કચ્છના બે ટેન્કરમાંથી એક કરોડનો વિક્રમજનક દારૂ પકડાયોકચ્છના બે ટેન્કરમાંથી એક કરોડનો વિક્રમજનક દારૂ પકડાયો
સુરેન્દ્રનગર એલસીબીએ રીલાયન્સ ચેકપોસ્ટ પાસે બે વાહનો અટકાવી તપાસ કરતા દારૂની ૧૮ હજાર બોટલો મળીઃ રાજકોટના બુટલેગરે ગોવાથી મંગાવ્યો હતો માલ : ગાંધીધામના ટેન્કર માલિક સહિત સાત સામે ફરિયાદ
ભુજ : રાજકોટ - અમદાવાદ હાઈવે રોડ પર સુરેન્દ્રનગર નજીક નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીએ બાતમીના આધારે કચ્છના બે ટેન્કરને અટકાવી તપાસ કરતા અધધધ દારૂ મળી આવ્યો હતો. ગણતરી કરતા દારૂની ૧૮ હજાર બોટલ કબજે કરવામાં આવી છે. જેની કિંમત એક કરોડથી વધુ આંકવામાં આવી છે. આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સહિત સાત શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા ઝાલાવાડ પંથક વિદેશી દારૂનું કટીંગ માટે હબ બન્યું છે. જેમાં સુરેન્દ્રનગર એલસીબીએ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિલાયન્સ ચેકપોસ્ટ પાસે ટેન્કરમાંથી દારૂ પકડી પાડયો હતો. બાતમીના આધારે ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૭૦૮૯ નંબરના ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને રાજકોટ તરફ આવી રહ્યાની મળેલી બાતમીના આધારે ચોટીલા નજીક નાની મોલડી ગામ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ઉપરોક્ત નંબરના આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા ૩૭.૫૦ લાખની કિંમતનો ૬,૫૬૦ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલક અને રાજસ્થાનના બાડમેરના લક્ષ્મણભારતી આનંદભારતી ગોસ્વામીની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ વાહન અને મોબાઈલ મળી રૂપિયા ૪૭.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પુછપરછમાં આ દારૂ રાજકોટના બુટલેગરે મંગાવ્યો હતો. જેમાં રાજકોટના બુટલેગર તેમજ માલ ભરી આપનાર ક્રિષ્નારામ મારવાડી અને ટ્રકના માલિક ભજનલાલ પ્રેમારામ બિશ્નોઈ સામે ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત પેટ્રોલિંગ દરમિયાન જી.જે.૧ર બીવાય ૮૦ર૯ માં તપાસ કરતા ૬૬.૧૦ લાખની કિંમતની દારૂની ૧૧પ૪૪ બોટલ મળી આવી હતી. વાહન અને મોબાઈલ મળી ૭૬.૧ર લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સાથે ચાલક મુળ રાજસ્થાનના કમલેશ સદારામ બિશ્નોઈની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવી હતી. જેમાં માલ ગોવાથી ભર્યો હતો અને રાજકોટમાં સપ્લાય કરવાની હકીકત જણાવાઈ હતી.
આ સાથે ગાંધીધામના ટેન્કર માલિક સુખદેવરામ ભીયારામ બિશ્નોઈ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજકોટ - અમદાવાદ હાઈવે પ એલસીબીએ બે ટેન્કરમાંથી એક કરોડનો દારૂ અને વાહનો મળી ૧.ર૩ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Comments