Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાના ખીરસરામાંથી મોટી ખનીજચોરીનો પર્દાફાશ : મધરાતે તંત્રની ટીમો ત્રાટકી : ખનીજચોરોમાં ફ..ફ.ડા..ટ 

22 January

શાબાશ છે, ખનીજ ફલાઈંગ સ્કવોર્ડની ટીમ મેહુલ શાહને...!




કચ્છ ફલાઈંગ સ્કવોર્ડની ટીમો દ્વારા ગત  મોડી રાતે બોલાવ્યો સપાટો : ખનીજચોરીમાં ઉપયોગમાં લેવાયેલ ૪ ટ્રકો, બે એકસકેવેટર મશીન જેમાથી એક ર૩૦ ખુબજ મોટું એકસકેવેટર મીશન કર્યુ કબ્જે : કરોડના મુદામાલને લઈ પોલીસ મથકે સોપવાની ચાલતી તજવીજ

મોડી રાતે ટીમોએ કાર્યવાહી કરેલી છે, મશીનો-મુદામાલ કબ્જે કરવાની કાર્યવાહી ચાલી રહી છે, એ પૂર્ણ થયા બાદ માપણી સહિતની કાર્યવાહી હાથ ધરવામા આવશે, પછી વધુ સચોટ કહી શકાય : શ્રી મેહુલ શાહ (ફલાઈંગ સ્કવોર્ડ-કચ્છ-ભુજ)



ગાંધીધામ : રણ-દરીયો અને ડુંગરોની અનેરી સુંદરતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં મોંઘાદાટ અનેક ખનીજોનો મોટો ખજાનો ધરબાયેલો છે. આ ખનીજમાંથી સરકારની તિજોરી જેટલા પ્રમાણમાં છલકાવી જોઈએ તેનાથી તો અનેકઘણી રોયલ્ટી ચોરીને અંજામ અપાતો હોય તેવી ઘટનાઓ કચ્છમાથી સતત બહાર આવવા પામી રહી છે. દરમ્યાન જ ખીરસરા વિસ્તારમાં પણ તંત્ર ખાણખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા ગત રોજ મધરાતે જ સપાટો બોલાવી દીધો છે અને અહીથી મોટા એવા ખનીજચોરીના કારનામાનો ખુલાસો કરી દેતા ખનીજચોર તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. 
ગત રેાજ ભુજ ફલાઈગ સ્કવોર્ડની ટુકડીએ ખીરસરા વિસ્તારમાં બોલાવેલ સપાટાજનક કાર્યવાહીમાં ચાર જેટલી ટ્રકો અને બે એકસકેવેટર મીશનો જેમાથી એક ર૩૦ જે ખુબજ મોટુ મશીન કહેવાય છે તે સહીતનો કરોડોનો મુદામાલ કબ્જે કરી લીધો છે. અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હોવાનુ માલુમ પડી રહ્યું છે.બીજીતરફ આ સમગ્ર કાર્યવાહી જેઓની જાગૃતી અને જેમના સીધા માર્ગદૃશન હેઠળ જ કરવમાા આવી છે તેવા ફલાઈંગ સ્કવોર્ડ ખાણખનિજની ટીમના શ્રીમેહુલ શાહને આ અંગે પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ખીરસરા વિસ્તારમાં ગત મોડી રાતે અમારી ટીમો દ્વારા કાયવાહી કરવામાં આવી છે અને મુદામાલ-વાહનો-મશીનો કબ્જે કરી પોલીસને સોપવા સહિતની કામગીરી આજે બપોરે હાલમાં પણ ચાલી જ રહી છે. ખનીજની ચોરી કેટલા સમયથી ચાલી રહી હતી, કોની લીજ હતી, કેટલુ ગેરકાયદેસર ખનન  કરવામાં આવ્યુ છે તે સહિતનો આંક માપણી સીટ તૈયાર થયા બાદ ખ્યાલ આવશે એટલે તે પછી જ વધુ કંઈ કહી શકાશે તેવુ શ્રી શાહે હાલતુરંત જણાવ્યુ હતુ. નોધનીય છે કે, ખીરસરા વિસ્તારમાં પાછલા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ખનીજચોરીનો ધમધમાટ ચાલી રહ્યો હોવાથી જ અતિ ગોપનીય રીતે અને ખનીજ ચોરીને અંજામ અપાતી વેળાએ જ ટીમે ત્રાટકીને કરેલી કાર્યવાહી પણ કાબીલેદાદ મનાઈ રહી છે. શ્રી શાહની ટીમ દ્વારા આ વિસ્તરામાં ખનીજચોરીને ઝડપી પાડતા ફાટીને ફુલેકે ચડેલા ખનીજચોરોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હોવાનો વર્તારો જેાવાઈ રહ્યો છે. 



