ભાજપ ફરી ચોંકાવશેશું ભચાઉ-રાપર નપામાં નવા ચહેરા ઓને મળશે તક ?વાગડ પટ્ટા માં રાજકીય ગરમાવો તેજ : ચૂંટણીલક્ષી હલચલનો વધ્યો ધમધમાટ
આજે સીએમના નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં મુરતીયાઓના નામો પર લાગશે અંતિમ મહોર : ૬૦ વર્ષથી વધુ વય, બે ટર્મ ચૂંટાનારનું કપાશે પતું : સ્થાનિકે સેન્સ પ્રક્રીયાઓ સંપન્ન થઈ ગઈ છે, આજે પ્રદેશ પાર્લામેન્ટરીમાં નામો થઈ શકે છે
ફાઈનલ : ૩૧મીએ ભાજપ ઉમેદવારોના નામોનો ધોષણા કરે તેવી સંભાવના
વાગડમાં વિરેન્દ્રસિંહ જાડેજાની ઉમદા સેવાભાવના થકી વિકાસની ગાડી પુરપાડ ગતિએ દોડી રહી છે એટલે ભચાઉ - રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની છબી માત્રથી જ બંને પાલિકાઓમાં ભાજપની જંગી જીત સાથે ફરીથી સતા આવે તે નિશ્ચિત હોવાનું જ દેખાય છે : ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાએ સર્જેલા વિકાસકામાની વણથંભી વણજાર ચોકકસથી ભાજપને અપાવશે જંગી જીત : ભાજપના કાર્યકર્તાઓમાં જ છે ભરપુર વિશ્વાસ : વિરેન્દ્રસિંહની વિરાસ સેવાભાવના ભરી છબી, લોકપ્રીયતાની સામે કોંગ્રેસને આ વિસ્તારમાં ઉમેદવારો શોધવાનો જ સર્જાશે મોટો અભાવ : વિરેન્દ્રસિંહની કાર્યદક્ષ સેવાકાર્યપ્રણાલથી જ વાગડ-ભચાઉમાં ભાજપનું સંગઠન પેજથી બૂથ સુધી થયું છે અતુટ મજબૂત
ગાંધીધામ : ગુજરાત રાજયમાં જેની લાંબા સમયથી રાહ જોવાી હતી તેવી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થવા પામી ગઈ છે અને ભાજપ દ્વારા તો આ માટેની પ્રક્રીયાઓનો પણ ધમધમાટ શરૂ કરી દેવામા આવ્યો છે. કચ્છ સહિત રાજ્ય ભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડથમ વાગી ચુક્યા છે.આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છની બે સહિત રાજ્યની ૬૮ નગરપાલિકાઓને નવા સુકાનીઓ મળશે. કચ્છમાં બે નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. ભચાઉ નગરપાલિકા અને રાપર નગરપાલિકાની ચૂંટણીનો ગરમાવો વાગડમાં જોવા મળી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છમાથી રાપર અને ભચાઉ નગરપાલિકાનો ચુંટણીમાં સમાવેશ થવા પામ્ય છે ત્યારે અહી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રીયાનો આરંભ બે રોજ પહેલા જ કરી દેવામા આવ્યો હતો. ભુજ કમલમ કાર્યાલય ખાતે ભચાઉ અને રાપરમાં નગરપાલીકાઓમાં નગરસેવક બનવા ઈચ્છુકોને સાંભળવામા આવ્યા હતા. બન્ને નગરપાલીકાઓમાં મોટી સંખ્યામં દાવેદારોએ ઉમેદવારી નોંધાવી હોવાથી અહી ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં નીરીક્ષકોએ સેન્સ લીધા બાદ આ નામો પ્રદેશ કક્ષાએ પહોચી ચુકયા છે અને આજ રોજ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા પામી રહી છે. આ બેઠક બે દીવસ ચાલનારી છે એટલે હવે રાપર-ભચાઉ નગરપાલીકાના ભાજપના ઉમેદવારોના નામો બાબતે આજથી મનોમંથન શરૂ કરવામા આવનાર છે. આ મામલે રાજકી પંડીતો અને ગલીયારોમં ચાલતી ચર્ચાઓની વાત કરીએ તો , શું ભાજપ હવે ફરીથી સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં પણ સૌને ચોંકાવશે? શું નવા ચહેરાઓને આ વખતે વધારે તક આપવામા આવી રહી છે? સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ, કોંગ્રેસ અને આપે ચૂંટણી મેદાને ઉતારવા મૂરતિયાઓની શોધખોળ આદરી છે. જોકે, ભાજપે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં નો રિપીટ થિયરી લાગૂ કરવા લગભગ મન બનાવી લીધુ હોવાનુ ચર્ચાય છે. ઉપરાંત ૬૦થી વધુ વય હશે અને બે ટર્મથી વધુ સમયથી ચૂંટનારાને ટિકિટ નહી મળે. ભાજપે નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપવા નક્કી