મુંદરાની ગેલડા નદીપટ્ટમાંથી રેતીચોરીનો પર્દાફાશ : ૧ કરોડથી વધુનો મુદામાલ ઝડપાયો
કલેકટરશ્રીના આદેશ અનુસારની તવાઈ અવિરત : પૂર્વ કચ્છના શ્રી એન એ પટેલની ટીમ હવે મુંદરા વિસ્તારમાં રેતીચોરો પર ત્રાટકી : ૧ કરોડથી વધુનો મુદામાલ ઝડપાયો
ગાંધીધામ : કચ્છમાં વાગડથી લઈ અને લખપત સુધીમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં અલભ્ય તથા અતી કીમંતી એવા ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાથી સરકારને જે પ્રમાણમાં મોટી આવક થવી જોઈએ તેનાથી અનેકઘણી અલગ અલગ રીતે અલગ અલગ વીસ્તારોમાં ખનીજમાફીયાઓ રોયલ્ટી ચોરી કરી રહ્યા હતા. પરંતુ પૂર્વ કચ્છમાં ખાણખનિજ વિભાગના અધિકારી શ્રી એન એ પટેલ મુકાયા છે ત્યારથી તેઓએ વાગડથી લઈ અને મુંદરા પટ્ટા સુધીમાં ખનીજ, રેતી, માટી ચોરી સહિતનાઓ પર એક પછી એક ધાક બેસાડતી સતત કાર્યવાહી કરી રહ્યા છે. દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ ભુસ્તરવીજ્ઞાન અને ખનીજ કચેરી પૂર્વ કચ્છની ટીમના શ્રી ઈન્દુભા ઝાલા, રોયલ્ટી ઈન્સપેકટર અને દીલીપ નકુમ માઈન્સ સુપરવાઇજર દ્વારા આકસ્મિકતપાસ દરમ્યન મુંદરા તાલુકાના કપાયામાંથી પસાર થતી ગેલડા નદીમાં સાદી રેતી ખનીજના બિનઅકિૃત ખનન વહન કરતા એક લોડર અને બે ડમ્પર જપ્ત કરવામા અવેલ છે. તપાસ દરમ્યાન કુલ્લ ૧ કરોડથી વધુ રકમનો મુદામાલ જપ્ત કરવામા અવેલ છે. આ કેસમાં કસુરદાર સામે ગુજરાત મીનરલ પ્રવીન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્શન એન્ડ સ્ટોરેજ નિયમ ર૦૧૭ના નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવમા આવી રહી છે.

Comments