રાપર નગરપાલિકાના માજી ઉપપ્રમુખે કોગ્રેસનો ખેસ ઘારણ કર્યો
રાપર : નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાપર શહેરમા રાજકીય ઉથલ પાથલ જોવા મળી રહી છે ત્યારે વાત કરી એ રાપર નગરપાલિકાના માજી પ્રમુખ ખેતીવાડી સહકારી બેંકના ચેરમેન અને ડાયરેક્ટર રાજુભાઇ માદેવભાઇ ચૌધરીએ કોગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. કોગ્રેસમાં માજી ધારાસભ્યના પતિ અને કોગ્રેસના આગેવાન ભચુભાઇ આરેઠીયા, માજી કોગ્રેસ પ્રમુખ મિતુલ મોરબીયાના હસ્તે કોગ્રેસમાં જોડાઇ ગયા હતા. હજુ પણ કોગ્રેસમાં માજી મહિલા નગરપાલિકા પ્રમુખ અને તેમની સાથેના ટેકેદારો જોડાય તેવી ચર્ચા થઈ રહી છે.રાપર શહેરના પાટીદાર સમાજના આગેવાનો કોગ્રેસમાં જોડાય તેવી સંભાવના છે કારણ કે ૨૬મી જાન્યુઆરીએ મુંબઈમાં વાગડ વિસ્તારના આગેવાનોનું સ્નેહમિલન મળ્યું હતું, જેમાં કોગ્રેસમાં જોડાઇ ભચુભાઇ આરેઠીયાના વડપણ હેઠળ રાપર નગરપાલિકામાં ચુંટણી લડી વિજેતા બનાવવા માટે હાકલ કરી છે. હજુ પણ કોગ્રેસમાં અનેક પાટીદાર આગેવાનો જોડાય તેવી શક્યતા છે રાજુ ચૌધરી કોગ્રેસમાં જોડાતા ચકચાર મચી છે.

Comments