વરસામેડીમાંથી ઓરડીમાં રાખેલો ૧.૬૪ લાખનો દારૂ પકડ્યો
અંજાર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એલસીબીનો દરોડો
અંજાર : તાલુકાના વરસામેડી ગામે આવેલ ઓરડીમાં રાખેલ ૧.૬૪ લાખનો અંગ્રેજી દારૂ પૂર્વ કચ્છ એલસીબીએ પકડી પાડ્યો હતો. આ અંગે એલસીબીમાંથી મળતી વિગતો મુજબ ગઈકાલે કોમ્બિંગ રાત હતી તે દરમિયાન એલસીબી પીઆઈ એન.એન. ચુડાસમાની આગેવાની સ્ટાફ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, આરોપી વરસામેડીના શક્તિસિંહ પરબતસિંહ જાડેજા અને મયુરસિંહ દિલુભા જાડેજા તેમજ હરિભાઈ મોતીલાલ કોલીનો દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી હતી જેઆધારે શક્તિસિંહ જાડેજાની સુતાસર રોડ પર આવેલ ઓરડીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં ઓરડીને ચેક કરવામાં આવતા વિદેશી દારૂની ર૧ર બોટલ કિ.રૂા. ૧,૦૭,૩૪૪ તેમજ કવાટરિયા ૧૯ર કિ.રૂા. પ૬,૮૬૮ મળી કુલ ૧,૬૪,ર૧રનો મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જો કે, દરોડો પાડવામાં આવ્યો ત્યારે આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. આ કામગીરીમાં પીઆઈ એન.એન. ચુડાસમા અને પીએસઆઈ એમ.વી. જાડેજા તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments