નલીયા સામુહીક દુષ્કર્મકાંડના આરોપીઓ નિર્દોષ જાહેર
રાજકીય નેતાઓને સાંકળતા કેસમાં થયો હુકમ
ર૦૧૭ના કેસમાં ભુજ સેસન્સ કોર્ટનો ચુકાદો
હાઈપ્રોફઈલ ઘટનાક્રમમાં બચાવપક્ષના ધારાશાસ્ત્રીશ્રીઓએ કરેલી મહેનત રંગ લાવી
ભુજ : ભુજ-કચ્છથી લઈ અને ગુજરાત તથા દેશભરમાં બહુચર્ચિત બની ગયેલા નલીયા સામુહીક દુષ્કર્મના હાઈપ્રોફાઈલ કેસમાં આજરોજ નામદાર અદાલત દ્વારા ચુકાદો આપવામા આવ્યો હોવાના અહેવાલો સાંપડયા છે. નલીયા સામુહિક દુષ્કર્મકાંડના તમામ આઠ આરોપીઓ નિદોર્ષ જાહેર કરી દેવાયા છે. ભાજપના અમુક નેતાઓને સાંકળતા આ બહુચર્ચિત કેસમાં ભુજ સેશન્સ કોર્ટ દ્વારા આજ રોજ ચુકાદો આપવામા આવ્યો છે. ગુજરાત સરકારે તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરેલી હતી. ટ્રાયલ માટે રાજય સરકારે ખાસ સરકારી વકીલની પણ આ કેસમાં નિમણુંક કરી હતી. હાઈપ્રોફાઈલ આ કેસમાં નામદાર અદાલત દ્વારા નિદોર્ષ જાહેર કરવામા આવતા આઠ જેટલા શખ્સોને આ કેસમાં રાહત મળવા પામી છે.

Comments