Trending News
સ્થાનિક સમાચાર

પ્રજાસત્તાક દિવસે જ કચ્છ સીમાએથી પાકિસ્તાની ઝડપાયો

27 January



બીએસએફએ બાલાસર સીમાએથી ખાવર નામના શખ્સને દબોચ્યો, શંકાસ્પદ વસ્તુ હાલમાં કંઈ જ ન મળી, વધુ પુછતાછ હાથ ધરાઈ



ગાંધીધામ : કચ્છની સરહદ પરથી આજે સીમા સુરક્ષા દળે ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. કચ્છઃ ૭૬માં પ્રજાસત્તાક દિવસે કચ્છની સરહદથી એક પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો છે. મ્જીહ્લના જવાનોને કચ્છની સરહદ પર શંકાસ્પદ ગતિવિધિ જણાઈ આવતા વધુ તપાસ કરતા સમયે એક ઘૂસણખોર ઝડપાયો હતો. બોર્ડર પાસેથી શંકાસ્પદ ઘૂસણખોર ઝડપાયો હતો. જોકે પ્રાથમિક તપાસમાં કાઈ શંકાસ્પદ વસ્તુ તેની પાસેથી મળી આવી નથી. તો મ્જીહ્લના જવાનોએ ઝડપેલા પાકિસ્તાનીની હાલ વધુ પૂછપરછ ચાલી રહી છે. 
કચ્છની સરહદ પરથી આજે સીમા સુરક્ષા દળે ઘૂસણખોર યુવાનને ઝડપી પાડ્યો હતો અને તપાસ દરમિયાન આ ઘૂસણખોરની ઓળખ પાકિસ્તાની નાગરિક તરીકે થઈ છે. આ યુવાન પાકિસ્તાનના સિંધના બદીન જિલ્લાનો ખાવર નામનો પાકિસ્તાની નાગરિક છે. તો પ્રજાસતાક દિવસના ધ્યાનમાં રાખીને બીએસએફની આંતરરાષ્ટ્રીય સીમા પણ વિશેષ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.


...........

કચ્છઉદયની આલબેલ સત્ય સાબિત થઈ..!

કચ્છમાં પ્રજાસત્તાક પર્વ ટાંકણે ઘુસપેઠીયા, દાણચોરી સહિતના નાપાક અળવીતરા થતા હોવાના આ જ પ્લેટફોર્મ પરથી તા. રપ જાન્યુઆરીના રોજ પાના.ન.૮ પર પ્રસિદ્ધ થયેલ અહેવાલ ગણતંત્ર દીવસે જ પાકીસ્તાની શખ્સ પકડાઈ જતા સત્ય સાબીત થવા પામી છે. 

 

Comments

COMMENT / REPLY FROM