કર્યુ હોવાની પણ ચર્ચાઓ થવા પામી રહી છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાતમાં હાલ ૬૬ નગરપાલીકાઓમાં ચૂંટણીઓ યોજાવવાની છે અને તે પૈકી ૪૨ પાલિકા પર ભાજપનો કબજો છે. વિધાનસભામાં બહુમત હાંસલ કર્યાં પછી પાલિકા-પંચાયત પર પણ રાજકીય દબદબો કાયમ રાખવા ભાજપે અત્યારથી કમર કસી છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં મૂરતિયાઓની પસંદગી કરવા માટે ભાજપે નિરીક્ષકોને જવાબદારી સોંપી હતી. કચ્છ જિલ્લાની રાપર, ભચાઉ પાલિકા ઉપરાંત ત્રણ તાલુકા પંચાયતની બેઠકો માટે સેન્સ લેવાઈ ચુકયા છે. નિરીક્ષકો દાવેદારોના નામોની પેનલ તૈયાર કરી પ્રદેશ નેતાઓને સોંપી દેવામાં આવી હોવાનુ મનાય છે. હવે આજથી તા. ૨૯-૩૦મી જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપ
પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઇ રહી છે જેમાં ઉમેદવારાના નામો પર મહોર મારવામાં આવશે. તા.૧લી ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે તે જોતાં ૩૧મીએ ભાજપ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે.
..........
પાલિકા-પંચાયત ચૂંટણી બાદ જિલ્લા પ્રમુખોના નામોની થઈ શકે છે જાહેરાત
ગાંધીધામ : રાજકીય તજજ્ઞો કહી રહ્યા છે કે, ફેબ્રુઆરીનો માસ રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે કેમકે, ૧૬મી ફેબ્રુઆરી પાલિકા-પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે ૧૮મીએ ચૂંટણી પરિણામો જાહેર થશે. આ પરિણામના બીજા દિવસથી વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થશે. પાલિકા-પંચાયતની ચૂંટણી પછી શહેર-જીલ્લા પ્રમુખોના નામોની જાહેરાત થઇ શકે છે.
.........
કચ્છની રાપર - ભચાઉ નગરપાલિકા માટે કાલે બપોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે
પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક પહેલા કચ્છ જિલ્લાના આગેવાનો અને નિરીક્ષકો અને પ્રભારી મંત્રી સાથે સંકલન સમિતિની બેઠક મળશે
ગાંધીનગરઃ કચ્છ જિલ્લાની રાપર ભચાઉ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી માટે તેમજ પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડ માં હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે ગાંધીનગર ખાતે આજે સાંજથી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકનો પ્રારંભ થનાર છે. કચ્છ જિલ્લાની રાપર અને ભચાઉ નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી તેમજ નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સંદર્ભે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડમાં જિલ્લાના આગેવાનો સાથે અને નિરીક્ષકો સાથે બેઠક યોજાશે. સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડમાં કચ્છ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા પ્રભારી મંત્રી જિલ્લાના નિરીક્ષકો સાથે જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ધારાસભ્યો અને આગેવાનો સાથે સંકલન સમિતિની બેઠક યોજાશે અને તેમાં સંભવિત ઉમેદવારોના નામોની પેનલ યાદી ઉપર ચર્ચા વિચારણા કરીને આખરી પેનલ યાદી તૈયાર કરી અને પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે. આવતીકાલે બપોરે ૧૧ઃ૦૦ કલાકે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળનારી છે જેમાં કચ્છ જિલ્લાની રાપર અને ભચાઉ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે તેમજ પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરીને ઉમેદવારોની આખરી પસંદગી યાદી તૈયાર કરી દેવામાં આવશે.

Comments