Trending News
સ્થાનિક સમાચાર

મોરબી એસએમસી લીકર રેડનો રેલો લંબાશે કચ્છ ભણી ?

29 January


પ્રાથમિક તપાસ તમામ દીશામાં ચાલી રહી છે, પુછતાછ કરી રહ્યા છીએ, હાલતુરંત વધુ કંઈ જ નહી કહી શકાય : શ્રી પંડયા (એલસીબી પીઆઈ, મોરબી)


સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તાજેતરમાં જ મોરબીમાં દરોડો પાડી અને ૧ કરોડથી વધુના મુદામાલ સાથે ચાર શખ્સોને દબોચ્યા હતા? શું મોરબીમાં ગોડાઉન ભાડે રાખીને મુકેલા લાખોનો દારૂ ગાંધીધામ-કચ્છ ભણી આવવાનો હતો? ઝડપાયેલાઓની પુછતાછમાં થઈ શકે છે વધુ ખુલાસા



ગાંધીધામ : પૂર્વ કચ્છના એસપીશ્રી સાગર બાગમાર દ્વારા ગુનાહિત તત્વો સામે કાયદાનો ધોક્કો બરાબરનો પછાડવામા આવતા અહીથી બેનામી ધંધાવાળાઓમાં એવો ફફડાટ વ્યાપી જવા પામ્યો કે, કેટલાય તો ભુર્ગભમાં જ ઉતરી ગયા તો કેટલાક માથાભારે તત્વો સ્થળ બદલવાની નોબત આવ ગઈ હતી. તેલચોરો, ભંગારચોરો, બુટલેગરો, કોલસાચોરો બધાય પોતાના કીમીયા બદલાવી લીધા અને આ બધાય પૂર્વ કચ્છ છોડી અને જાણે કે મોરબીમાં કચ્છની બાજુમાં જ ડેરાતંબુ તાણી દીધા હોય તેવો તાલ થવા પામી રહ્યો હોય તેમ આવા બધા જ ઘટનાક્રમો-ગુનાઓનો કયારે મોરબી પોલીસ તો કયારેક એસએમસી દ્વારા પર્દાફાશ કરવામા આવી રહ્યો છે.  હાલમાં પણ આવા જ એક મોટા દારૂના પ્રકરણનો પણ મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પર્દાફાશ કરાયો છે. 
મોરબીના સનાળા રોડ પર આવેલા એક બંધ ગોડાઉનમાં ૧૧ લાખના ભારતીય બનાવટના ઈંગ્લીશદારૂની સાથે જ એક કરેાડનો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો અને તેમાં ચાર લોકોની ધરપકડ પણ કરવામં આવી છે. આ બાબતે મોરબી પોલીસના એક પીએસઆઈ અને બે પોલીસ કર્મીઓની હકાલપટ્ટી પણ કરવામાં આવી ગઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, શું આ દારૂનો જથ્થો કચ્છના કેાઈ બુટલેગરોએ મંગાવ્યો હતો? અથવા તો શું મોરબીના સનાળાના ગોડાઉનમાથી પકડાયેલો દારૂનો જથ્થો કચ્છના બુટલેગરો સુધી પહોચવાનો હતો? 
જો કે આ બાબતે મોરબી એલસીબીના પીઆઈ શ્રી પંડયાની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ કહ્યુ હતુ કે, તપાસ ચાલી રહી છે. પ્રાથમીક તબક્કે તમામ દીશામાં પુછતાછ ચાલી રહી છે. હાલતુરંત કંઈ પણ કહેવુ વહેલુ ગણાશે.  આવામાં જાણકારો કહી રહ્યા છે કે, અગાઉ કચ્છમાં બેનામી ધંધાવાળાઓ ફાટીને ફુલેકે ચડી જવા પામ્યા છે.  અગાઉ કોલસાનો કાળોબારો, તેલચોરી, પેટકોક-વિદેશી કોલસીની ગુણવત્તામાં હેરફેર કરવી, દારૂના મોટા મોટા કન્સાઈનમેન્ટ અહી જ ઠલવાતા હતા પરંતુ અહી એસપીશ્રી સાગર બાગમાર દ્વારા કડકાઈ કરવામાં આવતા આવા ધંધાર્થીઓ કચ્છની પડખે પડાવ નાખી દીધો હોય તેમ આવા ધંધાઓ હવે મોરબીની હદમાંથી પકડાઈ રહ્યા છે. નોધનીય છે કે, અગાઉ કોલસાના મોટા દરોડામાં પણ ગાંધીધામના ત્રિપુટી શખ્સોની ભુમિકા ફરીયાદમાં જ ખુલવા પામી ગઈ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે હાલમાં પણ જે મોટો-જંગી દારૂનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પકડવામા આવ્યો છે તે પણ આ જ રીતે ગાંધીધામ-કચ્છ તરફ તો લાવવાનો પ્રયાસ ન હોતો કરાયો ને? કારણ કે મોરબી હાઈવે પર ગોડાઉન રખાયુ હતુ તેમાથી આ દારૂ ઝડપાયો છે. કચ્છમાં કડકાઈ હોવાથી કચ્છની બાજુમાં આ દારૂનુ સ્ટોર કરવામા આવે અને ત્યાથી ગોઠવણીઓ થઈ જાય એટલે કચ્છ તરફ નાની ગાડીઓમાં ઘુસાડી દેવાય તેવી કોઈ ગોઠવણીઓ તો નથી કરાતી ને? આ દીશામાં પણ તપાસ કરવી સમયનો તકજો જ બની રહ્યો છે. 

Comments

COMMENT / REPLY FROM