Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીનગરવાળા નેતાનું નામ લ્યો અને ખનીજ માફીયા બનો.! હવે કચ્છમાં બેન્ટોનાઈટ-ખનીજ ચોરીનો નવો કીમીયો શરૂ

23 January

અબડાસાના ખીરસરા ખનીજચોરીકાંડના ખુલાસા બાદ વહેતો મત



ગાંધીનગરથી ટોંચના રાજકારણીના કહેવાથી જ આ ખનીજચોરી કરી રહ્યા છીએ, આવી અફવાઓ ઉડાળીને ખીરસરા પટ્ટામાંથી રોજની ૧પ૦થી વધુ ગાડીઓ ખનીજચોરીની બેધડક નીકળતી હોય તો રાજકીય ઓથ ન હોય તો બીજું શું હોઈ શકે? પોલીસ હેાય કે ખાણખનિજ કે  રેવેન્યુ વાળા તપાસ કરવા જાય અને કામગીરી કર્યા વિના મોઢું દેખાડીને કે આંટો મારી હાજરી પુરાવીને પાછા આવી જતા હોય તો બીજું શું સમજવું..?




સાચું-ખોટું જે હોય તે, પરંતુ આવી રીતે કોઈને કોઈ ઝભ્ભાલેંગાવાળાના નામો માત્ર એક અબડાસાના ખીરસરામાં જ કરોડોની ખનીજચોરીને અંજામ અપાયો હોય તો જિલ્લાભરમાં આ રીતે કોઈ નેતાનું નામ વટાવીને થયેલી રોયલ્ટીચોરીનો આંક કયા જતો હશે?


ખીરસરામાં સ્થાનિકે સરપંચશ્રી તથા તલાટીની જાગૃતી રહી છે સરાહનીય,  ગ્રામ પંચાયતના વિસ્તારમાં સરકારની તિજોરીને નુકસાન ન પહોંચે અને કોઈ બિન કાયદાકીય કામો કરનારાઓ ફાવી ન જાય તે માટે સમયાંતરે સબંધિત સરકારી તંત્ર સમક્ષ કરી છે વારંવાર રજુઆત : સરકારના હિતમાં સ્થાનિક સરપંચ-તલાટીએ સાર્વજનિક હિતમાં કરેલી રજુઆતો કહેવાય સરાહનીય



