઈ મોટી કાર્યવાહી કે ચિંતા સેવાતી જ ન હોય તેમ ચિત્ર ઉપસતું જોવાઈ રહ્યું છે. હાલમાં જ તેલ અને કેમીકલ ચોરીનો પણ આવી જ એક હોટલમાંથી પર્દાફાશ થવા પામી ગયો છે ત્યારે આવી ઢાબા સ્ટાઈલ હોટેલોમાં કિમંતી ચીજવસ્તુઓની હેરફેર અને ચોરી કરી લેવાની ઘટનાઓ તો રૂટીન જ બની જવા પામી ગઈ છે પરંતુ જો પોલીસ વધુ કડકાઈથી આવી અમુક હોટેલો પર તવાઈ બોલાવશે તો ડ્રગ્સ અને નશાના મોટા કારોબારનો પણ અહીથી પર્દાફાશ થવા પામી શકે તેવી ભીતી સેવાઈ રહી છે. 
જાણકારો સવાલો ઉઠાવતા કહી રહ્યા છે કે, કચ્છમાં પોલીસને જાણે કે બેઝઓઈલ તથા કોલસાચોરી કે પછી માટી અને ખનીજચોરીની બાતમીમાં જ રસ હોય તે રીતે આવા ધંધાઓ પર જ બાજ નજર રાખી બેઠા છે અને જયા જેટલો મેડ પડે તે કરી લેવાની લ્હાયમાં જ લાગેલા હોય તેવુ દેખાઈ રહ્યું છે. 
હકીકતમાં હાલમાં ડ્રગ્સનુ દુષણ કચ્છમાં નાગચુડને બરાબરનું ફેલાવી રહ્યુ હોય તેમ ઠેરઠેર કિસ્સાઓ બનતા જોવાઈ રહ્યા છે. જેમાં આ ઢાબા સ્ટાઈલ અમુક હાઈવે હોટલોની ભુમિકા ચોકકસથી શંકાસના દાયરામાં આવી રહી હોવાની ચર્ચા તેજ બની જવા પામી ગઈ છે. જાણકારો કહી રહ્યા છે કે, અગાઉ પણ કચ્છમાં અંજારથી ખેડોઈ તરફના માર્ગ પર ઢાબા સ્ટાઈલ હાઈવે હોટેલમાંથી ૧૦ લાખનુ ડ્રગ્સનો વિશાળ જથ્થો પકડાઈ જવા પામ્ય હતો જે વાહન પંજાબ બાજુથી આવેલ હતુ અને તે ડ્રાયવર, હોટેલ માલીક સહિતનાઓના તેમાં પુછાણા થવા પામ્યા હતા. તે વખતે પણ એકાદ ખાખીધારીની ભુમિકા આવી હોટલમાં ખુલવા પામી ગઈ હતી. હાલમાં પણ જયારે હાઈવે પર આવી ર૦૦થી વધુ જેટલી ઢાબા સ્ટાઈલ હોટેલો ધમધમી જ રહી છે ત્યારે ખાખી કેમ લાલઆંખ ધરતી કાર્યવાહી કે સરપ્રાઇજ ઝુબેશ હાથ નથી ધરતી? હાઈવે ઢાબાઓની ચકાસણીઓ જો કરવામા આવશે તો મોટાભાગના  પાસેથી નશાના કારોબારનો પર્દાથ મળી આવવા પામશે અને તેમના ગ્રાહકો મોટા ભાગના બહારના જ નીકળશે. પંજાબ-હરીયાણા સાઈડથી જે વાહનચાલકો આવે છે તે પૈકીનાઓ જ ગાડીમાં ડ્રગ્સ અહી લાવી રહ્યા છે અને આવી હોટેલોમાં સપ્લાય કરી રહ્યા છે અને અહી હોટેલોમાં આવતા ગાડીના ડ્રાયવરોને જ વધારે બંધાણી બનાવી દેવામ આવતા હોય છે. જેઓને નાની નાની પડીકીઓમાં આવી હોટલોમાંથી નશાનો પદાર્થ સપ્લાય કરવામા આવતો હોય છે. કેટલા ખુદ બંધાણી હોય છે જયારે કેટલાક કચ્છભરમાં વાહન પરીવહનના નામે આવી ડ્રગ્સની પડીકીઓ માલેતુજારોને મોંઘાદાટ ભાવે વેચી ખુદ માલામાલ બની અને કચ્છની યુવાપેઢીને નશાના રવાડે જ ચડાવી રહયા હોય તેમ આ ધંધો ફુલ્યો ફાલ્યો હોવાનુ કહેવાઈ રહ્યું છે. તેની સામે અહી ચિંતાની વાત એ છે કે, જાણે કે પોલીસ તંત્ર અને અધિકારીઓને આ પ્રકારના ડ્‌ગ્સનાનેટવર્કને ડામવાની દીશામાં કોઈ જ રસ ન હોય તેમ નીંશ્ચિત બનીને બેઠા છે. જાણે કે તેઓને માત્ર અને માત્ર બેઝઓઈલ-કોલસાચોરી જેવી વિગતોની જ બાતમીમાં રસ હોય તેવુ દર્શાય છે. ખરેખર તો જયા જયા આવા ડ્રગ્સના ધંધાઓ ચાલી રહ્યા છે તે વિસ્તારમાં આવા પેડલર્સ અને ઢાબા સ્ટાઈલ અમુક હોેટલોને પકડવાની જરૂર છે નહી તો તે વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દેવાની જરૂર છે તો પણ આવી હેરફેર પર બ્રેક આવવા પામી જાય તેમ છે. જરૂર છે કે પોલીસતંત્ર ડ્રગ્સના પડીકાઓના નશાના કારોબારના ધમધમમતા આવા માટેા નેટવર્કને અટકાવવાની ઈચ્છાશકિત દેખાડવાની.’




