નાપાક સરહદને સ્પશર્તા કાંઠાળ કચ્છમાં એજન્સીઓ ઉંઘતી ન રહે? પ્રજાસત્તાક પર્વ ટાંકણે લાલબત્તી...!
બોમ્બ ધડાકાનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો
સ્કુલોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના ધમકીભર્યા ઈમેઈલ બાદ વડોદરા-મુંબઈ સહીતમાં શંકાસ્પદ કંઈ મળ્યુ નથી, પરંતુ પ્રજાસત્તાક પર્વ સમયે જ આ રીતની ધમકીઓ કહેવાય સુચક : નાપાક સીમાને અડીને અવેલા કચ્છ જિલ્લામાં હાલમાં જ પાકીસ્તાની ઘુસપેઠીયો બાબા અલી ઝડપાયા બાદ રાજસ્થાનથી ગુજરાતમાં હથિયારો ઘુસાડવાના પણ થઈ ચૂકયા છે પર્દાફાશ
રાષ્ટ્રીય તહેવાર, મોટી ચુંટણીઓ કે પછી કોઈ મોટા ધાર્મિક ઉત્સવ-તહેવારોને લોહીયાળ બનાવવા નાપાક તત્વો હમેશા રહેતા હોય છે યાર, રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં પોલીસ-એજન્સીઓ વ્યસ્ત રહે અને નાપાક ભાંગફોડીયાઓ કયાંક ફાવી ન જાય, તેની તકેદારી રાખવી કહેવાશે હિતાવહ
કચ્છમાં અગાઉ ભુતકાળમાં આવા મોટા દિવસોમાં બોર્ડર પર મોટી દાણચોરીઓ પકડાયાનો ઈતિહાસ બોલે જ છે..!
ગાંધીધામ : દિલ્હી-મુંબઈની અનેકવીધ સ્કુલો બાદ હવે શાળાઓને બોમ્બથી ઉડાળી દેવાની ધમકીભર્યા ઈમેઈલનો રેલો ગુજરાત સુધી પહોચી આવ્યો છે. રાજયના વડોદરા શહેરમાં સ્કુલ-યુનિ.માં પણ આવા જ ખળભળાટી સર્જતા ઈમેઈલ મળવા પામ્યા છે. અહી પોલીસે સતર્કતા દાખવી, બોમ્બ અને ડોગસ્કવોર્ડ સહિતનાઓને સાથે ધસી જઈ તપાસ કરી અને તેના અંતે વધુ કંઈ જ શંકાસ્પદ નથી મળ્યુ તે વાત હાશકારારૂપ જ છે પરંતુ બીજીતરફ હવે આ પ્રકારની ધમકીઓનો રેલો ગુજરાત સુધી લંબાયો છે ત્યારે દેશભરની એજન્સીઓ જયા ધામા નાખીને બેઠી છે તેવા આંતરરાષ્ટ્રીય પાકીસ્તાનને અડીને અવેલ સરહદી વિસ્તાર કાંઠાળ કચ્છમાં એજન્સીઓ કયાંક ઉઘતી ન ઝડપાઈ જાય તે જોવુ મહત્વનું બની રહેશે.આ મામલે સરહદી ક્ષેત્રના જાણકારો કહી રહ્યા છે કે, કચ્છ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો વિસ્તાર છે. દેશની સલામતી તથા સુરક્ષાને માટે આ જિલ્લાની મહત્વતા કંઈક અલગ જ રહેલી છે. જયારે જયારે દેશમાં રાષ્ટ્રીય તહેવારો, કોઈમોટી ચુંટણીઓ કે પછી કોઈ મોટા ધાર્મીક ઉત્સવો યોજાતા હોય છે તેવા સમયે નાપાક ચાંચીયાઓ, નાપાક આતંકી આક્કાઓના ઈસારો ભાંગફોડ સર્જનારા તત્વો તલપાપડ જ રહેતા હેાય છે અને તેમની નાપાક માનસીકતાઓને અંજામ આપવાના અળવીતરા અજમાવતા જ રહે છે. હાલમાં પણ જયારે ગુજરાતની શાળાને બોમ્બથી ઉડાડળવાની ધમકીઓ અપાઈ છે તેનો સમય સુચક જ કહી શકાય તેવો છે. નોધનીય છે કે, કચ્છમા તાજેતરમાં જ લાંબા સમય બાદ જમીન સરહદેથી ઘુસપેઠ કરનારો બાબાઅલી નામનો એક પાકીસ્તાની શખ્સ પકડાયો છે, જે અનેકવીધ રીતે શંકાસ્પદ હતો. પોતાને માછીમાર ગણાવતો આ શખ્સ હકીકતમાં ગેરકાયદેસર રીતે જ અહી ઘુસ્યો હોવાનુ એજન્સી જાણી ગઈ હતી અને એજન્સીઓએ કડક રાહે પુછતાછ કરતા તેની જ કડીના ભાગરૂપે રાજસ્થાનથી ગુજરાતમાં ઓસટ્રેલિયન બનાવટની રીવોલ્વર ઉપરાંતના હથીયારો ઘુસાડવાના ગંભીર પ્રકારના કારનામાનો પર્દાફાશ થવા પામી ચૂકયો છે. દેશભરમાં હાલમાં પ્રયાગરાજ મહાકુંભ મેળો તેમાં આતંકી હુમલાનાઈનપુટસ, લોરેન્સ બીશ્નોઈની ગુજરાત અમદાવાદ જેલમાં હાજરી અને તેની ગેગોના કારનાચમાઓ, બેટ દ્વારકામાં મોટાપાયે દરીયાઈ ક્ષેત્રોમાં દબાણો દુર કરવા, ઉપરાંતના કઈક ઘટનાક્રમો એક સાથે થવા પામ્યા છે તે વચ્ચે જ હવે પ્રજાસત્તાક પર્વ પણ આવી રહ્યો છે., આ દીવસે દેશ આખોય ઉમંટ ભર તેની ઉજવણી કરવામાં વ્યસ્ત હોય, એજન્સીઓ કયાંક ને કયાંક મહાનુભાવોની સુરક્ષા વ્યવસથાઓ-બંદોબસ્તમાં રહી જાય અને ભાંગફોડીયા તત્વો કયાંક કચ્છ કાંઠેથી કોઈ મોટા ઘટનાક્રમને અંજામ ન આપી જાય તેની તકેદારી કચ્છમાં પડાવ નાખીને બેઠેલી દેશભરની એજન્સીઓએ દાખવવી જ પડશે.

Comments