ગાંધીધામ :  દેશના પશ્ચીમ છેવાડે આવેલ કચ્છ જિલ્લાના પેટાળમાં અદભુત ખનીજનો મોટો ખજાનો ધરબાયેલો છે. અનેકવિધ પ્રકારના મોંઘાદાટ ખનીજમાથી સરકારને જેટલી રોયલ્ટી પેટેની આવક થવી જોઈએ, સરકારી તિજોરી જેટલી છલકાવી જોઈએ તેના કરતા તો અનેકગણી ખનીજચોરી કચ્છમાં થવા પામી રહી છે. નીતનવા ત્રાગાઓ કરી અને ખનીજચોરો ગેરકાયદેસર ઉત્ખનનને અંજામ જ આપી રહ્યા હોય તેમ કિસ્સાઓ સામે આવવા પામી રહ્યા છે. અને હવે તો કચ્છમાં બેન્ટોનાઈટ અને ખનીજચોરી આચરવા માટે નવો કીમીયો જ અજમાવાવનો શરૂ કરી દીધો હોય તેવી ઘટના છેવાડાના અબડાસામાંથી તાજેતરમાં જ ખુલવા પામી ગઈ છે. ભુજ ફલાઈંગસ્કવોર્ડ ખાણખનિજ વિભાગના મદદનીશ નીયામક મેહુલ શાહ અને પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગની ટુકડીઓએ સાથે મળીને તાજેતરમાં જ ખીરસરામાંથી મોટી ખનીજચોરીનો પર્દાફાશ કરી દીધો છે. ત્યારે જાણકારો દ્વારા અહી એવી વાતો પણ સામે વહેતી થવા પામી છે કે, આ ખનીજચોરી કરનારા અમુક તત્વો તેમને ખનીજચોરીની મંજુરી ગાંધીનગરના મોટા નેતાઓ તરફથી મળવા પામી હોવાની અફવાઓ ફેલાવતા હતા. ચાર ચાર ટ્રકો અને બે મોટા એકસેવેટર મશીનો પકડાયા છે તેના પરથી જ આમ તો અંદાજ આવી જાય છે કે અહી ચોરી કેટલા મોટા પ્રમાણમાં કરવામાં આવી હશે? કહેવાય છે કે રોજની ૧પ૦ જેટલી ગાડીઓ અહીથી ખનીજ ચોરી કરવામા આવતી હતી તો તેનો રોયલ્ટી ચોરીનો માસીક આંક કયા જઈને પહોચતો હશે? તે વિચાર માંગી લેતી વાત છે. ઉપરાંત જે રીતે રાજકારણીના નામને અહી આગળ કરવામા આવી રહ્યુ છે તેને જોતા દેખાઈ પણ રહ્યુ છે કે, ફલાઈંગ સ્કવોર્ડને મધરાતે અહી ચોકકસાઈથી પૂર્વક તવાઈ બોલાવવી પડી એટલે ચોકકસથી કોઈ મોટા ગજાના ઝભ્ભાલેંગાવાળાઓના નામની હવા જે ખનીજચોરો દ્વારા ઉડાડવામાં આવી રહી છે તે કયાંક ને કયાંક સાચી પણ હોઈ શકે છે? અને તેના લીધે જ જાણકારો કહી રહ્યા છે કે, જો માત્ર આ એક જ જગ્યાએ કોઈ નેતાના ઈશારે કે છત્રછાયામાં કરોડોની રોયલ્ટી ચોરી પકડાઈ હોય તો આ રીતે રાજકારણીના નામને વટાવી અને ખનીજચોરી કરનારાઓ તથા રોયલ્ટીચોરીનો આંક આખાય કચ્છમાં કેટલી રકમને પાર આંબી જતો હશે? આ બાબતે હકીકતમાં જિલ્લા વ્યાપી તવાઈ બોલાવવી સમયનો માંગ બની રહ્યો છે. આવી રીતે જો ખનીજચોરીને બિનધાસ્ત રીતે અંજામ અપાતો જ રહ્યો તો, બેનામી ખનીજની આવકમાથી ચીભડચોરતત્વો પણ માફીયા બની જશે અને કોઈ પણ સરકારની તંત્રને પડકાર ફેકતા જરા સહેજ પણ વાર નહી કરે તે ન ભુલવું જોઈએ.


............



રોયલ્ટીચોરી-ઓવરલોડ-ગેરકાયદે ખનીજવાળા ચેતજોઃ ભ્રષ્ટતત્વોએ દાખવી સાવધાની



ખાણખનિજ કમિશ્નરશ્રી ડો.ધવલ પટેલનો કચ્છમાં પડાવ : વાગડથી અબડાસા-લખપત સુધીના ખનીજચોરોમાં સોપો 



કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવતા કમિશ્નરશ્રીના કચ્છ આગમનથી બેનામી ધંધાવાળાઓને ધંધાઓ-ગેરકાયદેસર ખનન બંધ રાખવાની અપાઈ ગઈ આગોતરી સુચના 
’


રાજ્યના જીઓલોજી અને માઈનીંગ ડિપાર્ટમેન્ટની રાજ્યકક્ષાની રિવ્યૂ બેઠક  રાજ્યના કમિશનર ધવલ પટેલ અને એડિશનલ કમિશનર શ્રી ચાવડાના અધ્યક્ષસ્થાને મળશે.


