Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન

27 January

નખત્રાણામાં ૭૬મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી 




નખત્રાણા ખાતે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાના વરદહસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો


દરેક નાગરિકને રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાવા જિલ્લા કલેકટરશ્રીનું આહ્વાન  : જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં માર્ચ પાસ્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ, વિવિધ ટેબ્લો અને સન્માન સમારોહે લોકોમાં આકર્ષણ જમાવ્યું :૭૬માં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છા પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા : વિવિધ ક્ષેત્રના નેત્ર દીપક કામગીરી કરનાર અધિકારીને સન્માન્યા : ધારાસભ્યો પી.એમ. જાડેજા, ત્રિકમ છાંગા, કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા : પ્રજાસત્તાક પર્વ રંગેચંગે સંપન્ન 



ભુજ :  પ્રજાસત્તાક પર્વ એ નવા વિચારોનો સંચાર કરતું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે દરેક નાગરિક ગણતંત્ર પર્વ પ્રત્યે કર્તવ્યદિન તરીકેની પ્રતિબદ્ધતા દર્શાવી કર્તવ્યોનું પાલન કરવાના શપથ લઈ આ અમૃતકાળને કર્તવ્યકાળમાં પરિવર્તિત કરવા પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે કચ્છ કલેક્ટરશ્રી અમિત અરોરાએ નખત્રાણાના રામાણી ગ્રાઉન્ડ ખાતે ૭૬માં પ્રજાસત્તાક પર્વે ઉત્સાહભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી.આન, બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં કલેક્ટરશ્રીએ કચ્છની ખમીરવંતી પ્રજાને ૭૬માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતાં દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નત મસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે, હિંમતવાન, મહેનતકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું.કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ગુજરાત વિકાસના પથ પર આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યું છે. જેના ફળરૂપે કચ્છ જિલ્લો રાજ્યના વિકાસ મુગટમાં ધ્રુવ તારા સમાન ચમકી રહ્યો છે. વિકાસના રોલમોડેલ બનેલા ગુજરાતની વિકાસ યાત્રામાં કચ્છનું વિશેષ યોગદાન છે. હસ્તકલા, પ્રવાસન, ઉદ્યોગ, ખેતીવાડી સહિત અનેક ક્ષેત્રમાં કચ્છ જિલ્લો અગ્રેસર બન્યો છે. જેમાં ેંદ્ગઉર્‌ં દ્વારા ધોરડોને બેસ્ટ ટૂરીઝમ વિલેજ, યુનેસ્કો દ્વારા પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ માટે દુનિયાના ૭ સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્મૃતિવન અર્થેક્વેક મ્યુઝિયમનો સમાવેશ તથા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. જે કચ્છની ધરતીનો વિકાસ દર્શાવે છે. 
આ પ્રસંગે કલેક્ટરશ્રી વધુમાં ઉમેર્યું હતું કે, એકસમયે દુકાળનો જિલ્લો ગણાતો કચ્છ જિલ્લો આજે ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતો જિલ્લો બન્યો છે. પિયતની સગવડના કારણે કચ્છે ખેતી ક્ષેત્રે પણ કાઠું કાઢયું છે. કચ્છી દેશી ખારેક જીઆઇ ટેગની માન્યતા મેળવનાર રણ-પ્રદેશ કચ્છની સર્વપ્રથમ કૃષિ પેદાશ બની છે. ફળપાકોમાં કચ્છ જિલ્લો રાજ્યમાં પ્રથમ ક્રમે ઉભરી આવ્યો છે. રાજ્ય સરકારના પ્રયાસથી આજે કચ્છમાં પ્રાકૃતિક ખેતીમાં ૪૬ હજારથી વધુ ખેડૂતો જોડાઈ ચૂક્યા છે. કેસર કેરી, દાડમ, કમલમ, ખારેક વગેરેની વિદેશમાં નિકાસ થાય છે. રાજ્ય સરકારના પ્રયાસના કારણે કચ્છની બન્ની ભેંસ, ખારાઇ ઊંટ, કચ્છી-સિંધી અશ્વને અલગ ઓલાદ તરીકેની રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ છે. જેનાથી પશુઓની વેચાણ કિંમત વધતા માલધારીઓને આર્થિક ફાયદો થયો છે. કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દરેક નાગરિકના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વમાં ‘સેવા સેતુ’, સ્વાગત ઓનલાઇન, ગરીબ કલ્યાણ મેળા થકી ‘સરકાર -આપણા દ્વારે’ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. વિવિધ યોજનાના લાભ આપવા માટે વિવિધ પોર્ટલની સુવિધા સાથે આપણા રહેઠાણની ચિંતા કરતી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરીને રાષ્ટ્રીયકક્ષાના ૬ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. રિન્યૂએબલ એનર્જીના ક્ષેત્રમાં અવ્વલ ગુજરાતે ૩૦ ગીગાવોટથી વધુની ક્ષમતા હાંસલ કરી છે જેમાં કચ્છ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવે છે.  વધુમાં કલેક્ટરશ્રીએ આ પ્રસંગે અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં જોડાઈ રહ્યા છે. ત્યારે દરેક નાગરિક રાજ્યના વિકાસની ગતિશીલતામાં સક્રિયતાથી જોડાઈ તે જરૂરી છે.આ તકે કલેક્ટરશ્રી અમિત અરોરાએ પરેડ નિરીક્ષણ કર્યુ હતું. ત્યારબાદ પરેડ કમાન્ડરશ્રીની આગેવાની હેઠળ પોલીસ, હોમગાર્ડ, જીઆરડી તથા એનસીસીની પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી.  આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જયો હતો. પોલીસ ડૉગ શો, દેશભક્તિ ગીતો, અભિનય ગીતો, ફોજી નૃત્ય, સમૂહ નૃત્યની પ્રસ્તૃતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઇ હતી. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા.  જિલ્લાકક્ષાની ઉજવણીમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનુંસન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. કલેક્ટરશ્રી દ્વારા નખત્રાણા તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા રૂ. ૨૫ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા આયોજન અધિકારીને અર્પણ કરાયો હતો. આજના પ્રસંગે જિ.વિ.અ. શૈલેષભાઈ પ્રજાપતિ અધિક કલેક્ટર મિતેષ પંડ્યા, પ્રાંત સુરજભાઈ સુથાર, ધારાસભ્યો પી.એમ. જાડેજા, કેશુભાઈ પટેલ, ત્રિકમભાઈ છાંગા, પૂર્વ અને પશ્ચિમ કચ્છના એસપી બાગમાર તથા સાગર સુંડા, ડીવાયએસપી ભગોરા, તા.પં. પ્રમુખ ભાવનાબેન પટેલ, જિ.પં. નયનાબેન પટેલ, રાજુભા જાડેજા, કરસનજી જાડેજા, મામલતદાર ભરતભાઈ શાહ, ટીડીઓ દીક્ષિતભાઈ ઠક્કર, જિ.પં.ના સભ્યો, તા.પં. સભ્યો, સમાજ સેવકો, તલાટી, ગ્રામ સેવકો, તા.પં. અને મામલતદાર સ્ટાફ ચંદનસિંહ રાઠોડ, ધર્મેન્દ્રગિરિ ગોસ્વામી, દિનેશ વાઘેલા, દિલીપ નરસીંગાણી, જયસુખ પટેલ, હિરેન વ્યાસ, ધર્મેશ કેશરાણી, ડાયાલાલ સેંઘાણી, વેણીલાલરૈયાણી, કલ્પેશભાઈ, ઉત્પલસિંહ જાડેજા, ભાવિન કથાણી, ગઢવી શંભુભાઈ વરચંદ, રમેશ આહિર, ચંદે સાહેબ, પીઆઈ અશોક મક્વાણા, ટોપીવાલ, ભાવેશ ધનાણી, પાટીદાર સમાજના ગોપાલભાઈ પટેલ, કીર્તિભાઈ શાંખલા સહિત શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. શાળા, હાઈસ્કૂલ, કોલેજના બાળકોએ ૧૮ જેટલા રંગારંગા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ વિભાગા ૯ જેટલા ટેબ્લોની થમનું પ્રદર્શન યોજાયું હતું. વિવિધ વિભાગો નેત્ર દીપક કર્મચારી અધિકારીનું મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર, ચેક દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. 