................


અગાઉ પણ અમુક ખાખીધારીઓ આંટાફેરા કરીને પરત આવી ગયા?



કયા ઝભ્ભાલેંગાવાળાઓ અહી તંત્રને આવતા અટકાવતા હતા?


આ પટ્ટામાથી દૈનિક ર૦૦ જેટલી ગાડીઓ ખનીજચોરીની નીકળતી હોવાની છે ચકચાર : હવે જયારે ફલાઈંગ સ્કવોર્ડની ટુકડીએ આવા તત્વા પર ધોંષ બોલાવી દીધી છે ત્યારે થવી જોઈએ તપાસ, કયા બની બેઠલ નેતાના આવી ખનીજચોરી પર હતા ૪ હાથ?



આ ચોરી કરવાની ગાંધીનગરથી મંજુરી આપવામાં આવી છે. તેવી અફવાઓ ફેલાવનાર કોણ? શું ખરેખર આ વાત સત્ય છે? કે પછી ખનીજચોરો પોતાનો પગદંડો જમાવીને રોજની ર૦૦થી રપ૦ ગાડીઓની ચોરી કરી રહ્યા હતા? ખરેખર આ ખનીજચોરી પાછળ છે કોણ? ગાંધીનગર અથવા તો ઉપરના નેતાઓના ઈશારે ચોરી કરવામા આવતી હોવાના જે બણગા ફુકાંય છે કે પછી અફવાઓ ફેલાય છે કે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને પણ ખેરખર સત્ય બહાર લાવવુ જ જોઈએ.



ગાંધીધામ : ખીરસરા વિસ્તારમાં પાછલા કેટલાક દીવસોથી ખનીજચોરોએ ભારે માથુ ઉચકી દીધુ હોવાની ચર્ચાઓ પણ હવે સામે આવવા પામી રહી છે. કહેવાય છે કે, ખીરસરામાં રોજની ૧પ૦થી ર૦૦ જેટલી ગાડીઓ બેફામ ખનીજચોરી સાથે પાછલા અમુક સમયથી બિનધાસ્ત નીકળતી હતી. વિચાર તો કરો આટલી બધી ગાડીઓ જો રોજ બરોજ નીકળતી હોય તો ખનીજચોરીનો આંક કયાં જઈને પહોચતો હશે? કહવાય છે કે, ઉપરના કોઈ નેતાના નામે આ ખનીજચોરીને અંજામ અપાતો હતો અને તેથી જ અહી અગાઉ પણ કેટલાક અલગ અલગ સરકારી તંત્ર, ખાખીધારીઓ ગયા હતા પણ તેઓ લટાર મારીને પાછા આવી જતા હતા? હવે જયારે ખનીજ વિભાગ દ્વારા અહી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે કયા ઝભ્ભાલેંગાધારી-નેતાઓ અહી કાર્યવાહી ન કરવા માટે કહેતા હતા? તે પણ હવે બહાર આવવુ જોઈએ તેમ જાણકારો કહી રહ્યા છે. 
માનનીય કલેકટરશ્રી કચ્છનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામકશ્રી ફલાઈંગ સ્કવોર્ડ ભુજ તથા ભુસ્તરશાસ્ત્રી કચ્છ પશ્ચિમની સંયુકત તપાસટીમો દ્વારા તા. ર૧મીના રોજ અબડાસા તાલુકાના ખીરસરા ગામ ખાતે આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલી હતી. તપાસ દરમ્યાન બેન્ટેાનાઈટ ખનિજનું ગેરકાયદેસર ખનન કરી વહન કરતા ચાર ટ્રક તથા બે એકસકેવેટર મીશન સિઝ કરવામા અવેલ છે. જે અંગે નિયમાનુસારની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવી રહી છે. 



