Trending News
સ્થાનિક સમાચાર

રાતા તળાવના રસ્તે પડેલા વીજ વાયરને અડી જતાં કિશોરનું મોત 

23 January



વાંઢિયા નજીક ઓવરટેક કરવામાં અકસ્માત થતાં ટ્રક ચાલકનું મોત 



ભુજ : જિલ્લામાં અકસ્માત અને અપમૃત્યુની બે ઘટના સામે આવી હતી, જેમાં કરંટ લાગવાના કારણે કિશોરનું અને ઓવરટેક કરવામાં અકસ્માત થતાં ચાલકનું મોત થયું હતું. આ બાબતે અંજાર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ રાતાતળાવ પાસે ખેતરમાં આ બનાવ બન્યો હતો. મૂળ યુપીના ૧૬ વર્ષિય સંદીપ બલવંતકુમાર નામનો કિશોર કામ કરવા જતો હતો, ત્યારે રસ્તામાં પડેલા વીજવાયરને અડી જતાં કરંટ લાગવાના કારણે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. રસ્તામાં વીજ વાયર કોણે ખુલ્લો મુકી દિધો તે દિશામાં તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવાની માંગ પણ ઉઠી છે. 
તો આ તરફ સામખિયાળીથી માળિયા જતા હાઈવે પર અજંતા કંપનીથી એક કિ. મી આગળ વાંઢિયા સીમમાં અકસ્માત થયો હતો. ફરિયાદી કિડિયાનગરના મહેન્દ્રભાઈ સુરાભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે ટ્રક નંબર જી.જે. ૧ર એ ડબલ્યુ ૭૪૩પના ચાલક ડાયાભાઈ ગણેશાભાઈ વીડિયાએ પોતાના કબ્જાની ટ્રક પુર ઝડપે ચલાવી ઓવરટેક કરવા જતાં આગળના ટ્રકના ઠાઠામાં ભટકાવતા અકસ્માત થયો હતો. જેમાં ફરિયાદીને દાઢી અને કપાળના ભાગે ઈજાઓ થતાં ૪૦થી ૪પ ટાંકા આવ્યા હતા. જયારે ડ્રાઈવર ડાયાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં મોત થયું હતું. જેથી સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

 

Comments

COMMENT / REPLY FROM