માંડવી દરિયા નજીક દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ
માંડવી : હાલ પ્રવાસનની સિઝન ચાલુ છે ત્યારે બહારગામથી લોકો કચ્છની મુલાકાત લેતા હોય છે. પ્રવાસનના અલગ અલગ સ્થળે જતા પ્રવાસીઓ માંડવી બીચ ખાતે જાય છે. અહીં નાના-મોટા દબાણો થવાના કારણે પ્રવાસીઓ તથા શહેરીજનોને ખુબ હાલાકી ભોગવવી પડે છે. આ સમસ્યા નિવારવા માટે માંડવી નગરપાલિકા તથા મામલતદાર દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. માંડવીનો બીચ પ્રવાસઅીનો ખાસ આકર્ષણનો કેન્દ્ર રહ્યો છે. તેઓ જ્યારે આ બીચની મુલાકાત કરતા હોય છે ત્યારે અહીંના સ્થાનિક લોકો દ્વારા દબાણ કરવામાં આવ્ય છે. આ દબાણ કર્તાઓને તંત્ર દ્વારા ૮ દિવસ પહેલા નોટિસો અપાઈ હતી પરંતુ તેઓએ દાબણ ન હટાવાતા આખરે તંત્રનો બુલડોઝર ચાલ્યું હતું. સવારથી ચાલુ થયેલી દબાણ હટાવ કામગીરીમાં મામલતદાર વી.કે. ગોકલાણી, નાયબ મામલતદાર ત્રિકમભાઈ દેસાઈ, શ્રી જાડેજાની ટીમ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર જિજ્ઞેશ બારોટ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.

Comments