Trending News
સ્થાનિક સમાચાર

શિક્ષકો - શિક્ષણ સહાયકો માટે જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ યોજાયો

24 January


ભુજ : નિયામકશ્રી શાળાઓની કચેરી ગાંધીનગરની સૂચના અન્વયે અત્રેના જિલ્લાની સરકારી, આર.એમ.એમ.એસ., મોડેલ શાળાઓમાં ફરજ બજાવતા મદદનીશ શિક્ષકો / શિક્ષણ સહાયકો માટે  જિલ્લા આંતરિક ફેરબદલી કેમ્પ યોજાયો હતો. માધ્યમિક વિભાગમાં કુલ ૫૯ અરજીઓ આવેલ હતી જે પૈકી ૪૯ શિક્ષકો હાજર રહેલ હતા અને ૨૯ શિક્ષકોએ શાળા પસંદગી કરેલ અને ૨૦ શિક્ષકોએ શાળા પસંદગીનો હક્ક જતો કરેલ છે. એ જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૨૩ અરજીઓ આવેલ હતી જે પૈકી ૨૧ શિક્ષકો હાજર રહેલ હતા અને ૧૬ શિક્ષકોએ શાળા પસંદગી કરેલ અને ૫ શિક્ષકોએ શાળા પસંદગીનો હક્ક જતો કરેલ છે.આંતરિક ફેરબદલી કેમ્પમાં જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારનાં માર્ગદર્શન હેઠળ નિયમોનુસાર શિક્ષકોને બદલીનો લાભ મળે તે અર્થે કચેરીના ઈ.ચા. કચેરી અધિક્ષક  કે. એન. સીજુ,  વર્ગ ૨ આચાર્ય  પી. જી. ઝાલા, બિપીનભાઈ વકીલ, વનિતાબેન મહિડા,  શિવુભા ભાટી,  રાજેન્દ્રસિંહ જાડેજા, નવજોતસિંહ રાઠોડ વિગેરે એ સુપેરે અને સંપૂર્ણ પારદર્શક રીતે  કામગીરી પાર પાડી હતી.આ કેમ્પમાં રાજ્ય સરકારી શિક્ષક સંઘના પ્રમુક તેમજ બોર્ડ મેમ્બર  દિવ્યરાજસિંહ જાડેજા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (સરકારી)ના રાજ્ય અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંજા ઉપસ્થિત રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM