Trending News
સ્થાનિક સમાચાર

એસપી સાગર બાગમારની લાલઆંખથી બેનામી ધંધાર્થીઓનોકચ્છના પડખે મોરબીમાં ડેરાતંબુ : હવે બુટલેગરો પર દરોડો..!

27 January



ઈન્ડોનેશીયા કોલસા, પેટકોક, ખનીજચોરો અને જુગાર ધામો પર મોરબી પટ્ટામાં એસએમસીએ સપાટા બોલાવ્યા બાદ હવે ૧ હજાર જેટલી દારૂની પેટીઓ સાથે ૪ શખ્સોને દેબાચતા ફેલાતો મત : પૂર્વ કચ્છમાં અગાઉ ખનીજચોરો-કોલસામાફીયાઓ અને મોટા મોટા બુટલેગરોના સામ્રાજય છવાયેલા હતા, પરંતુ અહી એસપીશ્રીએ કડકાઈ દાખવતા હવે આ બેનામી ધંધાવાળાઓએ મોરબીમાં પડાવ નાખ્યો હોવાનો દેખાય છે વર્તારો 


સ્ટેટ મોનીટરીંગ સેલના સફળ દરોડા બાદ હવે મોરબી પોલીસમાંથી કોનો ચડશે તપેલો? કોણ થશે સસ્પેન્ડ..!





ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી એસપી પદે સાગર બાગમાર દ્વારા કાર્યભાર સંભાળાયો છે ત્યારથી ગુનાહિત આલમમાં રીતસરનો ગભરાટ જ ફેલાઈ જવા પામ્યો છે. તેઓએ ભલભલા ચમરબંધી ગુંડાઓ અને માફીયાઓને કાયદાથી બરાબરના પરિચિત કરાવી દીધા હોય તેમ અહી બેનામી ધંધાવાળાઓ મોટા ભાગના ભુર્ગમમાં ઉતરી ગયા છે તો વળી કેટલાક મોટા માથાઓ સમાન બેનામી ધંધાવાળાઓને સ્થળ બદલવાની નોબત આવી જવા પામી હોય તેવી ઘટનાઓ બનવા પામતી જોવાઈ રહી છે. 
કચ્છમાં અગાઉ ખનીજમાફીયાઓ, જુગાર કલબના મોટા મોટા સંચાલકો, કોલસાચોરો, વિદેશી કોલસીના વાડાઓ બનાવી અને હેરફેર કરનારા માફીયાઓના રીતસરના બિનધાસ્ત ધંધાઓ ચાલતા હતા પરંતુ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા કડકાઈ કરવમાં આવતા આ બધાય જાણે કે, હવે પૂર્વ કચ્છથી ઠામ બદલાવી અને મોરબી બાજુ સ્થળાંતર થયા હોય, મોરબીમાં પોતાના ડેરા તંબુ નાખ્યા હોય તેવી સ્થિતી અને ચાડીને સમર્થન આપતી વધુ એક ઘટના સામે આવવા પામી રહી છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર મોરબીમાં વધુ એક વખત જીસ્ઝ્રના દરોડા પાડી અને  ૧ હજાર જેટલી દારૂની પેટી સાથે ૪ની ધરપકડ કરી લીધી છે. વધુ વિગતો અનુસાર  મોરબીમાં વધુ એક વખત એસએમસીના દરોડા પડ્યા છે. શનાળા ગામ પાસે ગોડાઉનમાં ૧ હજાર જેટલી દારૂ(ર્ન્ૈૂેિ)ની પેટી સાથે ટેલર ઝડપી પાડી ૪ લોકોની ધરપકડ કરી છે. જીસ્ઝ્રના દરોડા પડતા મોરબી પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે.મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ ટીમે રાત્રે મોરબીના રાજપર રોડ પર એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. દારૂના જથ્થાને એક ટ્રેલરમાંથી નાનો ટેમ્પો (છોટા હાથી)માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જીસ્ઝ્રની ટીમે સમય જોતાં જ બૂટલેગરો પર ત્રાટકી પડી હતી. દરોડામાં દારૂની અંદાજે ૧૦૦૦ બોટલો મળી આવી છે. પોલીસે મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.થોડા દિવસ પહેલા જ મોરબીના ટંકારા સ્થિત લાજઈ વિલેજ ય્ૈંડ્ઢઝ્ર ભરડીયા રોડ શ્રી સંકલ્પ ગોડાઉન સામેના ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી જીસ્ઝ્રના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. ૧૧,૮૧,૪૧૪ ની કિંમતની દારૂની ૨,૧૪૭ બોટલો કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનારા અને ગોડાઉન ભાડે રાખનારા રાજસ્થાનના કમલેશ એચ.રામ અને દારૂનો જથ્થો મોકલનારા બે શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે. આવા સમયે કચ્છમાં જે ચર્ચાઓ થવા પામી રહી છે તે અનુસાર અગાઉ કચ્છમાં જે દારૂના બુટલેગરોની મોટી ખેપ પકડાતી હતી, જે ખનીજચોરીનો પર્દાફાશ થતો હતો, જે કરોડોના સેકસન સાથે જુગાર કલબો ધમધમતી હતી, જે પેટકોક-કોલસાની હેરફેરના કૌભાંડાને અંજામ અપાતો હતો તે બધાય કારનામાઓ હવે મોરબી તરફ ફંટાયા છે. એટલે પૂર્વ કચ્છમાં એસપીશ્રીની ગુનાહિત તત્વોની સામે ધોક્કાપછાડ કામગીરીથી ગુનેગારો હવે મોરબીમાં ડેરાતંબુ તાંણવા મજબુર બન્યા હોય તેમ દર્શાય છે. 

Comments

COMMENT / REPLY FROM