મુંદ્રા બન્યું સોપારી દાણચોરીનું ‘હબ’ : ૨ કરોડની ૩૫ ટન સ્મગલીંગયુકત સોપારીકાંડમાં દિલ્હીની પેઢી તપાસના સાણસામાં
સ્થાનિક કસ્ટમ-ડીઆરઆઈની ભુમિકા શંકાના દાયરામાં..!
કયારેક ટીશ્યુ તો કયારે પ્લાસ્ટીક ગ્રેન્યુઅલ(દાણા) તો વળી કયારેક અન્ય કઈ ઓછી ડયુટીવાળી વસ્તુઓમાં સોપારી ઠાલવવાનો સિલસિલો વણથંભ્યો રહેતા ઉઠતા સવાલો : દુબઈમાં બેઠેલ મનીષ જ નવા નવા ફોલ્ડરીયાઓ મુંદરા-કંડલામાં ઉભા કરી અને સ્મગલીંગ યુકત સોપારી ઠાલવતો હોવાની છે ચર્ચા
ખાટલે મોટી ખોટ : અજીત પહેલવાન તો સોપારી દાણચોર સહિતની ગેંગ પહેલવાન : અજીતના ડેરાતંબુ તો ફરીથી કાસેજ-કંડલા-મુંદરામાં નથી પડી ગયા ને? કસ્ટમના ભ્રષ્ટ અજીત અગાઉ અનેકવીધ મિસડીકલેરેશનના કાંડોમાં ગાજી ચૂકયો છે, શું કચ્છમાં ફરીથી તો એ નથી ગોઠવાઈ ગયો ને..? હકીકતમાં જીણવટભરી તપાસ કરવી જોઈએ અને મુંદરાથી સરકી ગયેલા કન્સાઈનમેન્ટ કોના સમયકાળમાં-કયા કસ્ટમ અધિકારીની ડયુટીના સમયે સરકી ગયા છે? તે પણ કરવી જોઈએ ઘનિષ્ઠ તપાસ?
ગાંધીધામ : ગુજરાતના વિવિધ બંદરેથી સોપારીની જુદી જુદી રીતે દાણચોરી (જીદ્બેખ્તખ્તઙ્મૈહખ્ત) અટકવાનું નામ લેતી નથી. ગુજરાતમાં કચ્છમાં મુંદ્રા બંદરે અવારનવાર સોપારીનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. જેની બજારમાં કિંમત વધુ હોવાથી દાણચોરો સોપારીની દાણચોરી કરી દુબઈથી મુંદ્રા બંદરે લાવ્યા હોવાના ખુલાસા થયાછે. સોપારી મુંદ્રાથી દિલ્હીના તુઘલકાબાદ ખાતે પહોંચાડ્યા પહેલા જામનગર ડીઆરઆઈ દાણચોરો પર ત્રાટકી તાજેતરમાં જ ત્રાટકવા પામી છે અને તેથી ફરી વધુ એક વખત મુંદરામાં સોપારી દાણચોરીના ધંધાને વેગ મળેલો હોવાની પુષ્ટી થવા પામી રહી છે. ડીઆરઆઈએ વધુ એક વખત ૨ કરોડ રૂપિયાની ૩૫ ટન સોપારી જપ્ત કરી છે. મળતી માહિતી અનુસાર, દુબઈથી મુંદ્રા બંદર પર પહોંચેલા ત્રણ કન્ટેનર કસ્ટમ વિભાગની જાણ વગર દિલ્હી સ્થિત એક કંપનીને મોકલવામાં આવ્યા હોવાનો પણ ચોકાવનારો ખુલાસો થવા પામ્યો હોવાનુ ચર્ચાય છે. જામનગર ડીઆરઆઈની ટીમને દાણચોરીના માહિતી મળી હતી અને તેમણે તુઘલકાબાદ નજીક આ કન્ટેનરોને ચેકિંગ માટે રોક્યા હતા. તપાસ દરમિયાન, કન્ટેનરમાંથી પ્રતિબંધિત સોપારીનો જથ્થો મળી આવતા ભાંડો ફુટવા પામી ગયો હતો.આ મામલે, માલનો ઓર્ડર આપનાર દિલ્હીની પેઢીની હવે પૂછપરછ કરવામાં આવશે તેમ માનવું જરાય અતિશયોકિતભર્યુ નહી કહેવાય. નોધનીય છે કે, તાજેતરમાં થ થોડા સમય પહેલા મુંદ્રા બંદર ખાતે કસ્ટમ્સ સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (જી) એ રૂપિયા ૩ કરોડની કિંમતની ૫૩ ટન સોપારી જપ્ત કરી હતી. ડીઆરઆઈ ટીમે બે કન્ટેનરને અટકાવી તપાસ કરી હતી. કસ્ટમ અધિકારીઓને બાતમી મળી હતી કે પ્લાસ્ટિકના દાણાના બહાને દુબઈથી મુંદ્રા પોર્ટમાં સોપારીની દાણચોરી કરવામાં આવી રહી છે.જેમાં મુંદ્રા ખાતે કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશનર કે એન્જિનિયરે તપાસની આગેવાની કરી અને કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક યુનિટ માટે બંધાયેલા બે કન્ટેનર જપ્ત કર્યા હતા. તેઓ પીવીસી રેઝિન અથવા પ્લાસ્ટિક ગ્રાન્યુલ્સ ધરાવતા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. તપાસ કરતાં અંદરથી ૫૩ ટન સોપારી મળી આવી હતી. જપ્ત કરાયેલા માલની બજાર કિંમત ૩ કરોડ
રૂપિયા હોવાનો અંદાજ છે. હાલમાં આ કેસની તપાસ કંડલા કસ્ટમ વિભાગ હસ્તક ચાલી રહી છે. તપાસ બાદ વધુ ખુલાસાઓ આ કેસમાં પણ થવા પામી શકે તેમ છે. પરંતુ દુબઈના મનીષ જૈનના જ ઈશારો મુંદરા- કંડલામાં દાણચોરીયુકત સોપારી ઠાલવવામાં આવી રહી હોવાનુ મનાય છે. એજન્સીઓ જો આ કેસોમાં તટસ્થ અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરશે તો નવા નવા આયાતકારો કે ફોલ્ડરીયાઓને ઉભા કરી અને મનીષ જ સોપારી એક યા બીજી રીતે મોકલી રહ્યો હાવાનુ ફલિત થવા પામશે.

Comments