મુંદરાના મોખા ટોલનાકામાં ગેરરીતિનો પર્દાફાશ
મુંદરા : ઉત્તરપ્રદેશ એસટીએફએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ટોલ પ્લાઝા પર ટેક્સ વસૂલાતમાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસટીએફની ટીમે મિર્ઝાપુરના અતરૈલા ટોલ પ્લાઝા પર દરોડો પાડીને ૩ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ ટોલ પ્લાઝા પર સ્થાપિત નેશનલ હાઈવેના કોમ્પ્યુટરમાં તેમનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. તેના દ્વારા ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ફ્રી બતાવીને તેમની પાસેથી વસૂલવામાં આવતા પૈસા અંગત ખાતામાં લેવામાં આવી રહ્યા હતા. આ કૌભાંડ કચ્છના મુંદરા તાલુકાના મોખા ટોલનાકા સહિત ગુજરાત અન્ય ટોલનાકાઓ ઉપરાંત ૧૨ રાજ્યોના ૪ર ટોલનાકા પર ચાલતું હતું તેવું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. આ કૌભાંડમાં હજુ કેટલાક ટોલનાકા પર ગેરરીતિ સામે આવે તેવી શક્યતા પણ વ્યકત કરાઈ રહી છે. આ કૌભાંડથી બે વર્ષમાં ૩ કરોડ ૨૮ લાખની છેતરપિંડી થઈ છે. એસટીએફએ આરોપીઓ પાસેથી ૨ લેપટોપ, ૧ પ્રિન્ટર, ૫ મોબાઈલ, ૧ કાર અને ૧૯,૦૦૦ રિકવર કર્યા છે.આ અંગેની વિગતો મુજબ ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં નેશનલ હાઈવેના કમ્પ્યુટર્સમાં ૫ોતાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું. એસટીએફએ જૌનપુરના કચ્છના મુંદરા તાલુકાનાઆલોક કુમાર સિંહ, પ્રયાગરાજના રાજીવ કુમાર મિશ્રા અને મધ્યપ્રદેશના મઝૌલીના મનીષ મિશ્રાની ધરપકડ કરી છે. આલોક અત્યારે વારાણસીમાં રહેતો હતો. આરોપીઓએ જણાવ્યું કે અત્યાર સુધી તેઓએ દેશના ૧૨ રાજ્યોના ૪૨ ટોલ પ્લાઝામાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાના કોમ્પ્યુટરમાં તેમના દ્વારા બનાવેલ સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું છે. આ રાજ્યો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને ૫શ્ચિમ બંગાળ છે.છેતરપિંડીની ફરિયાદો સતત મળી રહી હતી એસટીએફ ઇન્સ્૫ેક્ટર દીપક સિંહે કહ્યું નેશનલ હાઈવેના વિવિધ ટોલ પ્લાઝા પર અનિયમિતતાની ફરિયાદો મળી રહી છે. વારાણસી એસટીએફના એએસપી વિનોદ સિંહ અને લખનઉના એએસપી વિમલ સિંહની ટીમ આ કેસ પર સતત નજર રાખી રહી હતી. દરમિયાન, એસટીએફને માહિતી મળી કે નેશનલ હાઈવેના સોફ્ટવેરમાં અલગથી સોફ્ટવેર બનાવનાર અને ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિ આલોક સિંહ વારાણસીમાં છે. એસટીએફની ટીમે આલોક સિંહને બાબતપુર એરપોર્ટ નજીકથી પકડી લીધો હતો.આરોપી ટોલ પ્લાઝા પર કામ કરતો હતો એસટીએફની પૂછપરછ દરમિયાન આલોકે જણાવ્યું કે તે એમસીએ પાસ છે અને અગાઉ ટોલ પ્લાઝા પર કામ કરતો હતો. ત્યાંથી તે ટોલ પ્લાઝા માટે કોન્ટ્રાક્ટ લેતી કંપનીઓના સંપર્કમાં આવ્યો હતો. આ પછી ટોલ પ્લાઝા માલિકોની મિલીભગતથી એક સોફ્ટવેર બનાવવામાં આવ્યું હતું. ટોલ પ્લાઝા પર સ્થાપિત નેશનલ હાઈવેના કોમ્પ્યુટરમાં પોતાનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું, જે મેં મારા લેપટોપથી એક્સેસ કર્યું. ટોલ પ્લાઝાના આઈટી કર્મચારીઓએ પણ આમાં સાથ આપ્યો હતો. તે પોતે યુપીના આઝમગઢ, પ્રયાગરાજ, બાગપત, બરેલી, શામલી, મિર્ઝાપુર અને ગોરખપુરમાં છેલ્લા બે વર્ષથી આ હેરાફેરીમાં સામેલ છે.

Comments