................


કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીના સીનિયર સબ એડિટર ગૌતમ પરમારનું ૭૬મા પ્રજાસત્તાક પર્વની નખત્રાણા ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન કચ્છ વહીવટીતંત્ર દ્વારા પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું.



...................


પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું કરાયું સન્માન 


એમ.જે.ક્રિશ્ચિયન- નાયબ પોલીસ અધિક્ષક, એસસી એસટી સેલ-ભુજ, એ.એમ. મક્વાણા- પોલીસ ઈન્સ્પેક્ટર-નખત્રાણા પોલીસ સ્ટેશન, જે.ડી.સરવૈયા - પોલીસ સબ ઈન્સ્પેક્ટર  જિ.ટ્રાફિક શાખા-ભુજ, એમ.બી.ચાવડા- પોલીસ સબ ઈન્સ્પેક્ટર- ખાવડા, કે.એમ.મોરડિયા-વાયરલેશ પોલીસ સબ ઈન્સ. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-ભુજ, પી.વી.પટેલ-પોલીસ વાયરલેશ સબ ઈન્સ્પેક્ટર-વાયરલેશ શાખા-ભુજ, વિકેશભાઈ જયંતીભાઈ રાઠવા એએસઆઈ-એલસીબી શાખા ભુજ, શીતલબેન પીરાભાઈ નાયી- મહિલા એએસઆઈ, પોલીસ સી ટીમ, ભુજ બી-ડિવિઝન, રમીલાબેન બાબુલાલ-મહિલા હેડ કોન્સ. પોલીસ સી ટીમ, ભુજ શહેર બી-ડિવિઝન, ગાયત્રીબેન હરીલાલ બારોટ- મહિલા હેડ કોન્સ. સી-ટી, ભુજ શહેર બી-ડિવિઝન, લાખાભાઈ હીરાભાઈ રબારી- પોલીસ કોન્સ્ટેબલ-એલસીબી શાખા-ભુજ, સેધાભાઈ ભુરાભાઈ લોઢા-લોકરક્ષક પોલીસ કોન્સ.વાયરલેશ શાખા-ભુજ

...................


ભુજ એસસી એસટી સેલના ડીવાયએસપીનું સન્માન કરાયું



ભુજ : પશ્ચિમ કચ્છ જિલ્લામાં એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા એમ.જે.ક્રિશ્ચનનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. નખત્રાણા ખાતે આયોજીત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસે એસપી વિકાસ સુંડા દ્વારા આ અભિવાદન કરવામાં આવ્યું હતું. પધ્ધર, નારાયણ સરોવરના પોકસોના ગુના કામે આરોપીને ઝડપી સમય મર્યાદામાં ચાર્જશીટ કરતા અદાલતે આરોપીને કડક સજા ફટકારી હતી. તેમજ સાયબર પોલીસના ગુનામાં મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. વિશિષ્ટ કામગીરી બદલ આ સન્માન કરાયું હતું.

Comments

COMMENT / REPLY FROM