મુંદરામાં DRI ની ટીમનો સપાટો : ફેબ્રીકના થોકબંધ કન્ટેનરો હોલ્ડ કર્યા?ઃ એન્ટી ડમ્પીંગ ડયુટીનો કૌભાંડ ખુલશે..!
પ૦ ટકા કન્ટેઈનર કાસેઝના યુનિટસના હોવાની આશંકા
પીવીસી ફેબ્રીક દર્શાવી અને પીયુ કોટીંગ જથ્થો મીસડીકલેર કરી ઠાલવીને તગડી એન્ટી ડમ્પીંગ ડયુટીની ચોરી કરવાના કારસ્તાન ખુલવાનીની ફેલાતી ગંધ : કૌભંડકારી ટોળકીમાં ફેલાયો ગભરાટ
મુંદરામાં ડીઆરઆઈ ત્રાટકી શકે છે તો સ્થાનીકના કસ્ટમના લાપરવાહો કેમ અંધારામાં? કાસેઝમાં પણ આ રીતે એન્ટી ડમ્પીંગ ડયુટીવાળા કન્ટેઈનરો ઠલવાતા હોય તો કયા ભ્રષ્ટબાબુઓની છે મીઠીનજર?’
ગાંધીધામ : દેશના મહાબંદરો પૈકીના બે એવા ડીપીએ-કંડલા અને મુંદરા પોર્ટ કચ્છમાં કાર્યરત છે. આ બંદરો પર દેશવિદેશથી અનેકગણી કીમંતી ચીજવસ્તુઓની આયાત-નિકાસ કરવામાં આવતી રહેતી હોય છે. ત્યારે અહી આવતી વસ્તુઓમાં અલગ અલગ પ્રકારે આયોજનબદ્ધ રીતે દાણચોરી કરવાના કિસ્સાઓ પણ સમયાંતરે સામે આવતા જ રહેતા હોય છે. દરમ્યાન જ મુંદરા બંદર પર આવા જ મિસડીકલેરેશન અથવા તો ડયુટીચોરીના કૌભાંડને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા સાથે કેટલાક થોકબંધ કન્ટેઈનરો અટકાવી દેવામા અવ્યા છે અને તેની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આ મામલે મળતી વધુ વિગ્તો અનુસાર દેશના અન્ય કોઈ વિસ્તારમાં કે પોર્ટ પર ફ્રેબીકના કન્ટેઈનરોમાં કોઈ મીસડીકલેરેશન અથવા તો ડયુટી ચોરી મળવા પામી શકી હશે તેની કડીઓ મુંદરા બંદર પર જોડાવવા પામતા અહી આગોતરી વોચ રાખી અને બહારની ડીઆરઆઈની એજન્સી દ્વારા પ૦થી વધુ જેટલા કન્ટેઈનરોને બાજુમાં પર મુકાવી દેવામાં આવતા આવા કૌભાંડને અંજામ આપનાર ગાંધીધામ-કંડલા-મુંદરા-થી લઈ અને બહરાના કારસ્તાની તત્વોમાં રીતસરનો ફફડાટ જ ફેલાઈ જવા પામી રહ્યો છે. જો કે, હજુ સુી આ કન્ટેઈનરોને બાજુમાં જ રખાયા છે, ખોલવામાં આજ રોજ આવી શકે છે, પરીક્ષણ કરવમાાં આવશે તે બાદ કદાચ વધુ વિગતો બહાર આવવા પામી શકે તેમ જાણવા મળી રહ્યું છે. જો કે, અહી જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, જે કન્ટેઈનરો હોલ્ડ પર રખાવ્યા છે તેમાંથી પ૦ ટકા જેટલા કન્ટેઈનર કાસેઝમાં આવતા હોવાનુ મનાય છે. અહી બહારની ડીઆરઆઈ ત્રાટકી અને આ પ્રકરણનો ખુલાસો કરી રહી છે ત્યારે મુંદરામાં કસ્ટમ વિભાગ સહિતનાઓની ભુમિકા શંકાના દાયરામાં આવી રહી છે તેની સાથે જ જો ખરેખર કાસેજમાં આ કન્ટેઈનર જવાના હતા તો અહી પણ જવાબદારીની કયાંક ને કયાંક સીધી કે પરોક્ષ રીતે સંડોવણી હોવાની પણ ચર્ચાઓ થવા પામી રહી છે. આ બાબતે વધુ ખુલાસા કન્ટેઈનર ખોલવામા આવે તે બાદ જ થવા પામી શકે છે.’
..............
ફેબ્રીકમાં આ રીતે દાણચોરો આદરે છે ડયુટીચોરી કૌભાંડ
ગાંધીધામ : ફેબ્રીકમાં કૌભાંડીઓ મુળ ચાર રીતે ડયુટીચોરને અંજામ આપતા હોય છે. જેમાં ૧.પીવીસી કોટેડ ફેબ્રીક ડીકલેર કરી અને પીયુ કોટીંગ વાળો માલ લાવવામાં આવે. ર. બીજો કીમીયો વેલ્યુએશનનો છે. ઘણા ફેબ્રીક છે જેમાં સાતથી દસ ટકા ડયુટી લાગે છે જયારે અન્યોમાં સ્કે.મીટર ઉપર ડયુટી લાગે છે. તેમાં ડયુટી ખુબ જ વધારે છે. સાતથી દસ ટકાવાળુ ફેબ્રીક ડીકલેર કરી એન પર સ્કે.મીટર જેના પર ર૦૦ ટકા ડયુટી છે તે ફેબ્રીક પણ લાવાવમાં આવતો હોય છે. આમાથી કયા કૌભાંડને અપાયો છે અંજામ તે પણ ખુલાસો થાય બાદ ખબર પડી શકે.
............
તો કાસેઝ-ગાંધીધામ-મુંબઈ-દિલ્હી-કોલકત્તા સુધીના ડયુટીચોરોના પગ તળે લંબાશે રેલો
ગાંધીધામ : ફેબ્રીકના ધંધામાં ગેરકાયદેસર રીતે ડયુટીચોરીઓ કરવાની પાછળ મોટા ભાગે મુખ્ય સુત્રધાર તરીકે મુંબઈના જ માથાભારે અને મોટામાથાઓ રહેલા હોવાનુ મનાય છે. કહેવાય છે કે, મુંબઈના જ લોકોના દોરીસંચારથી કયારેક કાસેઝમાં તો કયારેક મુંદરામાં ગાંધીધામ સહિતના અમુક વિસ્તારના લોકો ફ્રેબીકની ડયુટીચોરીના કન્સાઈનમેન્ટ લાવવાનો પ્રયાસ કરતા હોય છે. જો આ કેસમાં પણ સચોટ અને કડક તપાસ કરવામા આવશે તો કાસેજ, ગાંધીધામ, મુંબઈ, દિલ્હી અને કોલકત્તા સુધી ડયુટીચોરના પગ નીચેથી જમીન સરકી શકે છે તેમ મનાય છે.

Comments