Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ-ગુજરાત પોલીસનું ગૌરવ : આઈજીશ્રી કોરડીયાનું રાષ્ટ્રપતિ પદકથી થશે સન્માન

25 January

ગુજરાત પોલીસના ૧૧ પોલીસ અધિકારીઓ જવાનોને રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રકો જાહેર


બે પોલીસ અધિકારીઓને વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક : ૯ પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રશંસનીય સેવા પોલીસ મેડલ જાહેર


(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગરઃ   ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા ૧૧ પોલીસ અધિકારીઓ જવાનો ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રાષ્ટ્રપતિશ્રીના વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશંશનીય સેવા મેડલ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા બ્રજેશકુમાર. ઝા ને તેમજ અમદાવાદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ. પથુભા. ચુડાસમાને રાષ્ટ્રપતિશ્રીનો વિશિષ્ટ (પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગરઃ   ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ફરજ બજાવતા ૧૧ પોલીસ અધિકારીઓ જવાનો ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રાષ્ટ્રપતિશ્રીના વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશંશનીય સેવા મેડલ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના રાજકોટ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા બ્રજેશકુમાર. ઝા ને તેમજ અમદાવાદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ. પથુભા. ચુડાસમાને રાષ્ટ્રપતિશ્રીનો વિશિષ્ટ પોલીસ સેવા મેડલ મળ્યો છે.    આ ઉપરાંત કચ્છ જિલ્લા રેન્જ ના આઈજીપી તરીકે ફરજ બજાવતા ચિરાગ કોરડીયા ને રાષ્ટ્રપતિશ્રીનો પ્રસંસનીય સેવા  મેડલ મળ્યો છે. આ ઉપરાંત આઈજીપી નિલેશ જાજડિયાને પણ રાષ્ટ્રપતિ શ્રીનો પ્રશંસનીય સેવા મેડલ મળ્યો છે.  આ ઉપરાંત ડીવાયએસપી અશોકકુમાર પાંડોર, દેવદાસ. બી.બારડ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, સુરેન્દ્રસિંહ.ડી. યાદવ કોન્સ્ટેબલ, હિરેનકુમાર.બી. વારાણાવા આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, બાબુભાઈ.જેઠાભાઈ.પટેલ સબ ઇન્સ્પેક્ટર મુકેશકુમાર. એ.નેગી હેડ કોન્સ્ટેબલ , અને હેમાંગકુમાર.એમ.મોદી હેડ કોન્સ્ટેબલને પણ રાષ્ટ્રપતિ શ્રી નો પ્રશંસનીય પોલીસ  સેવા મેડલ મળ્યો છ



.......


કચ્છ-ગુજરાત પોલીસનું ગૌરવ : આઈજીશ્રી કોરડીયાનું રાષ્ટ્રપતિ પદકથી થશે સન્માન



ગાંધીધામ : આવતીકાલે તા.ર૬મી જાન્યુઆરીના રોજ દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. તે દરમ્યાન જ કચ્છને માટે વધુ એક ગૌરવરૂપ અહેવાલ સામે આવવા પામ્યા છે. અવતીકાલે ગુજરાતના વિવિધ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું રાષ્ટ્રપદકથી સન્માન કરવામા આવશે તેમાં વર્તમાન કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચીરાગ કોરડીયાનું પણ સન્માન કરવમાાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ અને અધિકારીઓની શ્રેષ્ઠ કામગીરીના પગલે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. શ્રીકોરડીયાની ગુજરાતના વિવીધ પોલીસ બેડામં બજાવાયેલી યશસ્વી કામગીરીનો શિરપાવ તેમને સરકાર તરફથી આપવામં આવી રહ્યો છે. શ્રી કોરડીયાને રાષ્ટ્રપતિ પદક એનાયત થવા જઈ રહ્યો છે ત્યારે વધુ એક વખત કચ્છ પોલીસનું ગૌરવ વધવા પામ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM