કુખ્યાત કોલસાચોર ટોળકીએ કચ્છની પડખે મોરબીમાં નાખ્યો પડાવ : ફરીકાંડ ઝડપાયું..!
એસપી સાગર બાગમારની લાલઆંખ ભરી કાર્યવાહથી
ઈમ્પોર્ટેડ કોલસાની આયોજનબદ્ધ ચોરી-તસ્કરીનું અગાઉ કચ્છમાં મુંદરાથી લઈ અને કંડલા-ગાંધીધામ-લાકડીયા હાઈવે સુધીમાં ઠેર ઠેર ધમધમતા હતા વાડા-અડ્ડા : અગાઉ મોરબીના જ શખ્સો આ ઈમ્પોર્ટ કોલસા ચોરીને આપતા હતા અંજામ, હવે રાજકોટના અમુક વેપારીઓ અજમાવી રહ્યા છે હાથ
જો કે, કચ્છમાં તો એસપીશ્રી સાગર બાગમારે બરાબરનો ધોક્કો પછાડયો હોવાથી હવે આ કોલસા ચોર ટોળકી મોરબીમાં આદરી રહી છે હથકંડા : ફરીથી ૧ કરોડનો મુદામાલ મોરબી એલસીબીએ દબોચી લીધો : જુના સાદુળકા ગામે ઈમ્પોર્ટેડ કોલસો કાઢી હલ્કી ગુણવત્તાનો કોલસો ભેળવવાના કારસ્તાનનો થયો પર્દાફાશ’
કંડલા બંદરેથી પણ ગંતવ્ય સ્થળ પર ઈમ્પોર્ટ કેાલસા પહોચે તે પહેલા જ અન્યત્ર સગેવગે કરવાના પ્રકરણની પણ તાજેતરમાં જ થવા પામી છે પોલીસ ફરીયાદ : પૂર્વ કચ્છ પોલીસતંત્રએ દીપેન આણી ટોળકી તરફ કરવી જોઈએ વક્રદ્રષ્ટી : મોટાભાગના કોલસાચોરો ભુગર્ભમાં જ ઉતરી ગયા છે પરંતુ દિપેન અને તેનો બધો જ વહીવટ સંભાળનાર ફોલ્ડરીયો નરેન્દ્ર તથા ચોરાઉ કોલસામાં અગાઉ પણ ચકચારી રહી ચુકેલ મુકેશ-રાકેશ સહિતનાઓ પર વોચ રાખવી જરૂરી
કંડલા બંદરથી ઈમ્પોર્ટ ખનીજ કોલસો હાઈવે પર આવતા જતા ટ્રકોમાંથી ડ્રાઈવરો સાથે મીલીભગત કરી હેરફેર કરી લેવાના કારસ્તાનમાં નવઘણ બાલાસરા તથા નિકુંજ પટેલના કડક રીમાન્ડ મેળવાય તો કચ્છ સલગ્ન કોલસાકાંડને લઈને પણ થાય વધુ કડાકા-ભડાકા : મોરબી એલસીબીએ ઝડપેલા ૪ ઈસમોથી કડક પુછતાછ કરશે તો ફરાર નાશી ગયેલા રમેશ અને રાકેશ ઝડપાયેથી ગાંધીધામની કડીઓ પણ ચોકકસથી ખુલવા પામશે
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના કંડલા-મુંદરા અનુ તુણા કચ્છમાં સક્રીય છે. અહી દેશવિદેશથી કિમંતી વસ્તુઓની મોટા પ્રમાણમાં આયાત નીકાસ કરવામા આવી રહી છે. ત્યારે ઈન્ડોનેશીયા સહિત વિદેશથી કોલસી પણ કરોડોની મત્તામાં અહીથી આયાત કરવામાં આવી રહી છે અને આ મોંઘીદાટ કોલસી કચછથી તેના ગંતવ્ય સ્થળ સુધી પહોચે તે પહેલા જ તેમાથી મોંઘી અને ઉંચી ગુણવતાના વિદેશી કોલને કાઢી લઈ અને તેમાં હલ્કી ગુણવત્તાવાળી ભુક્કી ભેળવી દેવાના કૌભાંડનો વધુ એકવાર ખુલાસો કરવામા આવ્યો છે. હજુ તો મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ ત્રાટકી અને પેટકોક કંડલાથી રાજસ્થાન જતા પહેલા તેને મોરબીના વાડામાં સારી ગુણવત્તાનો કોલસો કાઢી લેવો અને હલ્કી ભુક્કી તેમાં ભેળવી દેવાના કારનામાઓનો પર્દાફાશ કરી કરોડોનો મુદામાલ પકડી પાડયો હતો જેમાં ગાંધીધામના ગુપ્તાજી નામનો શખ્સ, દીલીપ તથા રોકીનું નામ ખુલવા પામી ગયુ હતુ અને આ શખ્સો ફરાર થઈ જવા પામ્યા હતા તે વચ્ચે હવે મોરબીમાં એલસીબીએ ત્રાટકી અને આ રીતે ચાલતા પ્રકરણનો ખુલાસો કરી દીધો છે. મોરબીના જુના સાદુળકા ગામે ટ્રકમાથી બંદર પરથી આવેલો અને અન્યત્ર જઈ રહેલા ઈમ્પોર્ટ કોલસો કાઢી લઈ તેમાં હલ્કી ગુણવત્તાનો કોલસો ભેળવી દેવામા આવતો હોવાના કીસ્સામાં નવ કરોડનો મુદામાલ પકડી પાડયો છે. જાણકારો આ તબક્કે કહી રહ્યા છે કે, અગાઉ આ બધાય જ કૃત્યો કચ્છમાં પણ આચરવામા આવતા હતા. ખાસ કરીને બંદરો પર આવતા આવા કોલસાની મુદામાલમા ફેરફાર કરી દેવાના વાડાઓ-અડ્ડાઓ ગાંધીધામ-ભચાઉ હાઈવે, લાકડીયા સહિતના પટ્ટામાં ધમધમતા હતા. પરંતુ પૂર્વ્ કચ્છ એસપીશ્રી સાગર બાગમાર દ્વારા આવા કોલસાના અડ્ડાઓ પર લાલઆંખ કરતી ધાક બેસાડતી કાર્યવાહી કરવામા આવતા હવે કોલસાચોરોને સ્થળ બદલવાની ફરજ પડી હોય તેમ કુખ્યાત કોલસાચોરોએ કચ્છની બાજુમાં મોરબી પટ્ટામાં પડાવ નાખી દીધો હોય તેમ ઉપરાછાપરી મોરબીમાથી કયારેક એસએમસી તો કયારેક સ્થાનિક પોલીસ તો કયારેક એલસીબી દ્વારા જે રીતે કેસ કરવામા આવી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે, કચ્છના અમુક કુખ્યાત કોલસા ચોર તત્વોની પણ આ નેટવર્કમાં મારેબીમાં સંડોવણી હોઈ શકે છે.
............
ગાંધીધામના ગુપ્તાજી નામના શખ્સ આણી ટોળકીના લ્યો પુછાણાં
ગાંધીધામ : કચ્છમાં કોલસાચોરી લગભગ લગભગ કરવી અસંભવ જ બની ગઈ હોય તેમ હવે કુખ્યાત ટોળકીએ મોરબીમાં જઈને પડાવ નાખ્યો છે. થોડા સમય પહેલા જ હજુ તો મોરબીમાંથી કૌભાંડનો ખુલાસો થવા પામ્યો હતો અને તેમાં ગાંધીધામના ત્રણ શખ્સોના નામો પણ બહાર આવવા પામી ગયા હતા ત્યારે ફરીથી મોરબીના જુના સાદુળકા વિસ્તારમાંથી આવુ જ કાંડ પકડાયુ છે ત્યારે જાણકારો કહે છે કે ગાંધીધામના ગુપ્તાજી આણી ટોળકીને દબોચી અને કડક પુછાણા લ્યો, તો ચોકકસથી આ પ્રકરણોમાં વધુ નવા ખુલાસા થવા પામી શકશે.

Comments