Trending News
સ્થાનિક સમાચાર

રાપર નગરપાલિકામાં ટિકિટ મેળવવા  માટે ભાજપમાં અનેકને અભરખા જાગ્યા

27 January


ભુજ કમલમ કાર્યાલય ખાતે પક્ષ દ્વારા નિયુકત નિરીક્ષકોએ ઉમેદવારોની પસંદગી પ્રક્રીયાનો કર્યો આરંભ : મોટી સંખ્યામાં ઉમેદવારોએ નોધાવી દાવેદારી : નામોની પેનલ બનાવી પ્રદેશ કક્ષાને કરાશે સુપરત


ગાંધીધામ : ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદમાં હવે મીની ધારાસભા જેવા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના જાહેર થયેલા ચૂંટણીજંગમાં રાજયની નગરપાલિકા સાથે કચ્છની રાપર નગરપાલીકાનો પણ સમાવેશ થવા પામી રહ્યો છે.  આ સપ્તાહના અંતે એટલે કે ૩૧મી જાન્યુઆરી, ૧ ફેબ્રુઆરીના મોટાભાગના માન્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પોતાના ફોૃમ રજુ કરે તેવી ધારણા છે અને તા. ૪ ફેબુર્‌આરીના ઉમેદવારી અંગનુ ચિત્ર સ્પષ્ટ થવા પામી જશે.  દરમ્યાન જ આજ રોજ રાપર નગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રીયાનો ભુજ ખાતે આરંભ થવા પામી ચૂકયો છે.  આ મામે મળતી વધુ વિગતો અનુસાર ભાજપ દ્વારા ઉમેદવાર માટે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા ઇન્ચાર્જ વસંત ભાઈ કોડરાની સહ ઈન્ચાર્જ ઉમેશ સોની કાનજીભાઈ આહિર રાપર શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા વિનુભાઇ થાનકી હઠુભા સોઢા મેહુલ જોશી નિલેશ માલી ના નેતૃત્વમાં રાપર શહેરમા દરેક વોર્ડથી ચાર ઉમેદવારો શોધવા ભાજપ દ્વારા માટે નામો મંગાવવામાં આવ્યા હતા જેમાં આજે ૧૮૭ દાવેદાર ને સાંભળવા મા આવ્યા હતા. નિરીક્ષકો દ્વારા આજ રોજ ભાજપના ઉમેદવારોની દાવેદારી અને તેઓને સાંભળ્યા હતા. આ તમામ નામોની સુચી પ્રદેશ કક્ષાએ મોકલી આપવામા આવશે અને ત્યાથી અંતિમ મોહર મારવામાં આવશે. આજ રોજ કમલમ ખાતે રાપર નગરપાલીકામા ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામં ભાજપમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી આવ્યો છે. 



............


રાપર પાલિકાની ચુંટણી માટે વહીવટી ધમધમાટ શરૂ


રાપર : શહેર સુધરાઈની ચુંટણી માટે વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજથી ૧ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી એસ.વી. ચૌધરી, મામલતદાર અને મદદનીશ ચૂંટણી અધિકારી એચ.બી.વાઘેલા, નાયબ મામલતદાર શિવાભાઇ રાજપૂત, મહેશ ઠક્કર, કે.સી.સુથાર, ચીફ ઓફિસર રવાજી જાડેજા, એસ.એસ.રાજપુત, બી.આર.જાડેજા, વી.એ.મહેશ્વરી, ગીરીશભાઇ પ્રજાપતિ, એસ.બી.ઘાસુરા, વી.જે.રબારી, વી.એ.ચીભડીયા, એસ.એન.પટેલ, પી.જે.સોનગરા,  જે.એચ.ચૌઘરી, મેહુલભાઇ દવે, બી.પી.૫રાલિયા, એસ.કે.જાદવ, કે.બી.મારવાડાની ફાળવણી કરવામાં આવી હતી. આજ સવારથી નગર પાલિકા કચેરી ખાતે ચુંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો હતો.





...................

રાપર નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્વક યોજવા માંગ


રાપર : તાજેતરમાં રાપર નગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ ચૂંટણી શાંતિપૂર્વક નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહિવટી તંત્ર સમક્ષ રાપરના પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ રજૂઆત કરી છે.
પત્રમાં જણાવ્યા મુજબ રાપર નગરપાલિકા વિસ્તારના બુથોમાં અસામાજિક તત્ત્વો અતિ ત્રાસ ફેલાવે છે અને મતદાનના સમયે બુથો પર નાની-મોટી માથાકૂટો કરી સરકારી અધિકારી - કર્મચારીઓને હેરાન કરવામાં આવે છે. તેના દાખલા અગાઉની ચૂંટણીઓમાં મોજુદ છે. મતદાન મથકોએ ભયનો વાતાવરણ ઉભો કરી પ્રજામાં ડરનો માહોલ ઉભો કરે છે. શહેરના દરેક મતદાન મથક ઉપર લાઈવ સીસી ટીવી કેમેરા સાથે તટસ્થ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા થાય તે મુજબની ખાસ કાળજી રાખી નિષ્પક્ષ કડક વલણ કરાવતા અધિકારીઓની નિમણૂંક કરવા માંગ કરાઈ છે.

Comments

COMMENT / REPLY FROM