રાજકોટમાં બોગસ આધારકાર્ડથી જમીનોના સોદા પાડનાર મુળ ગાગોદરનો શખ્સ દબોચાયો
તેજશ નામના શખ્સે રાજકોટ શહેરમાં બોગસ આધારકાર્ડ બનાવ્યા અને તેના મારફતે જમીનોના સોદા પડી ગયાની ફરીયાદ બાદ રાજકોટ પોલીસ પહોચી કચ્છમાં : સ્થાનિક જાગૃત પેાલીસકર્મીઓની મદદથી તેજશને દબોચી લીધો : તેજશે અગાઉ રાપરમાં અને ગાંધીધામની એક બેંકમાં પણ આધારકાર્ડ બનાવ્યા હોવાનો થયો ખુલાસો : આરોપીનોે દબોચી રાજકોટ પોલીસે વધુ પુછતાછ હાથ ધરશે
ગાંધીધામ : કેન્દ્ર સરકાર દ્વારા બોગસ દસ્તાવેજોના ચલણને અટકાવવા માટે વિવિધ પ્રયાસો કરી રહી છે ઉપરાંત પણ અમુક ભેજાબાજો સરકારના આવા પ્રયાસો પર પાણીઢોળ કરી રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવવા પામી રહ્યો છે. આ મામે મળતી વધુ વિગતો અનુસાર મુળ રાપરના ગાગોદરનો રહેવાસી તેજશ નામનો યુવાન રાજકોટમાં બોગસ આધાર કાર્ડ બનાવ્યા હતા જે અને તેના પરથી કિમંતી જમીનોના સોદા પડયા હોવાથી તે સંદર્ભેની થયેલી ફરીયાદની તપાસમાં રાજકોટ શહેર પોલીસને આ શખ્સ કચ્છ-ગાંધીધામમાં ફરતો હોવાની બાતમી મળતા તેને દબોચી લેવા માટે આજ રોજ અહી આવી પહોચી હતી. આજ રોજ રાજકેાટ શહેર પોલીસની ટુકડીએ સ્થાનિકના જાગૃત પોલીસકર્મીઓની મદદથી તેજશ નામના મુળ ગાગોદરના આ રહેવાસીને પકડી પાડી અને તેની વધુ પુછતાછ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તે દરમ્યાન પ્રાથમિક તબક્કે જાણવા મળતી વધુ વિગતો અનુસાર આ તેજસ દ્વારા અગાઉ રાપર મધ્યે તથા ગાંધીધામની બેક ઓફ મહારાષ્ટ્રમાં પણ આધાર કાર્ડ બનાવ્યા હોવાની વાત સામે આવવા પામી રહી છે. હવે જયારે તેની વધુ તપાસ થશે ત્યારે કેટકેટલા અને કયા કયા બોગસ આધાર કાર્ડ આ તેજસે બનાવ્યા છે અને તેમાં કોની કોની મદદગારી રહેલી છે તે સહિતના ખુલાસાઓ થવા પામી શકે છે.
આ સંદર્ભે આદિપુરના પીઆઈ શ્રી પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, રાજકોટ સીટી પોલીસ આવી છે અને પ્રાથમિક પુછતાછ તેઓ કરી રહ્યા છે. સમગ્ર પ્રકરણ બાબતે હાલતુરંત વધુ કંઈ જ કહી નહી શકાય. તેમ જણાવ્યુ હતુ. તો વળી ગાધીધમાના બેંક ઓફ મહારાષ્ટ્રના હાજર રહેલા હિમાંશુ યાદવને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, આજે રાજકોટ પોલીસ આવી હતી અને અમારી કચેરીમાં નિયમ અનુસાર અપાયેલા કામ અનુસાર કાઉન્ટર પર બેસતા અને આધારકાર્ડની કામગીરી કરતા તેજશ સોલંકી નામના શખ્સને પુછતાછ માટે લઈ ગયા છે. આ બાબતે અમોએ અમારી વડી કચેરીની જાણ કરેલી છે એથી વિશેષ હું કંઈ પણ કહેવા અસક્ષમ છુ તેમ શ્રી હિમાંશુ યાદવે જણાવ્યુ હતુ.
.........
મોરબી-રાજકોટમાં કચ્છ સલગ્ન આવા જમીન
કૌભાંડોને અંજામ અપાયાના ઘણા છે કિસ્સા..
ગાંધીધામ : રાજકોટમાં બોગસ દસ્તાવેજાના આધારે જમીનોના સોદા પડાનાર અને તેમાં આધારકાર્ડ ખોટા બનાવનારા શખ્સને આજે ઉઠાવાયો છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ સલગ્ન આ રીતના મોરબી-રાજકોટમાં પણ ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. મોરબીનો પ૦ કરોડની જમીનનો સાદો પણ આ જ રીતે થયો હોવાના તાલે ભારે ચર્ચાના ચગડાળે ચડેલો હોવાનુ મનાય છે.

Comments