Trending News
સ્થાનિક સમાચાર

અંજારના મેઘપર બોરીચીના સ્ત્રીવેશ લુંટના આરોપીનું કેમ ન કઢાયું સરઘસ? ઘટનાનું રીકન્સ્ટ્રકશન પણ ન થયું. ?

21 January



ગાંધીધામમાં નકલી ઈડીના નામે જવેલર્સ પર લુંટ ચલાવનાર બાર શખ્સોની ટોળકીને ઝડપી પાડયા બાદ ઘટનાનું રીકન્સટ્રકટશન કરાયુ અને ટાંટીયાતોડ આરોપીઓનું સરઘસ પણ ભર બજારે યોજવામા આવ્યુ હતુ.., આવી સ્થિતી થવાથી સરઘસ યોજવાથી તહોમતદારોમાં ચોકકસથી ખાખીનો ભય પેશે અને કાયદાને લલકારતા સો વખત વિચાર કરે, તો પછી સ્ત્રીવેશમાં વૃદ્ધા પર લુંટ ચલાવનાર આરોપી હર્ષ હરપાણીનું કેમ સરઘસ કાઢીને અન્યોને શબક-બોધપાઠ ન અપાયો? જાણકારોમાથી ઉઠતા તરેહ તરેહના સવાલો


ગાંધીધામ : કચ્છમાં ગુનાહિત તત્વો નીતનવા કીમીયાઓ અજમાવી અને ગુનાને અંજામ આપવા મથી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસની ટીમ દ્વારા આવા આયોજનબદ્ધ ક્રાઈમ કહો કે ગુનાઓના ડીટેકશન કરી અને આવા તત્વોમાં રીતસરની ફડક જ ઉભી કરી રહ્યા હોવાનો સિનારીયો સામે આવવા પામી ચૂકયો છે. થોડા સમય પહેલા જ અહીથી નકલી ઈડી અધિકારી બની અને પ્રખ્યાત રાધીક જવેલર્સ પેઢીના માલીકોથી રીતસરની તોડ-લુંટ જ કરનારા તત્વોને પોલીસે ટીમોબનાવી અને ગણતરીના સમયમાં પકડી પાડયા હતા અને સરકારી ઉચ્ચ એજન્સીના અધિકારીના નામ-હોદાનો બોગસ ઉપયોગ કરનારાઓને એવા શબક શીખવાડી દીધો હતો કે, તોડ કરવા આવ્યા હતા દોડતા દોડતા પરંતુ પોલીસે પકડીને ઘટનાનુ રીકન્સટ્રકશન કર્યુ ત્યારે પોતાના પગની ઉપર આ શખ્સો ઉભા રહેવા પણ સક્ષમ ન હોય તેવુ ચિત્ર જોવાયુ હતુ અને તેનાથી આવા કે અન્ય કોઈ ગુનાને અંજામ આપનારા તત્વોમાં પણ ભારે ફફડાટ ભર્યો જ સંદશો વહેતો થવા પામી ગયો હતો તેમ કહેવુ જરા સહેજ પણ વધુ પડતુ નહી કહેવાય. આ ઘટનાના ડીટેકશન સહીતનો મુદો રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપો થકી ભારે હાઈપ્રોફાઈલ જ બની જવા પામ્યો હતો તે બાદ તાજેતરમાં જ અંજારના મેઘપર બોરીચીમાં પણ આવા જ પ્રકારના એક અતિ આયોજનબદ્ધ અને અટ્ટપટ્ટા તથા કયાંય પુરાવાઓ ન રહી જાય તેની પુરી ચોકકસાઈ રાખીને એક પાડોશી મહીલા-વૃદ્ધા પર હુમલો કરી અને સવા લાખની લુંટની ઘટનાને અંજામ એક આ મહીલાના પરિચિત દેવાદાર યુવાને જ આપી દીધો હોવાની પ્રકાશમાં આવવા પામી હતી. 
આ કેસમાં આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે સ્ત્રીવેશમાં દુપટ્ટો માથે નાખી અને લુંટ કરવા ગયો હતો, તેને અતિ ચોકકસાઈ સાથે  આ ગુનાને અંજામ આપ્યો હત, એટલે તેને પકડવો ખુબજ કપરુ કામ હતુ પરંતુ આ ગુનાને પોલીસે ડીટેકટ કરી લીધો અને તે માટે અંજાર સહિતની પોલીસ ટીમોને અભિનંદન આપીએ તેટલા ઓછા છે?પરંતુ બીજીતરફ અહી જાણકારોમાં સવાલ એ થવા પમાી રહ્યો છે કે, આ ગુનાો ઉકેલવો પણ કોઈ લાપસીમાં લીટા સમાન વાત ન હોતી? કપરૂ કામ જ હતુ અને આ ગુનાને અંજામ આપનારાના કારનામાને પણ ખુલ્લો પાડવો તેટલો જ મહત્વપૂર્ણ હોવા ઉપરાંત પણ કેમ આવીઅતિ ગુનાહિત માનસીકતા ધરાવતા સ્ત્રીવેશ પલટો કરીને લુંટ-હુમલાની ઘટનાને અંજામ આપનારા હર્ષ હરપાણીનો પોલીસે સરઘસ ન કાઢયું? આવા તત્વોના ચહેરા આમ પ્રજાજનોને દેખાડવા કેમ મુનાશીબ ન માનવામા આવ્યુ? ખરેખર જો આ પ્રકારના ગુનેગારોના ચહેરાઓ સરઘસ મારફતે કાઢવામાં આવે તો પ્રજાજનો તેનાથી પરિચિત થાય અને આવા તત્વોથી વધારે સાવધ બનીને રહે. નકલી ઈડી અને લુટ સહિતના અન્ય ગુનાના આરોપીઓના સરઘસ યોજવામા આવ્યા છે તો અતિ અટ્ટપટ્ટા અને કદાચ કચ્છમાં સ્ત્રીવેશમાં કાઈ યુવાને આયોજનબદ્ધ રીતે ષડયંત્ર મારફતે લુંટની ઘટનાને અંજામ આપ્યાના પ્રથમ ગુનાના ઉકેલ બાદ પણ તે શખ્સનું સરઘસ કેમ કાઢવામાં ન આવ્યુ? તેવો સવાલ જાણકારવર્ગમાં થવા પામી 
રહ્યો છે.

Comments

COMMENT / REPLY FROM