.................


ગાંધીનગરના ઈશારે ખનીજચોરીની હવાનો ફુગ્ગો ફુટી ગયો..?



મુખ્યમંત્રીશ્રી તપાસ કરાવે કે, અફવાઓ ફેલાવીને સરકારને બદનામ કરવાનું કૃત્ય કોણ કરી રહ્યું છે ?



ગાંધીધામ : ખીરસરા પટ્ટામાં મોટા પાયે બિનધાસ્ત રીતે બેન્ટોનાઈટ સહિતના ખનીજ ચોરીનું આયોજનબદ્ધ ષડયંત્ર ચાલી રહ્યુ હતુ. આ પ્રકારની ખનીજચોરી કરનારા એવી હવાઓ ફેલાવી રહ્યા હતા કે, ગાંધીનગરવાળાઓની રહેમ નજર અને તેમના જ ઈશારો આ મોટા પ્રમાણમાં ખનીજ ચોરીની ઘટનાને અંજામ આપવામં આવી રહ્યો છે એટલે અમારો તો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી. તેવી હવા અને અફવાઓ કેટલા તત્વો ફેલાવી રહ્યા હતા પરંતુ હવે ફલાઈગ સ્કવોર્ડના શ્રિ મેહુલ શાહની ટીમ દ્વારા અહી દરોડો પાડી અને બેન્ટોનાઈ ચોરીની ઘટનાને ઝડપી પાડી છે ત્યારે કયાંક ને કયાંક આવી હવાઓ ફેલાવનારા તત્વોનો ફુગ્ગો ફુટી જ જવા પામ્ય હોય તેમ દર્શાય છે.


.......................


તલાટી-સરપંચ આવી મોટી ખનીજચોરીથી કેમ અજાણ?


સ્થાનિક સરપંચ-તલાટીની ભુમિકાઓ ચકાસી અને જો લાપરવાહી સામે આવી જ રહી હોય તો તેઓએ પણ આવી ખનીજચોરીમાં મદદગારીમાં સાથે ગણી તેમની સામે પણ એ અનુસારની કાર્યવાહી કરવી જોઈએ


ાાંધીધામ : ખનીજચોરીની ઘટનાને અંજામ આપવો તે કોઈ ગણતરીની મીનીટોમાં આટોપી શકાય તેવુ કામ નથી હોતુ. સહજ અને સરળ રીતે જ સૌ કેાઈ સમજી શકે છે કે લાખો-કરોડોના મુદામાલની ખનીજચોરી કરવી હોય તો મોટા મોટા અધતન મશીનો- સાધનો અને માનવશ્રમની પણ એટલી જ જરૂર પડતી હોય છે. ખીરસરા વિસ્તારમાં હવે જયારે આ પ્રકારની ખનીજચોરી પકડાઈ છે તો તેને અટકાવવા માટેની અથવા તો તેઓનથી ન અટકી શકે તો આવી ખનીજચોરીઓ આદરાઈ રહી હોવાનુ ઉચ્ચ તંત્રને ધ્યાન દોરવાની જેઓની જવાબદારી છે તેવા તલાટી અને સરપંચશ્રીઓ અહી કેમ અજાણી રહી ગયા? આટલો મોટો ધમધમાટ થતો હોય અને સ્થાનીકના જવાબદારો મહેસુલ વિભાગનાઓને ગંધ શુદ્ધા પણ ન આવે તે કેમ બની શકે? ખનીજતસ્કરો માફીયાઓ બની ચૂકયા છે તે વાત સમજી શકાય છે, તો તેમનાથી આ ખનીજચોરી અટકી ન શકી હાયે તો શું તેઓએ ઉચ્ચ તંત્રને તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી સહિતનાઓને એહવાલો કરેલા છે ખરા? જો નથી કર્યા તો કયા કારણોસર નથી કર્યા? હકીકતમાં ખીરસરા વાળા પ્રકરણમાં સ્થાનિકના મહેસુલ વિભાગના જવાબદારોના પણ પુછાણાઓ તો લેવા જ ઘટે.






 

Comments

COMMENT / REPLY FROM