અંજારના નવાનગરમાં રૂમમાં છુપાવીને રાખેલો દોઢ લાખનો શરાબ ઝડપાયો
નાની ચીરઈ, ભીમાસર અને આદિપુરમાંથી પણ પોણા બે લાખના દારૂને ઝડપી લેવાયો : એકેય સ્થળે આરોપી ન મળ્યો
ગાંધીધામ : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની રેલમછેલ અટકાવવા અલગ અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જયાં દારૂ ઝડપાયો હતો પણ કયાંય આરોપી મળ્યો નથી. આ બાબતે મળતી વિગતો મુજબ અંજારના નવાનગર વિસ્તારમાં કબ્જાના રૂમમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરવામાં આવ્યો હોવાની માહિતી આધારે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી દારૂની ર૪૯ બોટલો કિ.રૂા. ૧,પર,૬૭૭ અને બિયરના ૪૮ ટીન કિ.રૂા. પ,ર૮૦નો મુદામાલ કબ્જે કરવામં આવ્યો હતો. રેડ દરમિયાન લિસ્ટેડ બૂટલેગર શૈલેષ રઘુરામ મઢવી હાજર મળી આવ્યો ન હતો. તેની સામે ગુનો દાખલ કરાયો છે. જયારે ભચાઉના નાની ચીરઇની લાલ મોરા સીમમાં હરી ભારા બાલાસરા (આહીર) નામના શખ્સે પોતાના કબજાના ખેતરમાં એરંડાના છોડ વચ્ચે દારૂ સંતાડયો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે શોધખોળ કરતા દારૂની પેટીઓ મળી હતી. અહીંથી રોયલ સ્ટેગ ૭૫૦ મિ.લી.ની ૯૩ બોટલ તથા બડવાઇઝર બીયરના ૧૬૫ ટીન મળી ૧,૫૬,૮૦૭નો શરાબ હસ્તગત કરાયો હતો. જો કે, આરોપી મળ્યો ન હતો. અંજારના ભીમાસરમાં આવેલી ઓરડીમાં પોલીસે છાપો માર્યો હતો. ત્યારે ૧૦,રપ૬ની કિંમતની દારૂની ૧૬ બોટલ મળી હતી. જો કે, આરોપી મેહતાબસિંઘ ભૂરસિંઘ ભાટી મળી આવ્યો ન હતો. આ તરફ આદિપુરના તોલાણી સર્કલ પાસેથી નંબર પ્લેટ વગરના મોપેડ પર સવાર શૈલેષ શામજી મહેશ્વરીને પકડી દારૂની ૬ બોટલ કબ્જે કરાઈ હતી. આ દારૂ મયૂર પ્રવીણ જોશીએ આપ્યો હોવાનું ખુલ્યું હતું જો કે, તે મળી આવ્યો ન હતો.

Comments