...................



ચોરાઉ ફિનોલ ખરીદનારા કોણ હતા?

ઝડપાયેલા સાલેમામદના કડક રીમાન્ડ લઈ લંબાવો રેલો..!



ગાંધીધામ : પોલીસતંત્રએ ફીનોલ કેમીકલનો ચોરાઉ જથ્થો ઝડપી પાડયો છે, જથ્થાની સાથે શખ્સોને પણ દબોચવામાં આવ્યા છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, જે ફીનોલ ગાડીઓમાથી કાઢી લેવામા આવ્યુ હતુ તે વેચવાનુ કોને હતુ? આ ચોરાઉ જથ્થો ખરીદનારા કોણ છે? પોલીસે સાલેમામદ અને તેની સાથે જડપાયેલા અન્ય એક સખ્સના કડક રીમાન્ડ મેળવી અને તેનાથી આ નામો બહાર લાવવા જોઈએ અને ચોરાઉ ફીનોલ ખરીદનારાઓની સામે લાલઆંખ કરતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ. 



..........


કચ્છઉદયએ વખતોવખત ધરી છે લાલબત્તી..!



ગાંધીધામથી ભચાઉ હાઈવે તથા મુંદરા સુધીના માર્ગ પર આવેલી હાઈવે હોટેલો કયાંક ને કયાંક અસામાજીક ધંધાઓના અડ્ડા બની રહ્યા હોવાની આલબેલ ધરતા અહેવાલો આ પ્લેટફોર્મ મારફતે અનેકવખત રજુ કરવામા આવ્યા છે. હાલમાં પણ કેમીકલનો જથ્થો ભચાઉ નજીકથી ઝડપાયો છે ત્યારે ખરેખર સામુહીક ઝુંબેશની આવશ્યકતાઓ દર્શાઈ રહી છે. 





..........



આશીષ હોટલનું લાયસન્સ કાયમી ધોરણે કેમ ન કરી દેવાય રદ?



આવા કેસોમાં પોલીસ પણ ન દાખવે ઢીલાશ? માત્ર ૪૧-વન ડી માત્ર ન કરી અને આઈપીસી ૩૭૯ જેવી કલમો લગાડવી જોઈએ, જેમાં જામીન પણ નથી મળતા, અને છળકપટથી ષડયંત્ર રચી અને આયોજનબદ્ધ તસ્કરી-ચોરીમાં આ કલમ લાગે છે, કેમ આવી ભારેભરખમ કલમો નથી લગાડવામા આવતી? કડક સજાની છે જોગવાઈઓ



ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છ પોલીસ દ્વારા ચોરાઉ ફીનોલનો જ્થથો ભચાઉ સમીપેથી જે હોટેલના પાર્કીંગમાથી પકડી પાડયો છે તેમં હોટલ સંચાલક સાલેમામદની પણ સંડોવણી ફરીયાદમાં જ સામે સામે આવવા પામી રહી છે. કોઈને શંકાન જાય એટલે પોતાના કબ્જાવાળી હોટેલ આશીષમાં આવતા વાહનોમાં ડ્રાયવરોને ફોડી-લલચાવીને ફીનોલ ચોરી અને તેને પોતાના કબ્જાવાળી હોટેલના પાર્કીગમાં બે પીકઅપ વાહનમાં તે રાખતો હતો. ખરેખર તો આવા કૃત્યોને અંજામ આપનાર હોટેલનું લાયસન્સ કાયમી ધોરણે જ રદ કરી દેવુ ઘટે.

Comments

COMMENT / REPLY FROM