ખીરસરાકાંડમાં ખનીજચોરો ભણી તંત્રની વધતી ભીંષ : ૩ કરોડ નો મુદામાલ સિઝ : વાહનમાલિકોની શોધખોળ તેજ
રાજકીય રીતે કોના નામની અફવા ચાલતી હતી? તે પણ કરો તપાસ
રપ ટનનો બેન્ટોનાઈટ, ૪ વાહનો(ટ્રક), બે એકસકેવેટર મશીન સહિતનો મુદામાલ પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના દેવેન્દ્ર બારીયા અને ફલાઈંગ સ્કવોર્ડના મેહુલ શાહની ટીમ દ્વારા કરાયો કબ્જે : ચાર ટ્રકોના માલીકો અને મશીનો કોના હતા તેની તપાસ થઈ તેજ : આરટીઓ તંત્ર પાસેથી મેળવાઈ રહી છે માહીતી : તે બાદ થશે વધુ ખુલાસા
ગાંધીનગરથી મંજુરી આપવામાં આવી છે, અહી દરોડો પાડવા કે તપાસ કરવા કોઈ જતા નહી, બદલી થઈ જશે તથા અહી કાર્યવાહી કરવાની સામે પગલા લેવામા આવશે આવી અફવાઓ ફેલાવનારા કોણ..?અને આવા તરકટો રચીને કરોડોની ખનીજચોરી કરી જનારાઓ કોણ છે? તહોમતદારોને પકડીને કડક રીમાન્ડ મેળવીને તપાસ થવી જોઈએ કે, આવી અફવા ફેલાવવા પાછળ દોરીસંચાર હતો કોનો?
ગાંધીધામ : કચ્છમાં બેફામ બની ગયેલા ખનીજમાફીયાઓ પર ખાણખનિજવિભાગની ટીમ દ્વારા હિંમતભરી કામગીરી કરી અને હવે ધોંષ બોલાવાઈ રહી છે. દરમ્યાન જ તાજેતરમાંજ અબડાસાના ખીરસરા ગામમાં ચાલી રહેલા હાઈપ્રોફાઈલ ખનીજચોરીના કારનામાનો પર્દાફાશ કરી દીધો હતો હવે ખનીજચોરો ભણી તપાસનો ગાળીયો કસાઈ રહ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તાજેતરમાં જ અબડાસાના ખીરસરા વિસ્તારમાંથી કચ્છના ફલાઈંગ સ્કવોર્ડના મદદનીશ નિયામકશ્રી મેહુલ શાહ અને પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના શ્રી દેવેન્દ્ર બારેયાની ટીમ દ્વારા મધરાતે તવાઈ બોલાવી અને અહીથી આયોજનબદ્ધ રીતે ચાલતા હાઈપ્રોફાઈલ કહી શકાય તેવા બેન્ટેાનાઈટ ખનીજચોરીના કારસ્તાનનો પર્દાફાશ કરી દીધો હતો. રાત્રીના બાર વાગ્યે અતિ ગોપનીય રીતે આ સ્થળ પર જીવના જોખમે આ તમામ અધિકારી-કર્મચારીઓ દ્વારા દરોડો પાડવામા આવ્યો હતો અને સ્થળ પરથી વાહનો અનુ મુદામાલ કબ્જે કરવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જો કે, સ્થળ પરથી ખનીજચોરીમાં સંડોવાયેલા તમામ નાશી ગયા હતા. ત્યારે હવે આ તમામ ખનીજચોર ટોળકી તરફ તપાસનીશ તત્રએ ભીંષ વધારતી કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે મળતી વધુ વિગતો અનુસાર રપ ટન બેન્ટોનાઈટનો જથ્થો, ચાર જેટલી ટ્રકો અને બે મોટા મહાકાય એકસકેવેટર મશીન સહિતનો ૩ કરોડની રકમનો મુદામાલ સિઝ કરી લીધો છે અને વાહનો પોલીસ મથકે મુકી દેવાયા છે. હવે આ વાહનોના માલિકો કોણ છે, મશીનો કોના છે? તેઓની શોધખોળ કરવામા આવી રહી છે. આ અંગે ખાણખનિજ વિભાગના તંત્ર તરફથીમળતી માહીતી અનુસાર આરટીઓ તંત્ર સાથે સંકલન સાધી અને વાહનો તથા મશીનોના માલિકોના નામ-ઠામ મેળવાઈ રહ્યા છે અને તે બાદ તેઓને નોટીસ ફટકારી અને તેમના પુછાણાઓ લેવામા આવશે જેમાથી ખનીજચોરીને અંજામ આપનારાઓ સુધી પહોચી શકાશે એટલે ટુંક સમયમાં આ પ્રકરણમાં વધુ નવા કડાકા ભડાકા થવાની ભીતી પણ સેવાઈ રહી છે. ખનીજ જે સ્થળ પર કરાયુ છે તેનુ મેપીંગ પૂર્ણ થવા પામ્યુ છે અને માપણી સીટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવી રહ્યુ છે. જે બાદ ચોકકસથી કેટલા પ્રમાણમાં અહી બેન્ટોનાઈટની ચોરી કરાવમા આવી છે તે રકમ તથા તેના પર લાગુ પડતી પેનલ્ટી સહિતના પગલાઓ પણ લેવામા આવશે.
............

Comments