Trending News
સ્થાનિક સમાચાર

માળીયા પાસે ભુજ પાર્સીંગના ગેસના ટેન્કરમાંથી હેરાફેરીનું કૌભાંડ પકડાયું

26 January


વિરવિદરકા ગામના પાટીયે પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં એલસીબીનો દરોડોઃ યુ.પી.ના શખ્સની ધરપકડઃ વાહન ૨૦ સીલીન્ડર સહિત ૫૬.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ભુજ : મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ૫રંપરા હોટલના ગ્રાઉન્ડમાંથી એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાં અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે કચ્છ પાર્સીંગના ગેસના ટેન્કર અને ગેસના બાટલા સહિત કુલ મળીને ૫૬,૪૦,૧૦૬ નો મુદામાલ કબજે કરેલ છે અને માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જિલ્લા એલસીબીને મળેલી બાતમીના આધારે સફળ દરોડો પાડવામાં આવ્યો હતો. મોરબી માળીયા હાઇવે રોડ ઉપર માળીયા તાલુકાનાં વિર વિદરકા ગામના પાટીયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં એલસીબીની ટીમે રેડ કરી હતી. ત્યારે અમુક ઇસમો દ્વારા આ સ્થળે કચ્છ પાર્સીંગના ટેન્કર નં. જીજે ૧૨ એયુ ૬૭૭૧ માંથી પ્રોપેન ગેસનું કટીંગ કરી ગેસનો જથ્થો ગેસના સીલીન્ડરમાં ગેરકાયદેસર ભરતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ગેસ ભરેલ ટેન્કર જેની કિંમત ૫૧,૦૨,૧૯૬, ગેસ ભરેલા ૧૨ સીલેન્ડર જેની કુલ કિંમત ૨૯,૨૮૦, બોલેરો ગાડી  જીજે ૧૬ ઝેડ ૩૨૩૦ જેની કિંમત ૫,૦૦,૦૦૦, ગેસના ખાલી ૮ સીલેન્ડર જેની કિંમત ૪૦૦૦ તેમજ ૧ મોબાઇલ ફોન, ઇલેકટ્રોનીક વજનકાંટો તથા રબ્બરની વાલ્વવાળી, ખાલી વાલ્વ સહિત કુલ મળીને ૫૬,૪૦,૧૦૬ નો મુદામાલ કબ્જે કરેલ છે.  પોલીસે સાજન સરીફખાન ૫ઠાણ (૨૧) રહે. હાલ ૫રંપરા હોટલ વિર વિદરકા ગામ તાલુકો માળીયા(મિ) મૂળ રહે. યુપી વાળાની ધર૫કડ કરી હતી. જયારે ટેન્કર ચાલક અને બોલેરો ચાલક પકડાયા ન હતા. 


 

Comments

COMMENT / REPLY FROM