ગાંધીધામ : ગુજરાત રાજયના ખાણખનિજ વિભાગના કમિશ્નરશ્રી ડો. ધવલ પટેલ આજ રોજ કચ્છમાં પધારી રહ્યા છે. આજ રોજ તેઓ ધોરડો ખાતે પહોચી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે બપોરે ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી તેઓ વિભાગની સમીક્ષાત્મક બેઠક અહી યોજી રહ્યા છે. અને પૂર્વ તથા પશ્ચીમ કચ્છ ખાણખનિજ વિભાગના અધિકારીઓ ઉપરાંતના લાગતા વળતાઓને બેઠકમાં હાજર રહેવાની સુચનાઓ અપાઈ ચૂકી છે. પ્રાપ્ત માહીતી અનુસાર શ્રી પટેલ ધોરડો ખાતે વિભાગની રીવ્યુ બેઠક યજશે જેમાં વિભાગની પ્રવૃતીઓ, આવક-રેવેન્યુ, લક્ષ્યાંક, બ્લોક, લીઝ તથા એન્ફોર્સમેન્ટ પ્રવૃતીઓ સહિતના મામલે સમીક્ષાઓ કરી માહીતીઓ અંકે કરશે તથા જરૂરી સુચનો અને માર્ગદર્શન આ તમામ બાબતે આપશે તેમ જાણવા મળી રહ્યું છે. જો કે, શ્રી ધવલ પટેલ એક કડક અને તટસ્થ અધિકારીની છબી ધરાવતા હોવાથી કચ્છમાં તેઓનો આજ રોજ પડાવ રહેવાનો હોવાથી વાગડથી લઈ અને અબડાસા લખપત સુધીના છેવાડાના વિસ્તારોમાં ખનીજચોરો અને તેમને સાથ આપનારા ભ્રષ્ટ તત્વોમાં ભારે સોપો જ પડી જવા પામ્ય છે. એટલુ માત્ર જ નહી પરંતુ જિલ્લામાં ઓવરલોડ વાહન ચલાવનારાઓ, ગેરકાયદેસર ખનીજ કરનારા સહિતનાઓને હમણા એકાદ-બે દીવસ તમામ બેનામી ધંધાઓ બંધ રાખવાની પણ કેટલાક ભ્રષ્ટ બાબુઓએ સુચનાઓ વહેતી કરી દીધી હોવાનુ સામે આવવા પામી રહ્યું છે. 



..........

મદદનીશ નિયામકશ્રી (ફ્લાઈંગ સક્વોર્ડ) ભુજ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી - (કચ્છ - 
પશ્ચિમ)ના ઓની સંયુક્ત તપાસટીમ દ્વારા રાત્રીના ખાનગી વાહનોમાં અબડાસા તાલુકાના ખીરસરામા આકસ્મીક તપાસ દરમ્યાન બેન્ટોનાઈટ ખનિજનું ગેરકાયદેસર ખનન કરતા બે એકસકેવેટર મશીન તથા ગેરકાયદે રીતે બેન્ટનાઈટ ખનિજ વહન કરવના ઇરાદે આવેલ  ૪ ટ્રક અટક કરવામાં આવેલ. જે પૈકી એક ટ્રકમાં આશરે ૨૫ મે. ટન બેન્ટનાઈટ ખનિજ ગેરકાયદેસર ભરેલ જણાયેલ. સંયુકત તપાસટીમ દ્વારા તમામ વાહનો સીઝ કરી કોઠારા પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં રાખવામાં આવેલ. 

...........
- તો કચ્છમા આઈબી-એલઆઈબી શું કરે છે?


ગાંધીધામ : ખનીજચોરીમાં રાજકીય ઓથની વાત તો સદાય ચર્ચામાં આવતી જ રહેતી હોય છે પરંતુ તાજેતરમાં જ અબડાસામાં જે ખનીજચોરી પરથી પર્દાફાશ થવા પામ્ય છે તે તો સીધી જ ગાંધીનગરથી કોઈ ઝભ્ભાલંગાવાળાઓના ઈશારો જ ચાલતી હોવાની અફવાઓ ચલાવાઈ હતી. સાચું ખોટુ તપાસનો વિષય જ બની રહ્યો છે પરંતુ જો હકીકતમાં કોઈ રાજકારણીના નામે અહી ખનીજચોરીને અંજામ અપાતો હતો અને હવે એ સત્તાવાર રીતે જ બહારઆવવા પામી જશે તો તેમાં સરકારની છબી પણ નહી ખરડાય? જો આમ થઈ શકે એમ હતુ તો પછી આઈબી અને એલઆઈબી જેવા વિભાગો કાર્યરત રહેલા છે તેઓ શું કરી રહ્યા હતા? તેમણે કેમ આવી વિગતોની માહીતી અંકે કરી અને સરકારમાં આગોતરી અહેવાલ સુપરત ન હોતો કર્યો? તેમની ભુમિકાઓ સામે પણ હવે સવાાલે ઉભા થવા પામી રહ્યા છે.

Comments

COMMENT / REPLY FROM