મુંદરામાં દિલ્હી DRI ની લાલઆંખ : ૧પ૦ નહી ૭૦ ફેબ્રિકના કન્ટેઈનર અટકાવાયા : મોટા ઘટસ્ફોટ થશે
મુંબઈમાં જ રહેલા છે મુખ્ય સુત્રધારો..!
ફેબ્રિકની આયાતમાં એન્ટી ડમ્પીંગ ડયુટીને અંજામ આપનારાઓ પર દિલ્હી ડીઆરઆઈ દ્વારા બોલાવાઈ ધોંષ : મુંદરામાં અટકાવાયેલા કન્ટેઈનરનું પરીક્ષણ શરૂ થવાનું કાઉન્ટડાઉન
મુંબઈનો રશીદ ઝોનમાં કોના નામે (સ્કાય)આકાશમાં ઉડી રહ્યો છે? તેમાં ભાગબટાઈ કરનાર યશ કોણ છે? : યશની દિલ્હીની એજન્સી કડકમાં કડક પુછાણા લે તો કચ્છમાં ઝોન-કંડલા-મુંદરામાં કઈક મોટા ચોરીના કારનામાઓ ખુલશે : આ યશ તેલ-કેમીકલના યુનિટના નામે આદરી રહ્યો છે મોટા કૌભાંડો..? : જાણકારોની લાલબત્તી
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના એક એવા મુંદરા બંદર પર અમુક ભેજાબાજ ટોળકીઓ સમયાંતરે દાણચોરીના કીમીયાઓની અજમાયીશ કરતી રહેતી હોય છે. દરમ્યાન જ તાજેતરમાં જ મુંદરા પોર્ટ પર વિદેશથી આવેલા ફેબ્રીકના કન્ટેઈનરોને અટકાવી દીધા છે. અહી ૧પ૦ નહી પણ ૭૦ જેટલા કન્ટેઈનરને અટકાવી દીધા છે અને તેની હવે ટુંક જ સમયમાં પરીક્ષણ એકઝામિશેનનની કાર્યવાહી હાથ ધરવામા આવનાર હેાવાનુ માલુમ પડયુ છે. મુંદરાના કસ્ટમ વિભાગના સુત્રો પાસેથી મળતી માહીતી અનુસાર અહી દિલ્હી ડીઆરઆઈ દ્વારા ૭૦ જેટલા કન્ટેઈનરોને અટકાવી દીધા છે, હોલ્ડ પર રખાવી દીધા છે અને તેમાં ફેબ્રીકમાં ડયુટીની ગેરરીતી હોવાની આશંકા હાલતુરંત સેવવામા આવી રહી છે. કહેવાય છે કે, મુંબઈમાં ફેબ્રીકના દાણચોરો સાણસામા આવ્યા બાદ તેની કડીમાં મુંદરા તરફ તપાસનો રેલો લંબાયો હોવાનુ સામે આવી રહ્યું છે.
વધુમાં જાણકારે કહી રહ્યા છે કે, મુદરામાં જે કન્ટેઈનરો અટકાવાયા છે તેની છાનબીન જો દિલ્હીની ડીઆરઆઈ કડકાઈ અને તટસ્થાથી કરશે તો જોન સુધી તેનો ચોકકસથી રેલો લંબાશે. આ કેસમાં દિલ્હી, મુંબઈ, કોલકત્તા, ગાંધીધામ, કંડલા સંકુલની આખેઆખી એક મોટી સિન્ડીકેટ જ સક્રીય હોવાનુ મનાય છે. અહી જાણકારો કહી રહ્યા છે કે, મુળ મુંબઈ બેઠેલા રશીદ-યશ નામના શખ્સો ફેબ્રીકના ધંધામાં જોનમાં ગગનચુંબી(આકાશ)માં ઉડતી પાંખો ધરાવી રહ્યા છે. તેઓ કોના જોરે આટલા બધા ઉડી રહ્યા છે? તેમની સ્થાનિકે કોની સાથે ભાગીદારી રહેલી છે? તેમના પર કોની છત્રછાયા છે? આ બધી જ બાબતોનો પણ ખુલાસો થશે તો જ ફેબ્રીકમાં દાણચોરીના કન્સાઈનમેન્ટ અહી આવતા અટકે તેમ છે.
...............
ઝોનના રશીદ-યશના ભેદી કારનામાની ગંધ
ફેબ્રીકમાં મુંબઈનો રશીદ અગાઉ ગાંધીધામ-કંડલા સંકુલના કયા શખ્સોની સાથે મળીને કરતો હતો ધંધો? તેમના સુધી પણ એજન્સીઓએ તપાસનું દબાવવુ જોઈએ પગેરૂં
મુંબઈના રશીદ-યશની સાથે ૮૦ ટકા પાર્ટનરશીપના કામો ગાંધીધામના કયા ફેબ્રીકના ચકચારી શખ્સો કરી રહ્યા છે? રસીદ-યશ દ્વારા મંગાવતો દાણચોરી યુકત માલ ૮૦ ટકા ઝોનમાં કોના યુનીટમાં જઈ રહ્યો છે? આ દીશામાં તપાસ થવી જરૂરી?
ગાંધીધામ : મુંદરામાં દિલ્હીની એજન્સી દ્વારા જે ૭૦ કન્ટેનરો અટકાવવામા આવ્યા છે તેની તપાસનું પગેરૂ જોન તરફ ફેલાઈ શકાય છે અને જાણકારો કહી રહ્યા છે કે, જોનમાં મુંબઈના રશીદ તથા યશના નામો બહાર આવી શકે તેમ છે. કહેવાય છે કે ફેબ્રીકના આ કૌભાંડને અંજામ આપવામાં આ બે મહાશયનો મોટો રોલ મનાય છે. આ દીશામં તપાસ કરાશે તો જોનમાં આ બન્નેની ભાગીદારી વાળા યુનિટમાં જઆવા ફેબ્રીક આવી રહ્યા હોવાનુ ખુલવાી આશંકાઓ સેવાઈ રહી છે.
..................
મુંબઈની કડીમાં મુંદરા સુધી લંબાયો તપાસનો રેલો
ગાંધીધામ : ફેબ્રીકમાં ડયુટીમાં ફેરફારનો ગેરલાભ લઈ અને મુંબઈના દાણચોર તત્વો દેશભરના અલગ અલગ પોર્ટ પર તેની આયાતના કીમીયા અજમાવતા રહ્યા હતા. મુંબઈમાં ખાસ કરીને આવા કન્સાઈનમેન્ટ પકડાયા બાદ હવે તેનો રેલો મુંદરા સુધી લંબાવવા પામી ગયો હોવાની વાત સામે આવવા પામી રહી છે.

Comments